________________
| | ગૌણ-સમયજ આદિ નામપિંડ II જાતિશબ્દવાળા નામોને વિષે ભાવના કરવી, પરંતુ જે જાતિવાચક શબ્દો વ્યુત્પત્તિ રહિત છે અને યથાકથંચિત્ (કોઈપણ પ્રકારે) જાતિવાળાને વિષે રૂઢિને પામેલા (રૂઢ) હોય તે શબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત જ નથી, તો પછી તેવા શબ્દોમાં જાતિ સંબંધી વ્યુત્પત્તિના નિમિત્તનો પ્રસંગ જ ક્યાંથી હોય ? (ન જ હોય) તેથી કરીને જાતિવાચક શબ્દ પરતંત્ર હોવા છતાં પણ શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત નથી. તેથી તે (જાતિ) ગુણના ગ્રહણ વડે ગ્રહણ કરી શકાતી નથી. વળી જે ગોત્વે કરીને સહિત એવા “મન” (બળદવાળો - ગાયવાળો) વગેરે શબ્દો જાતિ-વ્યુત્પત્તિના નિમિત્તવાળા છે તે નામરૂપ નથી, તેથી તેના વડે વ્યભિચાર (દોષ) આવતો નથી. તેથી કરીને કે ગુણથકી આવેલું તે ગૌણ એટલે કે વ્યુત્પત્તિનું કારણ દ્રવ્યાદિક રૂપી (જે ગુણ છે, તે) ગુણને આશ્રીને વસ્તુને વિષે જે નામ પ્રવર્યું હોય તે ગૌણ નામ કહેવાય છે. એવો ભાવાર્થ છે. આ જ નામ લોકને વિષે યથાર્થ (સત્ય) છે એમ કહેવાય છે. (૧). તથા ‘સમય’ - જે અર્થ રહિત હોય અને સમય (સિદ્ધાંત) ને વિષે જ પ્રસિદ્ધ હોય તે સમયજ કહેવાય છે. જેમ ઓદનનું પ્રાકૃતિકા એવું નામ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. (૨) તથા ‘મયનં' જે નામ ગુણ વડે નિષ્પન્ન હોય અને સમયમાં પણ પ્રસિદ્ધ હોય તે ઉભયજ કહેવાય છે. જેમ ધર્મધ્વજનું રજોહરણ એવું નામ છે. આ નામ સમયમાં પ્રસિદ્ધ છે અને અર્થયુક્ત પણ છે. તે આ પ્રમાણે જેના વડે બાહ્ય અને આત્યંતર રજહરણ કરાય તે રજોહરણ કહેવાય છે. તેમાં આ બાહ્ય રજને દૂર કરે છે તે તો પ્રસિદ્ધ જ છે, અને આત્યંતર રજને દૂર કરવામાં વાસ્તવિક રીતે સંયમયોગો જ છે, અને તેઓ (સંયમયોગો)નું કારણ આ ધર્મલિંગ (રજોહરણ) છે. તેથી કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી રજોહરણ કહેવાય છે.
કહ્યું છે કે – “જે કારણ માટે જીવોની બાહ્ય અને આત્યંતર રજને દૂર કરે છે, તે કારણથી કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી રજોહરણ કહેવાય છે. (૧) અહીં રજને હરણ કરનારા તો સંયમયોગી છે. તે (સંયમયોગોરૂપ કાય) નું જે આ કારણ છે, તે કારણથી ઉપચારથી રજોહરણ કહેવાય છે. “રજ એટલે “કર્મ' કહેવાય છે. (૨) (૩) તથા “અનુમય’ - જે (નામ) અર્થરહિત હોય અને સમય (સિદ્ધાંત)માં પણ અપ્રસિદ્ધ હોય તે અનુભયજ કહેવાય છે, જેમકે જેમાં શૂરતાક્રૂરતા આદિ ગુણ (પ કાર્ય)નો અસંભવ છે અને તેથી (સિંહ રૂપ કારણમાં તે કાર્યના) ઉપચારનો પણ અભાવ છે એવા કોઈ પુરૂષનું સિંહ એવું નામ પાડ્યું. અથવા ‘દવો આને આપો' એવી વ્યુત્પત્તિના નિમિત્તનો અસંભવ હોવા છતાં કોઈ પુરૂષનું-દેવદત્ત એવું નામ પાડ્યું (તે અનુભયજ કહેવાય છે.)
એ જ રીતે “fie' - એ શબ્દના ('૫-૩----4) અક્ષરોના સમૂહરૂપ નામ પણ ગૌણ વગેરે ભેદથી ચાર પ્રકારનું છે. તેમાં જ્યારે સજાતીય અથવા વિજાતીય (સેવા) ઘણા કઠીન દ્રવ્યોનો સમૂહ કરવાથી (કરવામાં આવે ત્યારે) પિંડ એવું નામ પ્રવર્તે છે, તે ગૌણ કહેવાય છે. કેમકે વાચ્ય (કહેવા લાયક) પદાર્થમાં વ્યુત્પત્તિનાં નિમિત્તનું વિદ્યમાનપણું હોવાથી (૧) વળી જ્યારે સમયની ભાષાએ કરીને પાણીને વિષે પણ પિડ એવા નામનો પ્રયોગ કરીએ ત્યારે તે સમયજ કહેવાય છે. કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org