________________
|| અધ્યવપૂરકનો કલ્યાકટ્યવિધિ
(૨૫૭ (ઘરને) માટે નીપજાવે તે પછીથી જેમ સંભવે તેમi' યાવદર્થિક વગેરે ત્રણેને માટે “વતાતિ' ઉતારે એટલે અધિક અધિક તંદુલાદિકને તેમાં નાંખે, તે અધ્યવપૂરક કહેવાય છે. આ જ કારણ માટે આનું મિશ્રજાતથી જુદાપણું છે, કારણ કે મિશ્રજાત તો તે જ કહેવાય કે - જે પ્રથમથી જ યાવદર્થિકાદિને માટે અને પોતાને માટે (પહેલેથી જ) મિશ્ર કરીને નિષ્પાદન કરે. પરંતુ જે પ્રથમ પોતાને માટે આરંભે અને પછી ઘણા અર્થીઓને, પાખંડીઓને કે સાધુઓને આવ્યા જાણી (પછીથી જે) અધિક જળ, તંડુલ વગેરે નાંખે તે અધ્યવપૂરક કહેવાય છે. એમ મિશ્રજાતથી આનો (અપ્પયપૂરકનો) ભેદ છે li૩૮૮ આ ભેદને જ દેખાડે છે: मू.०- तंडुलजलआयाणे, पुप्फफले सागवेसणे लोणे ॥
परिमाणे नाणत्तं, अज्झोयरमीसजाए अ ॥३८९॥ મૂલાર્થ: તંડુલ, જળ, પુષ્પ, ફળ, શાક, વેસન (આટો તથા મસાલનું બને છે તે) અને લવણ આદિને લાવતી વખતે વિવિધ પરિણામ વડે અધ્યવપૂરક અને મિશ્રજાતનું વિવિધપણું જાણવું ૩૮ાા.
ટીકાર્થ : અહીં ‘વ્યત્યયોડાસા' (આ વિભક્તિઓનો વ્યત્યય એટલે ફેરફાર પણ થઈ શકે છે. એવું વચન હોવાથી જેમ ઘટે તેમ ષષ્ઠી અને તૃતિયાના અર્થમાં સપ્તમી લખી છે એમ જાણવું) તેથી તેનો અર્થ આ પ્રમાણે અધ્યવપૂરક અને મિશ્રજાતનું પરસ્પર નાનાપણું, તંડુલ, જળ, પુષ્પ, ફળ, શાક, વેસન અને લવણના “માતાને ગ્રહણ કરવાને કાળે જે વિચિત્ર પરિણામ, તેના વડે (તે પરિમાણ વડે) જાણવું. તે આ પ્રમાણે - મિશ્રજાતને વિષે પ્રથમથી જ તપેલીમાં ઘણું જળ નંખાય છે, ઘણા તંડુલ ખાંડવાદિકે કરીને આરંભ કરાય છે, અને ફળાદિક પણ પ્રથમથી જ ઘણા એકઠાં કરાય છે. જયારે અધ્યવપૂરકને વિષે તો પ્રથમથી પોતાને માટે થોડા તંડુલાદિક પ્રહણ કરાય છે.અને યાવર્થિક વગેરેને નિમિત્તે પછીથી ઘણા તંડુલાદિક નખાય છે. તેથી કરીને તંડુલાદિકને ગ્રહણ કરતી વખતે જે વિચિત્ર પરિમાણ (પ્રમાણ) હોય, તેના વડે મિશ્રજાત અને અધ્યવપૂરકનું નાનાપણું (જુદા પણું) જાણવું ૩૮૯ હવે અધ્યવપૂરકનો કચ્યું અને અધ્યવિધિ કહે છે : मू.०- जावंतिए विसोही, सघरपासंडि मीसए पूई ॥
छिन्ने विसोही दिनम्मि, कप्पड़ न कप्पइ सेसं ॥३९०॥ મૂલાર્થ યાવદર્થિકને વિષે વિશોધિ છે, સ્વગૃહ અને પાખંડી એ બેના મિશ્રમાં પૂતિદોષ છે. તથા વિશોધિવાળું છિન્ન (કાઢીને) દેવામાં આવે તો તે કલ્પ, શેષ કલ્પ નહિ ll૩૯ol
ટીકાર્થ: ‘ાવથ શુદ્ધ ભક્તની અંદર પડેલું (નાખેલું) યાવદાર્થિક વડે મિશ્ર એવું અધ્યવપૂરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org