________________
૨૮૦)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ સૂરિ પરના બ્રેષને જોઈને કોપ પામેલી અને સૂરિના ગુણથી વશ થયેલી દેવીએ તેને શિક્ષા આપવા માટે વસતિમાં અંધકાર અને વાયુસહિત વૃષ્ટિને વિકર્યા. ત્યારે ભયભીત થયેલ તે સાધુએ સૂરિને કહ્યું કે – “હે ભગવન ! (પુજ્ય) હું ક્યાં જાઉં?” ત્યારે ક્ષીરસમુદ્રના જળની જેવા અતિનિર્મળ હૃદયવાળા સૂરિએ કહ્યું કે - “હે વત્સ ! અહીં આવ, વસતિમાં પ્રવેશ કર.” ત્યારે દત્ત બોલ્યો કે - “હે ભગવદ્ ! અંધકારને લીધે હું દ્વારને દેખતો નથી.” ત્યારે અનુકંપા વડે સૂરિએ શ્લેષ્મ વડે પોતાની અંગુલિને ચોપડીને (ખરડીને) ઊંચી કરી. તે વખતે તે અંગુલિ દીપશિખાની જેમ પ્રદીપ્ત થઈ ત્યારે તે દુરાત્મા દત્ત વિચાર કરવા લાગ્યો કે – “અહો, આના પરિગ્રહમાં અગ્નિ પણ છે?” આવો વિચાર કરતા તેને દેવતાએ નિર્ભર્જના કરી કે – “હા ! દુષ્ટ ! અધમ શિષ્ય ! આવા સર્વ ગુણના સાગરરૂપ સૂરિને તું અન્યથા ચિંતવે છે ?” એમ કહીને મોદકના લાભ વગેરે સર્વ વૃત્તાંત દેવતાએ સાચેસાચો કહ્યો. ત્યારે તેને ભાવથી પ્રત્યા વર્તન થયું (ભાવપરાવર્તન થયું) સૂરિમહારાજને ખમાવ્યા. અને સારી રીતે આલોચના કરી. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘સવિડ્ય' એટલે દેવતાનું પ્રાતિહાર્યપણું Pl૪૨શી આ વાતને જ ભાષ્યકાર બે ગાથા વડે કહે છે :
ओमे संगमथेरा, गच्छ विसिज्जति जंघबलहीणा ॥ नवभाग खेत्त वसही, दत्तस्स य आगमो ताहे ॥४०॥ उवसयबाहिं ठाणं, अन्नाउंछेण संकिलेसो य ॥
पूयणचेडे मा रूय, पडिलाभण वियडणा सम्मं ॥४१॥ (भा.) મૂલાર્થ : દુકાળમાં સંગમસ્થવિર નામના આચાર્ય જંઘાબળરહિત થવાથી પોતાના ગચ્છને વિસર્જન કર્યો. નવ ભાગે ક્ષેત્રનો વિભાગ કરીને રહે છે. તેવામાં દત્ત સાધુ ગુરુની ખબર લેવા વસતિમાં આવ્યો. ૪Oા તે ઉપાશ્રયની બહાર રહ્યો. અજ્ઞાતોછ વડે ક્લેશ દ્રષ) પામ્યો. પૂતનાગૃહીત બાળકને “રો” માં. એમ કહ્યું. પડિલાભ પામ્યા. છેવટ સમ્યફ પ્રકારે આલોચના કરી. ૪૧// (ભાષ્ય.)
ટીકાર્થ: આનો અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘પૂMવેડે ઉત્ત' પૂતના દુષ્ટ વ્યંતરી વડે ગ્રહણ કરાયેલ ‘વેટે' બાળક રોતે સતે “વિટના' આલોચના ll૪૧TI (ભાષ્ય.) ધાત્રીદ્વાર કહ્યું. હવે (૨) દૂતીદ્વાર કહે છે : मू.०- सग्गाम परग्गामे, दुविहा दूई उ होइ नायव्वा ॥
सा वा सो वा भणई, भणइ व तं छन्नवयणेणं ॥४२८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org