________________
॥ ધાત્રીપિંડ વિષે સંગમસ્થવિરાચાર્ય કથા ||
(૨૭૯
મૂલાર્થ : કોલ્લકિર નગરમાં ગુરુ વસે છે, દત્ત નામનો શિષ્ય ત્યાં આવ્યો. ધાત્રીપિંડ ગ્રહણ કરે છે, અંગુલિ વડે પ્રકાશ કર્યો, દેવતાનું પ્રાતિહાર્યપણું થયું ૪૨ા
ટીકાર્થ ઃ કોલ્લકિર નામના નગરમાં વૃદ્ધાવસ્થાને પામેલા જંધાબળની ક્ષીણતાવાળા સંગમસ્થવિર નામના સૂરિ હતા. તેમણે એકદા દુકાળ પડે તે સિંહ નામના પોતાના શિષ્યને આચાર્યપદે સ્થાપન કરી સમગ્ર ગચ્છ તેને સોંપી બીજા સુકાળવાળા દેશમાં વિહારના અનુક્રમ વડે મોકલ્યો. અને પોતે એકલા ત્યાં જ રહ્યા. પછી તે ક્ષેત્રને (ઉપાશ્રયને) નવ ભાવે વિભાગ પાડી ત્યાં જયતના વડે માસકલ્પને અને વર્ષારાત્રને કરતા હતા. યતના ચાર પ્રકારે હોય છે. તે આ પ્રમાણે : દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી, તેમાં પીઠ, ફલક વગેરેને વિષે દ્રવ્યથી યતના છે. વસતિ, પાટકને વિષે ક્ષેત્રથી યતના છે – એક પાટકમાં એક માસ રહીને બીજે માસે બીજી જગ્યાએ વસતિની ગવેષણા કરવી. તે કાળથી યતના છે અને સર્વત્ર મમતારહિત રહેવુ તે ભાવથી યતના છે. ત્યારપછી કાંઈક ન્યૂન વર્ષ ગયે સતે સિંહાચાર્યે તે ગુરુમહારાજની પ્રવૃત્તિની નિમિત્તે દત્ત નામના શિષ્યને મોકલ્યો. તે અનુક્રમે ત્યાં આવ્યો. જે ક્ષેત્રવિભાગમાં પ્રથમ ગુરુમહારાજને મૂક્યા હતા તે જ ઠેકાણે રહેલા તેમને જોયા. તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે – “અહો ! ભાવથી પણ આ ગુરુ માસકલ્પ કરતા નથી. તેથી શિથિલની સાથે એક સ્થાને રહેલું યોગ્ય નથી.” એમ વિચારીને વસતિની બહારના મંડપમાં તે ઉતર્યો. પછી તેણે સૂરિને વંદના કરી, કુશળવર્તા (સુખશાતા) પૂછી, અને સિંહાચાર્યનો સંદેશો કહ્યો. પછી ભિક્ષાને સમયે આચાર્યની સાથે તે ભિક્ષા માટે ગયો. ત્યાં અંતપ્રાંત ઘરોને વિષે તેની પાસે ભિક્ષા ગ્રહણ કરાવી. તેથી તે કાંતિરહિત મુખવાળો થયો. તે વખતે સૂરિ મહારાજ તેનો ભાવ જાણીને કોઈ ધનાઢ્યને ઘેર ગયા. ત્યાં વ્યંતરીથી અધિષ્ઠિત થયેલ એક બાળક નિરંતર રૂવે છે. ત્યારે સૂરિ તેની સન્મુખ જોઈને ચપટી વગાડવાપૂર્વક કહેવા લાગ્યા કે “હે વત્સ, તું રડે નહિ.” આ પ્રમાણે કહે સતે સૂરિના પ્રભાવથી તે પૂતના વ્યંતરી નાશી ગઈ, અને બાળક તરત જ રડતો બંધ થયો. તેથી ગૃહનો સ્વામી હર્ષિત થયો. તેથી તેણે ઘણા મોદકો અપાવ્યા. તે મોદકો સૂરિએ દત્ત પાસે ગ્રહણ કરાવ્યા ત્યારે તે હર્ષ પામ્યો. પછી તેને વસતિમાં મોકલ્યો. ત્યારપછી સૂરિમહારાજ પોતે પોતાના શરીર પર નિઃસ્પૃહ હોવાથી આગમમાં કહ્યા પ્રમાણે પ્રાંતકુળને વિષે અટન કરી વસતિમાં આવ્યા. પછી પ્રતિક્રમણને વખતે દત્તને કહ્યું કે - “હે વત્સ ! ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની તું આલોચના કર.” ત્યારે તે બોલ્યો કે - “તમારી સાથે જ મેં વિહાર કર્યો છે, તેથી મને ધાત્રીપિંડાદિકનો પરિભોગ શી રીતે હોય ?” ત્યારે સૂરિ બોલ્યા કે - “લઘુબાલકની ક્રીડા વડે ક્રીડનધાત્રીપિંડ થયો અને ચપટી વગાડીને પૂતનાવ્યંતરી થકી મૂકાવવાથી ચિકિત્સા પિંડ થયો.' તે સાંભળીને દ્વેષ પામેલો તે પોતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે – “પોતે ભાવથી પણ માસકલ્પ કરતા નથી, અને આવો પિંડ હંમેશાં ગ્રહણ કરે છે. છતાં એક જ દિવસ ગ્રહણ કરેલા પિંડની મને આલોચના આપે છે.’” આ પ્રમાણે વિચારીને તે દ્વેષ પામીને વસતિની બહાર જઈને રહ્યો ત્યારપછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org