________________
તે મંડણધાત્રીકરણ અને તેના દોષો
(૨૭૭ મૂલાર્થ : મજ્જનધાત્રી બાળકને અત્યંગ (તેલથી માલિસ) કરી, સંવાહના (અંગ ચાંપવુંદાબવું વગેરે) કરી, ઉદ્વર્તન કરી (અંગે પીઠી આદિ ચોળી) અને સ્નાનથી પવિત્ર દેહવાળો કરી મંડનધાત્રીને સોંપે છે. ૪૨૩ી
ટીકાર્થ મજ્જનધાત્રી પ્રથમ તેલ વડે અભંગન કરેલો, પછી બે હાથ વડે સંબોધિત કરેલો (અંગ ચાપેલો), ત્યારપછી પીઠી વગેરે વડે ઉદ્દર્તિત કરેલો (ચોળેલો) અને ત્યારપછી સ્નાન કરાવેલો, એ રીતે તે બાળકને પવિત્ર દેહવાળી કરીને મંડનધાત્રીને આપે છે. I૪૨૩ી
મજ્જનધાત્રી કહી. હવે મંડનધાત્રીત્વનું કરાવવું અને કરવું, તથા નવી સ્થાપેલી ધાત્રીના દોષને પ્રગટ કરવા, એ સર્વ જે પ્રકારે સાધુ કરે છે તે પ્રકારે દેખાડે છે :
म.०- उसुआइएहिं मंडेहिं ताव णं अहव णं विभूसेमि ॥
हत्थिच्चगा व पाए, कया गलिच्चा व पाए वा ॥४२४॥ મૂલાર્થ: પ્રથમ ઇષકાદિક આભરણ વડે આ બાળકને મંડન કર, અથવા હું વિભૂષિત કરું. આ ધાત્રીએ હાથને યોગ્ય ઘરેણાં પગમાં પહેરાવ્યાં અથવા કંઠને યોગ્ય ઘરેણાં પગમાં પહેરાવ્યાં. તેથી આ યોગ્ય નથી. I૪૨૪ો.
ટીકાર્થ : “રૂપુ. બાણના આકારવાળું આભરણ. અન્ય આચાર્ય તેને તિલક કહે છે. આદિ શબ્દથી છરી વગેરેના આકારવાળા આભરણનું ગ્રહણ કરવું. અહીં ભિક્ષા માટે ગયેલા કોઈ સાધુ શ્રાવિકાના ચિત્તને વશ કરવા માટે આભરણ વિનાના બાળકને જોઈ તેની માતાને આ પ્રમાણે કહે કે – “ઇષકાદિક આભરણ વડે પ્રથમ આ બાળકને તું “પંડય' વિભૂષિત કર.” આ મંડનધાત્રીનું કારણ (કરાવવું) થયું. અથવા “જો તું શક્તિવાળી ન હો તો હું વિભૂષિત કરું” આ પોતે મંડનધાત્રીપણાનું કારણ કરવું) થયું. હવે પહેલાની ધાત્રીને સ્થાને નવી સ્થાપન કરેલી મંડનધાત્રીના દોષ કહે છે – ‘ડ્યિTI' હાથને યોગ્ય આભરણો (આ ધાત્રીએ) પગમાં પહેરાવ્યા છે, અથવા સિવા' ગળા (કંઠ)ને યોગ્ય આભરણો પગમાં પહેરાવ્યાં છે, તેથી આ મંડળધાત્રી મંડનને વિશે જાણનારી નથી.” ઇત્યાદિક કરી તેણીનું મંડનધાત્રીપણું ભ્રષ્ટ કરે, ઇત્યાદિક પૂર્વની જેમ જાણવું. //૪૨૪ો.
મંડનધાત્રી કહી. હવે નવી સ્થાપન કરેલી ક્રીડનધાત્રીના દોષને પ્રકટ કરવા તથા ક્રિીડનધાત્રીપણાના કરણ અને કારાપણને જે પ્રકારે સાધુ કરે છે, તે પ્રકારે કહે છે :
मू.०- ढड्ढरसर छुन्नमुहो, मउयगिरो मउयमम्मणुल्लावो ॥
उल्लावणगाईहिं व, करेइ कारेइ वा किडं ॥४२५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org