________________
૨૫૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / નાખેલું હોય તેટલું જો તેમાંથી દૂર કરવામાં આવે, તો તે (શષ રહેલું ભક્ત) વિશોધિ (શુદ્ધ) થાય છે. આ કારણથી જ સ્વગૃહ અને યાવર્થિક વડે મિશ્ર એવો અધ્યવપૂરક વિશોધિકોટિ છે એમ આગળ કહેવાશે. તથા સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર અને એ ઉપલક્ષણથી સ્વગૃહ અને સાધુ વડે મિશ્ર (એવું ભક્ત જો) શુદ્ધ ભક્તની મધ્યે પડેલું હોય તો તે પૂતિ થાય છે. અર્થાત્ તે સમગ્ર ભક્ત પૂતિદોષ વડે દૂષિત થાય છે. તથા વિશોધિકોટિ રૂપ યાવર્થિક અધ્યવપૂરકને છિન્ન કર્યું એટલે જાદું પાડ્યું હોય અર્થાત્ તેમાં જેટલા દાણા કાપેટિકાદિકને માટે પછીથી નાખ્યા હોય, તેટલા દાણા ભાજનમાંથી જુદા કરે સતે અથવા તેટલા કણીયા કાપેટિકાદિકને આપે સતે શેષ-બાકી રહેલ જે ભક્ત, તે સાધુને કહ્યું છે, પરંતુ શેષ (બીજું) એટલે સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર તથા સ્વગૃહ અને સાધુ વડે મિશ્ર એવું અથવપૂરક રૂપ ભક્ત કહ્યું નહિ. આનો ભાવાર્થ આ પ્રમાણે : (પાખંડી કે સાધુ માટે જેટલું વધારે નાખીને બનાવ્યું હોય) તેટલું તે ભક્ત જો ભાજનમાંથી જુદું પાડ્યું હોય કે પાખંડી વગેરેને આપ્યું હોય, તો પણ જે શેષ રહ્યું હોય તે કલ્પ નહિ ૩૯૦ના
હવે ‘જાવંતિ વિસોટી' એ અવયવની વિશેષ વ્યાખ્યા કરે છે : __मू.०- छिन्नम्मि तओ उक्कड्डियम्मि कप्पइ पिहीकए सेसं ॥
आहावणाए दिन्नं च, तत्तियं कप्पए सेसं ॥३९१॥ મૂલાર્થઃ છિન્નને તે સ્થાનથી ઉપાડ્યું હોય અને ભાજનમાંથી જુદું કર્યું હોય તો શેષ રહેલું કલ્પ છે અથવા આભાવના વડે તેટલું આપ્યું હોય તો શેષ રહેલું કહ્યું છે. ૩૯૧
ટીકાર્થઃ વિશોધિકોટિ રૂપ યાદવર્થિક અધ્યવપૂરકને વિષે જેટલું પાછળથી વધારે નાખ્યું હોય, તેટલું તમામ “છિન્ને' જુદું કર્યું હોય, તેમાં રેખા વડે પણ છેદ થઈ શકે છે, તે કહે છે કે – ‘તો ૩૮૫' તેથકી એટલે (તપેલી વગેરે ભાજનરૂપ) પોતાનાં સ્થાનથી “પતે એટલે ઉપાડ્યું સતે (અહીં ઉત્કર્ષિત પોતાના સ્થાનથી ઉપાડીને (તે ભાજનમાંના જ) શેષ ભક્તિની ઉપર નાંખેલું પણ કહેવાય તેમ છે, તેથી બીજું વિશેષણ આપે છે) કે –“પૃથક્વે’ તપેલીમાંથી બહાર કાઢે સતે ‘’ બાકી રહેલું જે ભક્ત હોય તે સાધુને કહ્યું છે. અથવા જો “નામાવના' ઉદ્દેશીને – અપેક્ષા રાખીને (નહિ કે સિક્ય- દાણા વગેરેને ગણાવા વડે) તેટલા પ્રમાણવાળું ભક્ત કાર્પાદિકાદિકને આપ્યું હોય તો તેથી શેષ - બાકી રહેલું સાધુને કહ્યું છે I૩૯૧
આ પ્રમાણે અધ્યવપૂરકદ્વાર કહ્યું છે અને તે કહેવા વડે ઉદ્દગમના સોળે પણ દોષો કહી દીધા. હવે એઓના જ વિભાગને કહે છે : मू.०- एसो सोलस भेओ, दुहा कीरइ उग्गमो ॥
एगो विसोहिकोडी, अविसोही उ चावरा ॥३९२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org