________________
૨૬૨)
I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ / દૂષિત હોય તે માત્ર એટલું જ સારી રીતે જાણીને ત્યાગ કરે તથા જો લક્ષમાં ન આવે તેવા સમાન વર્ગગંધાદિકપણાએ કરીને પૃથફ જાણવાને અશક્ય એવા ભક્ત વડે મિશ્ર હોય અથવા “દવેન' તક્રાદિક દ્રવવસ્તુ વડે મિશ્ર હોય તો તે સર્વનો પણ વિવેક (ત્યાગ) કરવો. સર્વથા વિવેક કર્યા છતાં જો કદાચ કેટલાક સૂક્ષ્મ અવયવો લાગેલા હોય, તો પણ તે પાત્રમાં ત્રણ કલ્પ કર્યા વિના પણ બીજે ઠેકાણેથી ગ્રહણ કરતો સાધુ શુદ્ધ જ છે. કેમકે-ત્યાગ કરેલું ભક્તાદિક વિશોધિકોટિવાળું છે. ૩૯પા
વિવેક ચાર પ્રકારે હોય છે, તે આ પ્રમાણે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી; અને તે પ્રમાણે કહ્યું છે કે :
मू.०- दव्वाइओ विवेगो, दवे जं दव्व जं जहिं खेत्ते ॥
___ काले अकालहीणं असढो जं पस्सई भावे ॥३९६॥ મૂલાર્થ દ્રવ્યાદિક વિવેક આ પ્રમાણે – જે દ્રવ્ય ત્યાગ કરાય તે દ્રવ્યવિવેક, જે ઠેકાણે જે દ્રવ્ય ત્યાગ કરાય તે ક્ષેત્રવિવેક, કાળવિલંબ વિના ત્યાગ કરાય તે કાળવિવેક અને અસઠ એવા સાધુ જેને દોષવાળું જુએ તે ભાવવિવેસ જાણવો. ૩૯૬ll
ટીકાર્થ: “વ્યાતિ' દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિષયવાળો (એમ ચાર પ્રકારે) વિવેક છે. તેમાં જે દ્રવ્યનો ત્યાગ કરવો તે દ્રવ્યવિવેક, તથા ત્યાગ કરવા લાયક વસ્તુ જે ક્ષેત્રમાં ત્યાગ કરાય તે ક્ષેત્રવિવેક, કેમકે-ક્ષેત્રને વિષે જે વિવેક તે ક્ષએ=વિવેક એવી વ્યુત્પત્તિ (સમાસ) થાય છે, તથા જે વિશોધિકોટિના દોષથી દૂષિત થયેલું હોય તેને “માનહીનં' શીધ્રપણે ત્યાગ કરાય, તે કાળથી વિવેક કહેવાય છે અહીં જે વખતે જ દોષથી દૂષિત ભક્તાદિક જાણવામાં આવ્યું, તે જ વખતે કાળનો વિલંબ કર્યા વિના તજવું અથવા ત્યાગ કરવાની બુદ્ધિથી જુદા સ્થાનને વિષે કરવું (મૂકવું) નહિ તો ભાવથી તેનો પરિગ્રહ થવાથી સંયમની હાનિનો પ્રસંગ આવે. તેથી ‘Icતહીન' એમ કહ્યું. તથા જે “મશ:' રાગદ્વેષ રહિત સતો દોષથી દૂષિતને જૂએ અને જોઈને અકાલીન - શીધ્રપણે ત્યાગ કરે તે “પાવે' ભાવથી વિવેક કહેવાય છે. ૩૯દો.
અહીં નિર્વાહ સતે વિશોધિકોટિના દોષથી મિશ્ર એવું ભક્તાદિ સર્વ ત્યાગ કરવું જોઈએ, પરંતુ નિર્વાહ ન થાય તો તેટલું જ (દોષવાળું જ) માત્ર તજવું. તેને વિષે વિધિને દેખાડવાની ઇચ્છાવાળા પ્રથમ ચતુર્ભગીને કહે છે :
मू.०- सुक्कोल्लसरिसपाए, असरिसपाए य एत्थ चउभंगो ॥
तुल्ले तुल्लनिवाए, तत्थ दुवे दोन्नऽतुल्ला उ ॥३९७॥ મૂલાર્થ : અહીં શુષ્ક અને આર્દૂિનો સંદેશ (સમાન) પાત (પડવું થયે) સતે તથા અસદેશ (અસમાન) પાત સતે ચાર ભંગ થાય છે. તેમાં તુલ્ય સતે તુલ્યનિપાતમાં બે ભંગ, અને અતુલ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org