________________
| દૂતીદ્વાર અને તેના ભેદો |
(૨૮૧ મૂલાર્થ સ્વગ્રામને વિષે અને પરગામને વિષે એમ બે પ્રકારે દૂતી હોય છે, એમ જાણવું (તે બન્ને પ્રકારની દૂતી પણ બન્ને પ્રકારે છે) તે તારી માતા અથવા તે તારો પિતા એમ કહે (તે પ્રકટ છે) અને જે ગુણવચન વડે કહે તે છત્ર કહેવાય છે. //૪૨૮ી.
ટીકાર્થ અહીં દૂતી બે પ્રકારે છે, તે આ પ્રમાણે સ્વગ્રામને વિષે અને પરગ્રામને વિષે. તેમાં જે ગામને વિષે સાધુ વસતા હોય, તે જ ગામમાં જો સંદેશને કહેનારી હોય, તો તે સ્વગ્રામદૂતી કહેવાય, પરંતુ જો પરગામમાં જઈ સંદેશને કહે, તે પરગ્રામદૂતી કહેવાય છે. તે એક એક પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે – પ્રકટ અને છન્ન. તેમાં તે તારી માતા અથવા તે તારો પિતા આ પ્રમાણે ‘પતિ’ સંદેશો કહે છે. એમ જે કહેવું તે પ્રકટ કહેવાય છે, પરંતુ જે તે સંદેશાને ગુમવચન વડે કહે તે છત્ર કહેવાય છે. ૪૨૮
આ જ અર્થને વિશેષે કરીને સ્પષ્ટ કરે છે : __ मू.०- एक्केका वि य दुविहा, पागड छन्ना य छन्न दुविहा उ ॥
___ लोगुत्तरि तत्थेगा, बीया पुण उभयपक्खे वि ॥४२९॥ મૂલાર્થઃ એક એક પણ બે પ્રકારે છે : પ્રકટ અને છન્ન. છન્ન પણ બે પ્રકારે છે. તેમાં એક લોકોત્તર અને બીજી ઉભય પક્ષને વિષે હોય છે. ૪૨
ટીકાર્થઃ અહીં દૂતી પણાનું જે આચરણ કરવું તે પણ દૂતી કહેવાય છે. તે પણ એક એક, એટલે સ્વગ્રામ વિષયવાળી અને પરગ્રામ વિષયવાળી દૂતી બે પ્રકારે છે તે આ પ્રમાણે-પ્રકટ અને છત્રઃ તેમાં વળી છન્ન પણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - એક ‘તકોત્તરે લોકોત્તરને વિષે જ, એટલે કે - બીજા સંઘાટકના સાધુથી પણ ગુપ્ત, તથા વળી બીજી ‘મયપક્ષેડ' લોક અને લોકોત્તરને વિષે, એટલે કે - પાસે રહેલા જનથી અને સંઘાટક સંબંધી બીજા સાધુથકી પણ ગુપ્ત ૪૨
હવે રવગ્રામ અને પરગામ સંબંધી પ્રકટદૂતીને કહે છે: __ मू.०- भिक्खाई वच्चंते, अप्पाहणि नेइ खंतियाईणं ॥
सा ते अमुगं माया, सो व पिया ते इमं भणइ ॥४३०॥ મૂલાર્થઃ ભિક્ષાદિ માટે જતા સાધુ માતાદિકનો સંદેશ કહે, કે-તે તારી માતા અમુર વાત કહે છે, અથવા તારો પિતા આમ કહે છે. //૪૩૦મી
ટીકાર્થ “વીસભિક્ષાદિકને નિમિત્તે જતા સાધુ તે જ ગામના બીજા પાડામાં કે પરગામમાં વંતિયાણ' માતાદિકના 'પાળ' સંદેશાને કહે, કે - તે તારી માતા અમુક વાત કહે છે, અથવા તારો પિતા આમ કહે છે. ll૪૩૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org