________________
| નવકોટિ, અઢાર કોટિ આદિ ભેદો .
(૨૬૫ મૂલાર્થ : નવ, અઢાર, સત્તાવીશ તથા ચોપન, નેવું તથા બસો ને સીત્તેર એ પ્રમાણે કોટિના ભેદ થાય છે. ll૪૦ર:
ટીકાર્થઃ પ્રથમ તો નવ કોટિ હોય છે. તે આ પ્રમાણે – પોતે હણવું, બીજા પાસે હણાવવું અને બીજા વડે હણાતાની અનુમોદના કરવી (૩), તથા પોતે રાંધવું, બીજાની પાસે રંધાવવું અને બીજા વડે રંધાતાની અનુમોદના કરવી (૬), તથા પોતે ખરીદવું, બીજા પાસે ખરીદાવવું અને બીજા વડે ખરીદાતાની અનુમોદના કરવી (૯), અહીં પહેલી છ અવિશોધિકોટિ છે અને છેલ્લી ત્રણ વિશોધિકોટિ છે, આ નવે પણ કોટિને કોઈ રાગ વડે સેવે અને કોઈ દ્વેષ વડે સેવે; તેથી નવને બે વડે ગુણવાથી અઢારકોટિ થાય છે. (૧૮) અથવા આ પ્રમાણે તે (નવ) કોટિને કોઈક મિથ્યાદષ્ટિ કુશાસ્ત્રના સંગથી ઉત્પન્ન થયેલ વાસનાના વશથી નિઃશંકપણે સેવે, કોઈક સમ્યગૃષ્ટિ વિરતિવાળો હોય તે અનાભોગાદિકના કારણથી એટલે અજ્ઞાનથી સેવે, તથા કોઈક સમ્યગૃષ્ટિ વિરતિવાળો હોયે સતે અનાભોગાદિકના કારણથી એટલે અજ્ઞાનથી સેવે, તથા કોઈક સમ્યગ્દષ્ટિ હોયે સતે અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સતો સેવે, તેથી મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ વડે નવને ગુણવાથી સત્તાવીશ કોટિ થાય છે. અહીં રાગદ્વેષની જુદી વિવેક્ષા રાખી નથી-રાગદ્વેષને જુદા કહ્યા નથી. (૨૭) જ્યારે રાગદ્વેષને જુદા કહેવાને ઇચ્છીએ ત્યારે તે બે વડે સત્તાવીશને ગુણવાથી ચોપન કોટિ હોય છે (૫૪). તથા તે જ નવ કોટિને કદાચ પુષ્ટ આલંબનને આશ્રીને ક્ષાત્યાદિક દશ પ્રકારના ધર્મને પાલન કરવા માટે સેવે. જેમકે- “દુભિક્ષમાં અને કાંતારમાં બીજા ફળાદિકનો આહાર કરવા વડે હું શરીરને ધારણ કરીને પછી ક્ષતિ, માર્દવ, આર્જવ વગેરે યાવત્ બ્રહ્મને પાળીશ.” એમ ધારીને હણે, એ જ પ્રમાણે બીજા પાસે હણાવે ઇત્યાદિ પણ ભાવવું. તેથી નવને દશ વડે ગુણવાથી નેવું કોટિ થાય છે, અને આ કોટિ સામાન્યથી ચારિત્રના નિમિત્તવાળી છે. (૯૦) વળી કોઈક ચારિત્રના નિમિત્તવાળી અને વિશિષ્ટ જ્ઞાનના લાભના સંભવના નિમિત્તવાળી છે. જેમકે – “આ કાંતારાદિકમાં આ ફલાદિકનો આહાર કરવા વડે હું શરીરને ધારણ કરી શાંત્યાદિક ધર્મનું પાલન કરીશ, અને ઘણાં શાસ્ત્રોને ભણીશ.” એમ વિચારીને હણે... વગેરે જ્ઞાનનું પ્રાધાન્યપણું કહેવાની ઇચ્છા હોવાથી જ્ઞાન નિમિત્તવાળી આ કોટિ કહેવાય છે. વળી કોઈક ચારિત્રના નિમિત્તવાળી અને (કોઈક) દર્શનને સ્થિર કરવાના હેતુરૂપ શાસ્ત્રાર્થના જ્ઞાનની નિમિત્તવાળી પણ હોય છે. જેમકે – “આ કાંતારાદિમાં આ ફલાદિકનો આહાર કરવા વડે શરીરનું પાલન કરીને પછી હું ક્ષાંત્યાદિક ધર્મને પાળીશ અને દર્શનને નિર્મળ કરીશ” એમ વિચારીને હસે.. ઇત્યાદિ. આ કોટી દર્શનના પ્રાધાન્યપણાની વિવક્ષાવાળી હોવાથી દર્શનના નિમિત્તવાળી કહેવાય છે. તેથી કરીને આ પ્રમાણે તે નેવું કોટિ ત્રણ પ્રકારે થઈ. (એટલે કે – જ્ઞાન, દર્શન અને ચારિત્રના નિમિત્તવાળી થઈ, તેથી તે નેવુંને ત્રણ વડે ગુણવાથી બસો ને સીત્તેર કોટિ થઈ (૨૭૦) કહ્યું છે કે – “છું મિચ્છા રાખું સમાધH નાખi નવ નવ સત્તાવીસ', નવ નડે ૩ ગુખ શા' નવને રાગદ્વેષ વડે ગુણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org