________________
|| પિંડશબ્દના પર્યાયો અને તેનો નિક્ષેપ |
પામ્યો ન હોય ત્યાં વિસ્તારથી નિક્ષેપ કહેવો એવા ન્યાયને દેખાડવાને માટે ‘પક્ષ – શબ્દનું ગ્રહણ કર્યું છે. તે વિષે કહ્યું છે કે “જયાં જે (જટલા) નિક્ષેપને જાણે ત્યાં તે (તેટલા) નિક્ષેપને વિસ્તારથી કહેવા, અને જ્યાં જાણવામાં ન હોય ત્યાં ચાર નિક્ષેપને (જરૂર) કહેવાય છે.' તેથી કરીને અહીં આ કહેવું થાય છે કે – જો છ પ્રકારનો નિક્ષેપ સમ્યફપ્રકારે જાણેલો હોય અને જાણ્યો છતો પણ વિસ્મરણ થયો ન હોય તો ૬ પ્રકારનો નિક્ષેપ કરવો. અન્યથા તો ચાર પ્રકારનો નિક્ષેપ અવશ્ય કરવો. એ પ્રમાણે નિક્ષેપ કરીને (પછી) તે પિંડની પ્રરૂપણા કરવી. અર્થાત્ જે પિંડનો અહીં અધિકાર હોઈ તે પિંડની પ્રરૂપણા કરવી, એવો ભાવાર્થ છે. lal
નામાદિકભેદના સ્થાપન વડે વ્યાખ્યા કરવાનું એ જ ફળ છે કે વિવક્ષિત (કહેવાને ઇચ્છેલા) શબ્દ વડે કહેવા લાયક જેટલા પદાર્થો ઘટતા હોય તે સર્વેને પણ તેના સ્વરૂપ પ્રમાણે છૂટા છૂટા દેખાડીને પછી નામાદિકમાંથી જે કોઈવડે પ્રયોજન હોય તેનો યુક્તિપૂર્વક અધિકાર કરવો અને બાકીનાનો ત્યાગ કરવો, તે વિષે કહ્યું છે કે – “અપ્રસ્તુત પદાર્થને દૂર કરવાથી અને પ્રસ્તુત પદાર્થનું વ્યાખ્યાન કરવાથી નિક્ષેપ સફળ થાય છે.” અહીં “ચાર પ્રકારનો અથવા છ પ્રકારનો નિક્ષેપ કરવો એમ કહ્યું છે, તેમાં તેનું સ્વરૂપ દેખાડ્યા વિના તે ચાર પ્રકારના કે છ પ્રકારના નિક્ષેપને શિષ્યો સ્વયં જાણવાને શક્તિમાન થતા નથી, તેથી તેનું સ્વરૂપ અવશ્ય દેખાડવું જોઈએ. તેમાં છ પ્રકારના નિક્ષેપનું સ્વરૂપ દેખાડવાથી ચાર પ્રકારના નિક્ષેપનું સ્વરૂપ તેની અંદર આવી ગયેલું હોવાથી દેખાડેલું જ કહેવાય છે. તેથી તે છ પ્રકારનો જ નિક્ષેપ હવે બતાવાય છે. તેને દષ્ટાંતપૂર્વક પ્રતિપાદન કરવાને ઇચ્છતા છતા કહે છે -
मू.०- कुलए उ चउब्भागस्स संभवो छक्कए चउण्हं च ॥
नियमेण संभवो अस्थि छक्कगं निक्खिवे तम्हा ॥४॥ મૂલાર્થ જેમ કુલકને વિષે ચોથા ભાગનો અવશ્ય સંભવ હોય છે, તેમ છ પ્રકારના નિક્ષેપને વિષે ચાર પ્રકારના નિક્ષેપનો અવશ્ય સંભવ હોય છે. તેથી છ પ્રકારનો નિક્ષેપ કહું છું. II
ટીકાર્થ જેમ ચાર સેતિકાના પ્રમાણવાળા એક કુલકને વિષે તેનો ચોથો ભાગ જે એક સેતિકા, તેનો સંભવ એટલે વિદ્યાનાનપણું અવશ્ય હોય છે, તેમ છ પ્રકારના નિક્ષેપને વિષે ચાર પ્રકારના નિક્ષેપનો અવશ્ય સંભવ હોય છે. તેથી તે છ પ્રકારના જ નિક્ષેપની પ્રરૂપણા કરું છું. કેમકે – તેની પ્રરૂપણા કરવાથી તે ચતુષ્કરૂપ નિક્ષેપની પ્રરૂપણા પણ આવી જાય છે, એ એનો ભાવાર્થ છે. ll૪ો. પ્રતિજ્ઞા કરેલાને જ નિર્વહ છે, અર્થાત્ છ પ્રકારના નિક્ષેપને કહે છે - मू.०- नाम ठवणापिण्डो दब्वे खेत्ते य कालभावे य ॥
एसो खलु पिंडस्स उ, निक्खेवो छव्विहो होइ ॥५॥ મૂલાર્થ: નામપિડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ, ક્ષેત્રપિંડ, કાલપિડ અને ભાવપિંડ આ છ પ્રકારે પિંડનો નિક્ષેપ છે. //પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org