________________
૨૭૮)
| શ્રી પિંડનિતિગ્રંથનો અનુવાદ / મૂલાર્થ : (આ ધાત્રી) ઢટ્ટર (સ્થૂલ) સ્વરવાળી છે, તેથી (બાળકો કલબ મુખવાળો થાય, અથવા આ કોમળ વાણીવાળી છે, તેથી આ કોમળ વાણીવાળો થાય અથવા અવ્યક્ત-અસ્પષ્ટ વાણીવાળો થાય (તેથી આ સારી નથી) તથા બાળકને ઉલ્લાપનાદિક-બોલાવવો વગેરે ક્રિયા પોતે અથવા બીજી પાસે કરાવે ૪૨પા
ટીકાર્થ: આ નવી સ્થાપન કરેલી ક્રીડનધાત્રી છે, તે ઢઢર સ્વરવાળી (જાડા સ્વરવાળી) છે, તેથી તેણીનો સ્વર સાંભળીને આ બાળક “હુમુવ:' ક્લબ મુખવાળો થાય. અથવા આ કોમળ વાણીવાળી છે, તેથી આના વડે રમાડતો બાળક કોમળ વાણીવાળો થાય. અથવા “મૃદુમમનોબ્રાપ:' અવ્યક્ત (અસ્પષ્ટ) વાણીવાળો થાય. તેથી આ સારી નથી, પરંતુ પ્રથમની ધાત્રી જ સારી છે, ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. તથા ભિક્ષાને માટે ગયેલ સાધુ શ્રાવિકાના ચિત્તને વશ-પ્રસન્ન કરવા માટે બાળકને ઉલ્લાપનાદિક-બોલાવવો વગેરે ક્રીડા પોતે કરે અથવા બીજી પાસે) કરાવે છે. ll૪૨પા.
ક્રિીડનધાત્રી કહી. હવે નવી સ્થાપેલી અંકધાત્રીને નોકરીથી) ભ્રષ્ટ કરવા માટે સાધુ જે પ્રમાણે સામાન્યથી દોષ પ્રગટ કરે છે, તે પ્રમાણે દેખાડે છે :
मू.०- थुल्लीए वियडपाओ, भग्गकडी सुक्कडाए सुक्खं च ॥
निम्मंसकक्खडकरेहि, भीरुओ होइ घेप्पते ॥४२६॥ મૂલાર્થ સ્થૂળ ધાત્રી વડે પહોળા પગવાળો થાય, ભગ્નકટીવાળી અથવા શુષ્કકટીવાળી ધાત્રી વડે દુઃખ પામે છે અને નિર્માસ તથા કર્કશ હાથ વડે ગ્રહણ કરાતો બાળક ભીરુ થાય છે. II૪૨૬
ટીકાર્થઃ અહીં ‘પૂતયા' માંસવાળી પુષ્ટ ધાત્રીએ કેડ ઉપર ધારણ કરેલ બાળક “વિટપદ્રઃ' પરસ્પર ઘણા અંતરવાળા (પહોળા) પગવાળો થાય છે. ભાંગેલી કડવાળી કે શુષ્ક કેડવાળી ધાત્રીએ કેડ ઉપર ધારણ કરેલ બાળક દુઃખે રહે છે. તથા માંસરહિત અને કર્કશ (કઠણ) હાથ વડે ધારણ કરાતો બાળક ભીરુ (બીકણ) થાય છે. આ નવી સ્થાપેલી ધાત્રી આમાંના કોઈક દોષ વડે દૂષિત છે, તેથી તે યોગ્ય નથી. પરંતુ પહેલાની જ યોગ્ય છે. ઈત્યાદિ પૂર્વની જેમ જાણવું. અહીં અંકધાત્રીપણાનું કરાવવું અને પોતે કરવું, તે બાબત પોતે જ જાણી લેવી. તે આ પ્રમાણે – કોઈક સાધુ ભિક્ષાને માટે ગયો સતો બાળકને રોતો જોઈને તેની માતાને આ પ્રમાણે કહે છે – આ બાળકને અંકમાં (ખોળામાં) ગ્રહણ કર કે – જેથી તે રૂવે નહિ. જો કદાચ તું સમર્થ ન હો તો હું ગ્રહણ કરું. II૪૨૬ll
હવે ક્રીડનધાત્રીપણું કરવામાં દૃષ્ટાંત વડે દોષને કહે છે: __ मू.०- कोल्लइरे वत्थव्वो, दत्तो आहिंडओ भवे सीसो ॥
अवहरइ धाइपिंडं, अंगुलिजलणे य सा दिव्वं ॥४२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org