________________
૨૬૬)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ (૧૮), નવને મિથ્યાત્વાદિક ત્રણ વડે ગુણવા (૨૭), સત્તાવીશને રાગદ્વેષ વડે ગુણવા (૨૭), નવને શ્રમણધર્મ-ક્ષાંત્યાદિ દશ વડે ગુણવા (૯૦), નેવુંને જ્ઞાનાદિક ત્રણ વડે ગુણવા (૨૭૦).” વળી દર્શનને સ્થિર કરવા માટે, ઘણા શેષ (બાકીના) શાસ્ત્રની અવગાહના કરવા માટે અને ચારિત્રને માટે જે કોટિ સેવવામાં આવે, તે સામાન્યથી ચારિત્રના નિમિત્તવાળી કોટિમાં અંતર્ભાવ કરાય છે, તેથી કરીને સૂત્રમાં કહેલ ભેદની સંખ્યાના નિયમનો વ્યાઘાત થતો નથી. ૪૦રી. - હવે ઉદ્ગમ દ્વારના દોષોનો અને કહેવાશે એવા ઉત્પાદનાદ્વારના દોષોનો જેનાથી સંભવ (ઉત્પત્તિ) થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા એવા તે દોષોને પૃથપણે કહે છે :
मू.०- सोलस उग्गमदोषे गिहिणो उ समुट्ठिए बियाणाहि ॥
___ उप्पायणाए दोसे, साहूउ समुट्ठिए जाण ॥४०३॥ મૂલાર્થ સોળ ઉદ્ગમના દોષો, ગૃહસ્થોથી ઉત્પન્ન થયેલા જાણ અને ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થયેલા જાણ. ૪૦૩
ટીકાર્થઃ આ હમણાં કહેલા સોળ સંખ્યાવાળા ઉદ્દગમના દોષોને ગૃહસ્થોથકી ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ. તે આ પ્રમાણે આધાકર્માદિક દોષ વડે દૂષિત થયેલ ભક્તાદિને ગૃહસ્થો જ કરે છે. વળી જે ઉત્પાદનના દોષો આગળ કહેવામાં આવશે, તેને “સાધુતઃ' સાધુથી ઉત્પન્ન થયેલા તું જાણ. કેમકે – ધાત્રીપણું વગેરે દોષોનું સાધુઓ વડે જ કરવાપણું (સંભવે) છે ll૪૦૩ આ પ્રમાણે ઉદ્ગદ્વાર કહ્યું. હવે ઉત્પાદના દ્વાર કહેવાનું છે. તેમાં પ્રથમ ઉત્પાદનાને કહે છે. પૂ. - UT UT વિપ, માવે ૩Mયપ મુવવ્યા
दव्वम्मि होइ तिविहा, भावम्मि उ सोलसपया उ ॥४०४॥ મૂલાર્થઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિષે ઉત્પાદના જાણવી. તેમાં દ્રવ્યને વિષે ત્રણ પ્રકાર અને ભાવને વિષે સોળ પદવાળી જાણવી. II૪૦૪ll
ટીકાર્થ : ઉત્પાદના ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે ‘ા તિ' નામ ઉત્પાદનો, સ્થાપના ઉત્પાદના “ચે’ દ્રવ્યથી ઉત્પાદન અને ‘મા’ ભાવની ઉત્પાદનો તેમાં નામ અને સ્થાપના તથા દ્રવ્યની ઉત્પાદના તે યાવત્ નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યોત્પાદના પ્રથમ કહેલ ગવેષણાદિકની જેમ ભાવવી (જાણવી) પરંતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યોત્પાદના ત્રણ પ્રકારે છે : સચિત્ત દ્રવ્યોત્પાદના અચિત્ત દ્રવ્યોત્પાદન અને મિશ્રવ્યોત્પાદના, તથા ભાવોત્પાદના બે પ્રકારે છે. તે આ પ્રમાણે – આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી ઉત્પાદના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો તથા નોઆગમથી, ભાવોત્પાદના બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org