________________
|| ગૌણ-સમયજ આદિ નામપિંડ ..
ક્રિયાનિમિત્ત. એ ત્રણેય પ્રકારની વ્યાખ્યા પૂર્વે કહી છે. તેમાં પિંડ એવું જે નામ છે તે ક્રિયાનિમિત્ત છે, કેમ કે – “પિંડા (સમૂહ), રૂપ કરવું તે પિંડએવી તેની વ્યુત્પત્તિ થાય છે. તેથી કરીને જ ઉદાહરણો પણ ક્રિયાનિમિત્તવાળાં જ દેખાય છે. - ‘ત પુ’ – ઇત્યાદિ. “ક્ષપળ' - એવું ગૌણ નામ ક્રિયાનિમિત્ત છે. તેમાં ‘કર્મને જે ખપાવે તે ક્ષપણ' એટલે શપક નામના ઋષિ. અહીં પકઋષિની કર્મને ખપાવવારૂપ ક્રિયાને આશ્રયીને તેનું ક્ષપણ એવું નામ પ્રવર્તે છે, તેથી તે ગૌણ નામ કહેવાય છે. એ જ પ્રમાણે બાકીનાં ઉદાહરણોને વિષે પણ ભાવના કરવી.
તથા જે બળે તેનું નામ જવલન એટલે અગ્નિ, જે તપે તે તપન એટલે સૂર્ય, જે વાય અથવા પવિત્ર કરે તે પવન એટલે વાયુ, જે દીપે તે પ્રદીપ એટલે દીવાની કલિલા (જયોત), અહીં ગાથામાં ર' - શબ્દ લખ્યો છે તે બીજાં પણ આવી જાતનાં ઉદાહરણોના સમુચ્ચય માટે લખઅયો છે. ૧] ભાષ્ય.
આ પ્રમાણે સામાન્ય રીતે ગૌણ નામની વ્યાખ્યા કરી. હવે પિંડ એવું ગૌણ નામ અને સમયકૃત નામ એ બેની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે.
पिंडण बहुदव्वाणं, पडिवखेणावि जत्थ पिंडक्खा ॥
સો સમયગો પિંડો, નદત્ત પિંપડિયા પારા (મધ્ય) મૂલાર્થ: ઘણાં દ્રવ્યોનો જે મેળાપ તે પિંડ. ગૌણ નામ કહેવાય છે. વળી જ્યાં પ્રતિપક્ષ ઘણાં દ્રવ્યોના મળવા વિના) પિંડ એવું નામ તે સમયકૃત પિંડ જાણવો. જેમ પિંડપ્રતિપાતનું સૂત્ર છે તેમ. |૨
ટીકાર્થ સમાન જાતિના કે જુદી જાતીના ઘણા કઠિન દ્રવ્યોનું જે પિંડન એટલે એક ઠેકાણે મેળાપ હોય, તેને વિષે પ્રવર્તતું (કહેવાતું) પિંડ એવું જે નામ તે ગૌણ કહેવાય છે, એમ અધ્યાહારથી જાણવું, કેમકે - વ્યુત્પત્તિના નિમિત્તનું તેમાં હોવાપણું છે. તથા “પ્રતિપક્ષેofપ' - અહીં પ્રકરણના વશથી ‘પ્રતિપક્ષ' - શબ્દ કઠિન દ્રવ્યોના મેળાપનો અભાવવાચક જાણવો.
તેથી કરીને તેનો અર્થ આ પ્રમાણે છે - જ્યાં પ્રતિપક્ષે કરીને પણ - ઘણાં દ્રવ્યોના મળવા વિના પિંડ એવું નામ પ્રવર્તે છે જ, તેમાં કાંઈ પણ વિરોધ નથી, એમ ‘પ' - શબ્દનો અર્થ જાણવો. સમય (સિદ્ધાંત)ની પ્રસિદ્ધિ વડે ‘fiડાહ્યા' – પિંડ એ પ્રમાણે જે નામ છે, તે પિંડની સંજ્ઞાવાળો નામપિંડ “સમયકૃત” એમ કહેવાય છે. તેમાં નામ અને નામવાળો એ બંનેના અભેદ ઉપચારથી આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. પરંતુ ઉપચાર ન કરીએ તો આ પ્રમાણે અર્થ કરવો (ક) તે વસ્તુને વિષે તે પિંડ એવું જે નામ તે સમયકૃત છે.
એ જ વાત દેખાડે છે – ‘નદ સુd fપડવિયાર્ડ’ - અહીં “યથા' – શબ્દ ઉપદર્શન અર્થે છે. (જેમ એવા અર્થને વિષે છે) “fiટુ' - એટલે ‘fiડપતિ'નું ગ્રહણ કરવું. (અર્થાત્ પિંડ શબ્દથી પિંડપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org