________________
૨૬૦)
|| શ્રી પિંડનિક્તિગ્રંથનો અનુવાદ II બનાવી હોય, તે એક ઓદન જ આધાકર્મ થાય છે. પણ બાકીના ઓસામણ, કાંજી વગેરે આધાકર્મ થતા નથી. તેથી તે વડે સ્પર્શ કરાયેલ પૂતિ થતું નથી.” તો તેના તેવા પ્રકારના અભિપ્રાયને દૂર કરવા માટે કહે છે કે – “વન ફત્યાદ્રિ' અહીં સાધુને માટે ઓદન નીપજાવતે સતે તેના સંબંધી જે કાંજી વગેરે છે (હોય), તે પણ આધાકર્મ જ છે. કેમકે તે તેના જ અવયવરૂપ છે. તેથી કરીને કાંજી વડે, આયામ વડે એટલે ઓસામણ વડે અને ચોખાના પાણી વડે જે સ્પર્શ કરાયેલ હોય તે પણ પૂતિ થાય છે. ૩૯૪ આ જ બાબતને ત્રણ રૂપક (ગાથા) વડે ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે કે –
सुक्केणऽवि जं छिककं, तु असुइणा धोवए जहा लोए ॥ इह सुक्केणऽवि छिक्कं, धोवइ कम्मेण भाणं तु ॥३७॥ लेवालेव त्ति जं वृत्तं, जं पि दव्वमलेवडं ॥ तं पि घेत्तुं ण कप्पंति, तक्काइ किमु लेवडं ? ॥३८॥ आहाय जं कीरइ तं तु कम्म, वज्जेहि ही ओयणमेगमेव ॥
सोवीर आयामग चाउलो वा, कम्मं ति तो तग्गहणं करेंति ॥३९॥ (भा.) મૂલાર્થઃ જેમ લોકમાં સુકા પણ અશુચિ પદાર્થ વડે સ્પર્શ કરાયેલ (વસ્ત્ર-પાત્રાદિ) ધોવામાં આવે છે, તેમ અહીં પણ સુકા એવા પણ આધાકર્મ વડે સ્પર્શ કરાએલ પાત્ર ધોવાય છે. (ધોવું જોઈએ) //૩ણા જે અલેપવાળું દ્રવ્ય હોય તે પણ પાત્રમાં ગ્રહણ કર્યા બાદ તે પાત્ર ધોયા વિના કલ્પતું નથી, તો પછી લેપવાળા તકાદિનું તો શું કહેવું? આ કારણથી જ લેપ-અલેપ એમ કહ્યું છે. [૩૮ સાધુને ઉદ્દેશીને જે કરવામાં આવે તે આધાકર્મ ઓદન એક જ સાધુઓ વર્જશે, એમ ધારીને ગુરુ મહારાજે સૌવીર, આયામ અને ચોખા ધોયેલું પાણી પણ આધાકર્મ છે, અને તેને પણ વર્જવાના છે,) એમ જણાવવા માટે તેને ગ્રહણ કર્યો છે. ૩૯ (ભાષ્ય).
ટીકાર્ય સુગમ છે, વિશેષ એ કે પહેલાં રૂપક (ગાથા) વડે “અવયવ એ પદની વ્યાખ્યા કરી. બીજા રૂપક વડે તેવાતેવ' એ પદની વ્યાખ્યા કરી. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે – વાલ, ચણા વગેરે દ્રવ્ય અલેપકૃત છે તે પણ જો પ્રથમ અનાભોગાદિકના કારણથી પાત્રમાં ગ્રહણ કરીને પછી કોઈ પણ પ્રકારે (દોષદૂષ્ટ છે એમ) જાણે સતે તેનો ત્યાગ કરી તે પાત્રને ‘ત્પત્તિ' ત્રણ કલ્પ વડે (ત્રણ વખત) ધોવે છે, તો પછી લેપકૃત તકાદિને ગ્રહણ કરીને ધોવામાં શું કહેવું? તેમાં તો અવશ્ય ત્રણ કલ્પ વડે પ્રક્ષાલન કરવું જોઈએ. એમ જણાવવા માટે પાર્લેપ' (લેપ-અલેપ) એમ કહ્યું. તથા “મુખ્યવૃત્તિએ કરીને સાધુને આશ્રીને જ જે કરવામાં આવે છે, તે જ આધાકર્મ છે. તે સિવાયનું બીજું કાંઈ પણ આધાકર્મ નથી. એની બુદ્ધિ વડે શિષ્યો માત્ર એક ઓદનને જ વર્જશે. બાકીના તંડુલોદકાદિકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org