________________
| ક્ષીરધાત્રીકરણ અને તેના દોષો |
(૨૭૩
સતો ‘તમાં ગૃહસ્વામી વગેરેની સમક્ષ તે બાળકને જોઈને કહેવા લાગ્યો. ૪૧ શું કહેવા લાગ્યો? તે કહે છે : मू.०- अहुणुट्ठियं व अणवि-क्खियं व इणमं कुलं तु मन्नामि ॥
पुन्नेहिं जदिच्छाए तरईं बालेह सूएमो ॥४१७॥ મૂલાર્થ આ તમારું કુળ હમણાં ઉત્પન્ન થયું છે, અથવા અનવેક્ષિત (અજાણું) છે, એમ હું માનું છું. પુણ્ય વડે કે યદચ્છાએ આ બાળક વડે ક્ષેમ વર્તે છે. એમ અમે જાણીએ છીએ. I૪૧૭
ટીકાર્થ ? હું આ પ્રમાણે માનું છું, કે “ આ તમારું કુળ “મધુન સ્થિત' હમણાં જ ઊડ્યું છે એટલે ધનાઢ્ય થયું છે. વળી જો પરંપરાથી આવેલી લક્ષ્મીવાળું આ હોત, તો પરંપરાએ કરીને ધાત્રીના લક્ષણ જાણવામાં કુશળ કેમ ન હોય? એ ભાવાર્થ છે. અથવા ‘અનવેક્ષિત' મહતરપુરુષોએ અપરિભાવિત એટલે નહિ જાણેલું છે. તેથી કરીને જ જેવી તેવી ધાત્રી રાખવામાં આવે છે. આ બાબત અમે અયોગ્યધાત્રીના સ્તનપાનથી કાંતિરહિત આ બાળક વડે ‘સૂયામ:' જાણીએ છીએ. તેથી આવા પ્રકારની ધાત્રીવાળું પણ આ કુળ ‘તરત’ ક્ષેમકુશળ વર્તે છે તે ઉપરથી હું માનું છું કે – પૂર્વજન્મમાં કરેલા પુણ્ય વડે કે – યદેચ્છાએ – સહજતયા ક્ષેમ વર્તે છે ૪૧
આ પ્રમાણે સાધુએ કહે સતે સંભ્રત (ભ્રાંતિ) સહિત તે બાળકની માતા કે પિતા સાધુ પ્રત્યે બોલે કે - “હે ભગવન્! (પૂજય) ધાત્રીના કયા દોષો છે?” ત્યારે તે સાધુ ધાત્રીના દોષો કહે છે :
मू.०- थेरी दुब्बलखीरा, चिमिढो पेल्लियमुहो अइथणीए ॥
तणुई उ मंदखीरा, कुप्परथणियाए सूईमुहो ॥४१८॥ મૂલાઃ સ્થવિરધાત્રી દુર્બળ ક્ષીરવાળી હોય, તો બાળક દુર્બળ થાય છે, અતિ સ્તનવાળી હોય તો પ્રેરિતમુખવાળો તે ચિપટા મુખવાળો થાય છે, કૃશ શરીરવાળી હોય તો અલ્પક્ષીરવાળી હોય છે, અને કૂર્ધરસ્તનવાળી હોય તો સૂચિમુખવાળો થાય છે. ૪૧૮
ટીકાર્થ જે ધાત્રિ સ્થવિરા (વૃદ્ધા) હોય તે ‘મવતીરા' નિર્બળ ક્ષીરવાળી હોય છે, તેથી બાળક બળવાન થતો નથી, વળી જે અતિ-પ્રમાણાતીત સ્તનવાળી હોય તો તેણીનું સ્તનપાન કરતો બાળક તે સ્તન વડે (સ્તનના ભાર વડે) ‘રિતમg:' મુખના અવયવરૂપ ઓષ્ઠ અને નાસિકા ચંપાયેલાદબાયા હોય એવો અર્થાત્ ચપટી નાસિકાવાળો થાય છે. વળી જે શરીર વડે કૃશ હોય તે “મન્દ્રક્ષીરા' અલ્પ ક્ષીરવાળી હોય છે, તેથી બાળક તેણી પાસેથી પરિપૂર્ણ દૂધ પામતો નથી, અને તેના અભાવથી સીદાય છે. તથા જે કૂરિસ્તનવાળી (કોણીની જેવા લાંબા સ્તનવાળી) હોય, તેણીના ક્ષીરને પીતો બાળક સૂચીમુખવાળો થાય છે. કેમકે – તે મુખને લાંબુ પસારીને તેણીનું સ્તન્ય પીએ છે, તેથી તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org