________________
I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | ટીકાર્થ : “નામ' એટલે નામપિડ, સ્થાપનાપિંડ, ‘વ્ય' - દ્રવ્યના વિષયવાળો જે પિંડ તે દ્રવ્યપિડ અર્થાત્ દ્રવ્યનો પિંડ, તથા “ક્ષેત્રે' - એટલે ક્ષેત્રનો પિંડ, કાલપિંડ અને ભાવપિંડ “gs:' - આ હમણાં કહેલો પિંડ શબ્દનો નિક્ષેપ છ પ્રકારનો થાય છે. આપણા તેમાં નામપિંડની વ્યાખ્યા કરવા માટે અને સ્થાપનાપિંડનો તો સંબંધ કરવા માટે કહે છે. म.०- गोण्णं समयकयं वा, जं वावि हवेज्ज तदुभएण कयं ॥
तं बिति नामपिंडं, ठवणापिंडं अओ वोच्छं ॥६॥ મૂલાર્થઃ પિડ એવું જે નામ તે ગૌણ, અથવા સમયમાં (સિદ્ધાંતમાં) કરેલું, અથવા તે બન્ને (ગુણ અને સમય) વડે કરેલું હોય, તથા તે બન્ને વડે નહિ કરેલું હોય તેને નામ પિંડ કહે છે. હવે પછી સ્થાપનાપિંડને હું કહીશ liદી
ટીકાર્થ ઃ અહીં ‘fપં' એવા અક્ષરની શ્રેણિરૂપ જે નામ, તે નામપિંડ કહેવાય છે. નામ એવો જે પિંડ (પિંડ એવું જે નામ) તે નામપિંડ એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. આ નામ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ ગૌણ, ૨ સમાજ, ૩ ઉભયજ અને ૪ અનુભયજ. તેમાં ગુણથી જ આવેલું તે ગૌણ કહેવાય છે. હવે આ ગુણ કયો? અને તે ગુણથી આવેલું શી રીતે ? તે બાબત ઉત્તર આપે છે – અહીં શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જે પદાર્થ તે ગુણ કહેવાય છે. હવે આ ગુણ કયો? અને તે ગુણથી આવેલું શી રીતે ? તે બાબત ઉત્તર આપે છે - અહીં શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જે પદાર્થ તે ગુણ કહેવાય છે. જેમકે “વત' - ધાતુ દિપ્તિના અર્થમાં પ્રવર્તે છે. તેથી જવલન શબ્દનો અર્થ દીપન (અગ્નિ) કહેવાય છે. અહીં ગુણ શબ્દ પરતંત્ર કહેવાને ઇચ્છયો છે, પણ રૂપ વગેરેની જેમ પારિભાષિક ઇક્યો નથી. તેથી કરીને પદાર્થને વિષે પ્રવર્તતા જે જે શબ્દો હોય તેની વ્યુત્પત્તિના કારણરૂપ જે દ્રવ્ય, ગુણ કે ક્રિયા હોય તે ગુણ કહેવાય છે. તેમાં શૃંગી (શિખરવાળો પર્વત), દી (દાંતવાળો હાથી), વિષાણી (શીંગડાવાળો બળદ) ઇત્યાદિ શબ્દોમાં વ્યુત્પત્તિના કારણ રૂપ દ્રવ્ય છે, જાતરૂપ એટલે સુવર્ણ, સ્વાદુરસા (સ્વાદિષ્ટ રસવાળી-ઇક્ષુ દ્રાક્ષ) શ્વેત વગેરે શબ્દોમાં વ્યુત્પત્તિનિમિત્ત ગુણ છે. તથા તપન (તપનાર-સૂર્ય) શ્રમણ (શ્રમ લેનાર - સાધુ), દીપ (દેદીપ્યમાન-અગ્નિ) હિંન્ન (હિંસા કરનાર વ્યાપદ), જ્વલન (બળતો અગ્નિ) વગેરે શબ્દોમાં વ્યુત્પત્તિનિમિત્ત ક્રિયા છે. વળી જે જાતિ (જાતિવાચક) છે તે નામની વ્યુત્પત્તિનું નિમિત્ત થતી નથી. પરંતુ પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. જેમ ‘’ – શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ગોજાતિ છે. તે આ પ્રમાણે :
ગો શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત ગમનક્રિયા છે. પણ ગોત્વ (ગાયપણું-જાતિ) વ્યુત્પત્તિનિમિત્ત નથી. કેમકે – “છતીતિ શી' જે ચાલે તે ગો કહેવાય. એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ફક્ત એકાર્થ સમવાયના બળથકી ગમનક્રિયા વડે કરીને ખરી, કોઠ, પૂછડું અને સાસ્ના (ગલકંબલ) વગેરેના સદ્ભાવવાળું પ્રવૃત્તિનું નિમિત્ત ઓળખાય છે. તેથી કરીને ગતિ કરતા અથવા ગતિ ન કરતા એવા પણ ગોપિંડને વિશે ગોશબ્દની પ્રવૃત્તિ થાય છે. એ જ પ્રમાણે સર્વે વ્યુત્પત્તિનિમિત્તવાળા (હોય એવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org