________________
૨૭૬)
=
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ પો' ઇત્યાદિ રૂપ જે (ગાથા ૪૨૦મા) કહ્યો છે તે સર્વ તે જ પ્રમાણે કહેવો ૪૨૧
આ બાબત અતિસંક્ષેપથી કહી, તેથી વિશેષ કરીને આનો ભાવાર્થ કહેવાને ઇચ્છતા ગ્રંથકાર પ્રથમ મજ્જનધાત્રીપણાનું કરવું અને કરાવવું તથા નવી ધાત્રીના દોષ પ્રગટ કરવા, તેને જે પ્રકારે સાધુ કરે તે પ્રકારે કહે છે : मू.०- लोलइ महीए धूलीए, गुडिओ पहाणि अहव णं मज्झे ॥
जलभीरु अबलनयणो, अइउप्पिलणे अ रत्तच्छो ॥४२२॥ મૂલાર્થ આ બાળક પૃથ્વી પર લોટે છે તેથી ધૂળ વડે ખરડાયો છે, તેને સ્નાન કરાવ, અથવા હું સ્નાન કરાવું, અથવા (ઘણા જળ વડે નવરાવતાં) જળથી બીકણ થશે, નિરંતર (જળ વડે) નવરાવવાથી દુર્બળ નેત્રવાળો અને રક્ત (રાતા) નેત્રવાળો થશે //૪૨રી.
ટીકાર્થ આ બાળક પૃથ્વી પર ‘તોનયતિ' આળોટે છે. તેથી ધૂળ વડે ખરડાયેલો છે, તેથી કરીને તું તેને નવરાવ. આ મજ્જનધાત્રીનું કારણ (કરાવવું) થયું. અથવા જો તું શક્તિવાળી ન હોય તો હું ‘જ્ઞામિ' નવરાવું. આ પોતે મજ્જનધાત્રીપણાનું કરણ થયું. અથવા બીજે પ્રકારે મજ્જનધાત્રીપણાનું કરાવવું કહે છે : કોઈક ધનિકને ઘેર કોઈક મજ્જનધાત્રી હતી તેને ધાત્રીપણાથી દૂર કરી. તેણીને ઘેર કોઈ સાધુ ભિક્ષાને માટે ગયો. તેણીને ધાત્રીપણાથી ભ્રષ્ટ થવા વડે ખેદ પામેલી જોઈને પ્રથમની જેમ પૂછીને તથા પ્રતિજ્ઞા કરીને પછી તે સાધુ ધનિકને ઘેર જઈને નવી નીમેલી મજ્જનધાત્રીના દોષ પ્રગટ કરવા માટે બોલ્યો કે “તમી!' (ગાથા-૪૨૨) ઈત્યાદિ – અતિશય (ઘણા) પાણી વડે ગુપ્ત કરાતો (ઢકાતો)બાળક મોટો થયો સતો પણ નદી વગેરેમાં જળના પ્રવેશ વખતે જલભીરુ (જળથી બીકણ) થાય છે. તથા નિરંતર જળ વડે નવરાવ્યો સતો ‘મવતનયતઃ' દુર્બળ દષ્ટિવાળો અને રાતા નેત્રવાળો થાય છે. અને જો સર્વથા સ્નાન ન કરાવાય તો શરીરબળને ધારણ ન કરે, કાંતિવાળો ન થાય, અને દૃષ્ટિવડે અબળ-નબળી આંખવાળો થાય. અને આ ધાત્રી તો બાળકને અતિ (ઘણા) જળના ઉછાળવા વડે સ્નાન કરાવે છે, તેથી આ બાળકને જળભીરુપણું વગેરે દોષો પ્રાપ્ત થશે. માટે આ મજ્જનધાત્રી યોગ્ય નથી.” આ પ્રમાણે સાધુએ કહે સતે તે નવી સ્થાપેલી મજ્જનધાત્રીને ઘરનો સ્વામી દૂર કરે છે, અને પહેલીને સ્થાપન કરે છે અને તેમ થવાથી તે જ પૂર્વે કહેલા “વ્યટ્ટિયા પોસ' (ગાથા ૪૨૦) ઇત્યાદિ દોષો કહેવા. એ જ પ્રમાણે આગળ પણ પ્રતિગાથાએ ભાવના ભાવવી /૪રરા હવે મજનધાત્રી બાળકને કેવો કરીને મંડનધાત્રીને સોંપે ? તે કહે છે : मू.०- अब्भंगिय संवाहिय, उब्बट्टिय मज्झियं च तो बालं ॥
उवणइ मज्जधाई, मंडणधआईए सुइदेहं ॥४२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org