________________
| ઉદ્દગમની વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિઓ ! (૨૬૧ નહિ વર્ષે. તેથી કરીને (એમ ધારીને) ગુરુ મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામી સૌવીર, ઓસામણ અને તંડુલોદક પણ આધાકર્મ છે, એમ જણાવવા માટે તઘર' સૌવીરાદિકનું ગ્રહણ વિશેષ કરીને કરે છે. (એ પણ ન કલ્પે, એમ ભાર દઈને કહે છે.) ૩૭-૩૮-૩લા (ભાષ્ય ગાથા) આ પ્રમાણે અવિશોધિકોટિ કહી. હવે વિશોધિકોટિને કહે છે : मू.०- सेसा विसोहीकोडी भत्तं पाणं विगिंच जहसत्तिं ॥
अणलक्खिय मीसदव्वे, सव्वविवेगेऽवयवसुद्धो ॥३९५॥ મૂલાર્થઃ બાકીની વિશોધિકોટિ છે. તેમાં યથાશક્તિ (શજ્યનુસાર) ભક્ત અને પાનનો ત્યાગ કર. અથવા નહિ જાણવાથી મિશ્રદ્રવ્ય થયું હોય તો સર્વનો વિવેક (ત્યાગ) કરવો. તેમાં કાંઈક અવયવ રહી જાય તો તે શુદ્ધ છે. ૩૯પા
ટીકાર્થઃ “શેષ' એટલે બાકીનું નવ પ્રકારનું ઔધોશિક અને વિભાગીદેશિક એટલે ઉપકરણપૂતિ, મિશ્રનો પહેલો ભેદ, સ્થાપના, સૂક્ષ્મપ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રિીત, પ્રામિત્યક, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિકૃષ્ટ અને અધ્યવપૂરકનો પહેલો ભેદ, એ પ્રમાણેની વિશોધિકોટિ : એટલે કે – “જે (ભક્ત) ત્યાગ કરે સતે બાકીનું શુદ્ધ ભક્ત વિશુદ્ધ થાય, અથવા જે ત્યાગ કરે સતે ત્રણ કલ્પ કર્યા વિનાનું પાત્ર પણ વિશુદ્ધ થાય, તે વિશોધિ કહેવાય છે (તેનો સમાસ આ પ્રમાણે કરવો કે-) વિશોધિ એવી જે કોટિ એટલે ભેદ તે વિશોધિકોટિ કહેવાય છે. કહ્યું છે કે –
"उद्देसियम्मि नवगं, उवगरणे जं च पूइयं होई ।। जावंतियमीसगयं च अज्झोयरए य पढमपयं ॥१॥ परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इय । अच्छिज्जे अणिसिठे, पाओयर कीय पामिच्चे ॥२॥
सुहुमा पाहुडिया वि य ठवियगपिंडो य जो भवे दुविहो । सव्वो वि एस रासी, विसोहिकोडी મુળવ્યો રૂા”
[દેશિક સંબંધી નવ, ઉપકરણને વિષે જે પૂતિ હોય તે, યાવંતિકમિશ્રમાં રહેલું, અધ્યવપૂરકનો પહેલો ભેદ, પરિવર્તિત, અભ્યાહત, ઉદૂભિન્ન, માલાપહૃત, આચ્છેદ્ય, અનિસૃષ્ટિ, પ્રાદુષ્કરણ, ક્રિત, પ્રામિત્ય, સૂક્ષ્મપ્રાકૃતિકા તથા જે બે પ્રકારનો સ્થાપિતપિંડ હોય, આ સર્વ રાશિ (સમૂહ) વિશોધિકોટિ જાણવો (૧-૨-૩)] અહીં વિધિ કહે છે: “વિfવ નહf' આ વિશોધિકોટિના વડે જે સ્પર્શ કરાયેલ ભક્ત અથવા પાન હોય તે યથાશક્તિ “વિવિ' તું ત્યાગ કર. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. ભિક્ષાને માટે અટન કરતા સાધુએ પ્રથમ પાત્રમાં શુદ્ધ ભક્ત ગ્રહણ કર્યું હોય. પછી તે જ પાત્રમાં અનાભોગાદિક કારણને વશથી વિશોધિકોટિના દોષથી દૂષિત થયેલું ગ્રહણ કર્યું હોય પછીથી તે કોઈપણ પ્રકારે જણાવવામાં આવ્યું કે - “મેં આ કહેવાને ઇચ્છેલું વિશોધિકોટિના દોષથી દૂષિત ગ્રહણ કર્યું છે.” તે વખતે જો તેના વિના પણ નિર્વાહ ન થાય, તો જે વિશોધિકોટિ દોષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org