________________
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / લોકમાં કઠીન પદાર્થોનો એકત્ર સંશ્લેષ (મેળાપ) થાય તે પિંડરૂપે પ્રસિદ્ધ છે. પરંતુ દ્રવવાળા (નરમ) પદાર્થોના સમૂહમાં પિંડ શબ્દ કહેવાતો નથી. તેથી કરીને જે “પિંડારૂપ હોય તે પિંડ એવી વ્યુત્પત્તિનો અર્થ ઘટતો નથી, તેથી તે ગૌણ (નામના પહેલા પ્રકારમાં) નથી, પરંતુ સમયમાં તો તે (દ્રવવાળા પદાર્થોનો સમૂહ, પિંડ તરીકે) પ્રસિદ્ધ છે. તેિ વિષે આચારસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં પહેલા પિડેષણા નામનાં અધ્યયનનાં સાતમા ઉદેશાના સૂત્રમાં આવો પાઠ છે (ક) “તે સાધુ અથવા સાધ્વી પિંડ લેવાને માટે ગૃહસ્થને ઘેર પ્રવેશ કરીને જે પાણીને જુએ, તે આ પ્રમાણે-તિલનું પાણી, તુષનું પાણી વગેરે” અહીં પાણી પણ પિંડ શબ્દવડે સ્વીકાર્યું છે. તેથી પાણી (દ્રવવાળા પદાર્થને વિષે પિંડ એવું નામ સમય (સિદ્ધાંત)માં પ્રસિદ્ધ છે.] આ અન્વર્થ સહિત નથી. તેથી તે સમયજ કહેવાય છે. (૨) વળી જયારે સાધુ કે સાધ્વી ભિક્ષાને માટે ગૃહપતિના ઘેર પ્રવેશ કરીને ગોળનો પિંડ, ભાતનો પિંડ કે સાથવાનો પિંડ પ્રાપ્ત કરે ત્યારે ત્યાં પ્રવર્તેલો પિંડ શબ્દ ઉભયજ કહેવાય છે. કેમકે (તે) સમયમાં પ્રસિદ્ધ છે અને અન્વર્ણયુક્ત પણ છે. (૩) વળી જ્યારે કોઈ મનુષ્યનું પિંડ એવું નામ કરાય છે અને તેનાં શરીરના અવયવોના સમૂહની વિવક્ષા કરાતી નથી ત્યારે તે (પિંડ નામ) અનુભયજ કહેવાય છે. (૪).
હવે ગાથાનો અક્ષરાર્થ કહે છે. જે પિંડ એવું નામ તે ગૌણ છે, અથવા ‘સમયd' - એટલે સમય (સિદ્ધાંત)ને વિષે પ્રસિદ્ધ છે, અથવા “બહુમતિ – ઉભય એટલે ગુણ અને સમય, તેવું છતું જે ઉભય તે “તમય’ – કહેવાય છે. તેના વડે જે કરાએલું તે તદુપયત' - કહેવાય છે. અર્થાત્ સમય પ્રસિદ્ધ અને અન્વર્ણયુક્ત છે. અથવા અહીં ‘પ' - શબ્દ લખેલ છે, તેથી મનુનયન’ - (એટલે) અન્વર્થ રહિત અને સમયમાં અપ્રસિદ્ધ (કહેવાય છે), આ ચારે ભેદોને તીર્થકરો અને ગણધરો નામપિંડ કહે છે. હવે પછી હું સ્થાપનાપિંડને કહીશ. ll
આજ ગાથાને ભાષ્યકાર (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ) વિસ્તારથી વ્યાખ્યાન કરવાને ઇચ્છતા થકા પ્રથમ ગૌણ નામની વ્યાખ્યા કરતા સત્તા ફરમાવે છે.
गुणनिप्फन्नं गोण्णं, तं चेव जहत्थमत्थवी बेंति ॥
तं पुण खवणो जलणो, तवणो पवणो पईवो य ॥१॥ (भाष्य) મૂલાર્થ જે ગુણ વડે બનેલું હોય તે જ ગૌણ નામ છે, એમ અર્થને જાણનારા યથાર્થ કહે છે. વળી તે ગૌણ નામ-ક્ષપણ, જવલન, તપન, પવન અને પ્રદીપ વગેરે છે. આવા
ટીકાર્યઃ ગુણ વડે એટલે પરાધીન વ્યુત્પત્તિના નિમિત્તરૂપ દ્રવ્યાદિ વડે જે બનેલું હોય તે ગૌણ નામ કહેવાય છે. જેના ગુણ વડે બનેલું હોય, તેના ગુણથી કે વસ્તુને વિષે આવેલું નામ તે ગૌણ કહેવાય છે. અહીં ‘તત સાતે' - (સિ. હે. ૬-૩-૧૪૯) સૂત્રથી ગળું - પ્રત્યય થયો છે. (તેથી ગુણ શબ્દનો ગૌણ શબ્દ બનેલ છે.) તે જ ગૌણ નામને ‘કર્થવિ:' - શબ્દાર્થને જાણનાર વિદ્વાનો “યથાર્થ' - યથાર્થ કહે છે. તે ગૌણ નામ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે દ્રવ્યનિમિત્ત, ગુણનિમિત્ત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org