________________
ક્ષીરપાત્રીકરણ અને તેના દોષો છે.
(૨૭૧
મૂલાર્થ દૂધના આહારવાળો (આ બાળક) રૂવે છે, તેથી ભિક્ષાની આશા રાખનાર મને ભિક્ષા આપ. પછી તેને સ્તન્ય પાજે. અથવા મને પાછી આપજે. અથવા મારે ભિક્ષા વડે સર્યું. હું ફરીથી અહીં આવીશ. I૪૧રો
ટીકાર્થ : પૂર્વના પરિચયવાળા ઘરે પ્રવેશ કરીને સાધુ રોતા બાળકને જોઈ તેની માતાને આ પ્રમાણે કહે કે - “આ બાળક હજી ક્ષીરના આહારવાળો છે, તેથી ક્ષીર વિના દુઃખી થઈને “વિતિ' રોવે છે. એટલે આરડે છે. તેથી ‘સૂતારાય' ભિક્ષાના લાભના મનોરથ કરનારા મને જલદી ભિક્ષા આપ. અને પછી ‘’ આ બાળકને “ઉત્તે’ સ્તન્ય પાજે. અથવા પ્રથમ જ આને સ્તનપાન કરાવ, પછી મને ભિક્ષા આપ. અથવા હમણાં મારે ભિક્ષાએ કરીને સર્યું, બાળકને સ્તન્ય પા. હું વળી ફરીથી ભિક્ષા માટે આવીશ. //૪૧રા. તે આ પ્રમાણે : मू.०- मइमं अरोगि दीहा-उओ य होइ अविभाणिओ बालो ॥
दुल्लभयं खु सुयमुहं, पिज्जाहि अहं व से देमि ॥४१३॥ મૂલાર્થઃ અપમાન નહિ કરેલા બાળક બુદ્ધિમાન. આરોગી અને દીર્ધાયુષ થાય છે. પુત્રનું મુખ દુર્લભ છે. માટે તેને પા અથવા હું તેને આપું. l૪૧૩
ટીકાર્થ ‘મવિમાનિત:' નહિ અપમાન કરેલો બાળક મતિમાનું, આરોગી અને દીર્ઘ આયુષ્યવાળો થાય છે, અને અપમાન કરેલો હોય તો તેથી વિપરીત થાય છે. તથા લોકને વિષે “સુતપુર્વ' પુત્રના મુખનું દર્શન દુર્લભ છે. તેથી બીજા સર્વ કામ મૂકીને તું આ બાળકને સ્તનપાન કરાવ. જો તું ન પાય, તો હું તે બાળકને ક્ષીર આપું, અથવા બીજી પાસે સ્તનપાન કરાવું. અહીં ‘મદં વા ફેમ' (અથવા હું તને આપું) એમ કહેવા વડે સાધુનું સ્વયંકરણ ધાત્રીપણું એટલે પોતે ધાત્રીપણું કરવું દેખાડ્યું, શેષ પાદ વડે કારાપણ એટલે કરાવવું દેખાડ્યું. ll૪૧all અહીં દોષને કહે છે: मू.०- अहिगरण भद्द पंता, कम्मुदय गिलाणए य उड्डाहो ॥
चड्डकारी य अवनो, नियगो अन्नं च णं संके ॥४१४॥ મૂલાર્થઃ જો તે ભદ્રિક હોય તો અધિકરણ કરે, અને પ્રાંત (અધર્મી) હોય તો વેષ કરે. વળી જો તે બાળક કર્મના ઉદયથી ગ્લાન થાય તો ઉદ્દાહ થાય. અથવા ચાટુકારી છે એમ અવર્ણવાદ થાય, તથા પોતાનો પુરુષ અન્ય શંકા કરે II૪૧૪
ટીકાર્થ ઃ જો તે બાળકની માતા ‘પદ્મા' ધર્મિષ્ઠ હોય તો પૂર્વે કહેલા સાધુના વચનથી રાગવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org