________________
૨૬૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. જેને ઈષ્ટ અનુકૂળ હોય, તેનાથી વિહિત એટલે કરેલી જે ઉત્પત્તિ તે ‘વત્તા' અચિત્ત દ્રવ્ય ઉત્પાદના કહેવાય છે, તથા જે “દીપાવીનાં દાસ વગેરે દ્વિપદાદિક “માડાના' અલંકારાદિકે કરીને સહિત હોય તેને વેતન (પગાર) આપવા વડે જે આત્મીયપણાએ કરીને કરેલી ઉત્પત્તિ તે “નિશા' મિશ્રદ્રવ્યોત્પાદના કહેવાય છે I૪૦૬ll
આ પ્રમાણે દ્રવ્ય ઉત્પાદના કહી. હવે ભાવ ઉત્પાદનને કહે છે : मू.०- भावे पसत्थ इयरो, कोहाउप्पायणा उ अपसत्था ॥
कोहाइजुथा धाया ईणं च नाणाइ उ पसत्था ॥४०७॥ મૂલાર્થ : ભાવને વિષે પ્રશસ્ત અને અપ્રશસ્ત (એમ) બે પ્રકારે છે. તેમાં ક્રોધાદિકની અથવા ક્રોધાદિ સહિત એવી ધાત્રીત્વાદિની જે ઉત્પાદનો તે અપ્રશસ્ત છે. તથા જે જ્ઞાનાદિકની ઉત્પાદના તે પ્રશસ્ત છે ૪૦થા
ટીકાર્થ: “માવે' ભાવના વિષયવાળી ઉત્પાદના બે પ્રકારે છે. તે આ પ્રમાણે : પ્રશસ્ત અને ફતર' અપ્રશસ્તઃ તેમાં જે ક્રોધાદિની અથવા ક્રોધાધિ સહિત એવું ધાત્રીપણું વગેરેની જે ઉત્પાદન તે અપ્રશસ્ત છે. તથા જે “જ્ઞાનાવેઃ' જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્પાદન તે પ્રશસ્ત છે. //૪૦
અહીં અપ્રશસ્ત ભાવઉતાદનાનો અધિકાર છે, કેમકેપિંડના દોષો કહેવાનું શરૂ કર્યા છે. તે ઉત્પાદનના સોળ ભેદ છે. તેથી સોળ ભેદોને જ બે ગાથા વડે કહે છે : मू.०- धाई दूई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य ॥
कोह माणे माया, लोभे य हवंति दस एए ॥४०८॥ पुचि पच्छा संथव, विज्जा मंते य चुन्न जोगे य ॥
उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य ॥४०९॥ મૂલાર્થઃ ૧. ધાત્રી, ૨. દૂતી, ૩. નિમિત્તિ, ૪. આજીવ, ૫. વનપક, ૬. ચિકિત્સા, ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા અને ૧૦. લોભ, આ દેશ છે. ૪૦૮ તથા ૧૧. પૂર્વપશ્ચાત્સસ્તવ, ૧૨. વિદ્યા, ૧૩. મંત્ર, ૧૪. ચૂર્ણ, ૧૫. યોગ અને ૧૬. મૂળકર્મ આ ઉત્પાદનના દોષો છે. ૪૦૯માં
ટીકાર્થ : - ૧-ધાત્રી' બાળકને પાળનારી, અહીં ધાત્રીપણું જે કરવું અથવા કરાવવું તે ધાત્રી શબ્દ કરીને કહેલું છે એમ જાણવું. કેમકે - તેવા પ્રકારે કહેવાની ઇચ્છા છે. એ જ પ્રમાણે દૂતી શબ્દની પણ ભાવના કરવી. (તેમાં) વિશેષ તફાવત એ કે – ૨. દૂતી એટલે બીજાના સંદેશાને કહેનારી. ૩. “નિમિત્ત' અતીત (ભૂતકાળ) વગેરે અર્થને જાણવાના હેતુરૂપ શુભ અશુભ ચેષ્ઠાદિક; તથા વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org