________________
૨૫૬)
I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , मू.०- निवपिंडो गयभत्तं, गहणाई अंतराइयमदिन्नं ॥
डुंबस्स संतिए वि हु, अभिक्ख वसहीए फेडणया ॥३८७॥ મૂલાર્થ : હાથીનું ભક્ત રાજપિંડ છે, તે ગ્રહણ કરવાથી ગ્રહણાદિક દોષો, અંતરાય અને અદત્તાદાન દોષ લાગે છે. માવત પોતાનું ભક્ત આપે તો પણ તે વારંવાર ગ્રહણ કરવાથી વસતિનું સ્ફોટન થાય. ll૩૮ી .
ટીકાર્થ : અહીં જે હાથીનું ભક્ત છે, તે રાજાનો પિંડ એટલે રાજાનું ભક્ત છે. તેથી રાજાએ અનુજ્ઞા નહિ આપેલાને ગ્રહણ કરવામાં ‘પ્રદાય:' ગ્રહણ, આકર્ષણ, વેષ લઈ લેવો વગેરે દોષો થાય છે. તથા માતાયિ' અંતરાયના નિમિત્તવાળું પાપ સાધુને પ્રાપ્ત થાય છે. કેમકે – મારી આજ્ઞા વિના આ (કાવત) સાધુને પિંડ આપે છે. એમ જાણીને રાજા રોષ પામ્યો તો કદાચ માવતને તેના અધિકારથી ભ્રષ્ટ કરે છે. તેથી માવતનો જે વૃત્તિશ્કેદ થયો તે સાધુને નિમિત્તે થયો. તેથી સાધુને અંતરાયિક પાપ લાગે છે. તથા ‘મતિન્ને ઉત્ત' અદત્તાદાન દોષ લાગે છે. કેમકે - રાજાએ તેની અનુજ્ઞા આપી નથી. તથા ‘ડુણ્ય' માવતને આધીન થયેલો પિંડ માવતે પોતે આપે સતે “સમીક્શ' હંમેશાં જો સાધુ તે પિંડને હાથીના દેખતાં ગ્રહણ કરે, તો મારા કવલ (ભક્ષ)માથી આ મુંડ (સાધુ) પિડને ગ્રહણ કરે છે એમ કદાચ રોષ પામેલો હાથી યથાયોગ માર્ગમાં અટન કરતા તે સાધુને ઉપાશ્રયમાં રહેલા જોઈને તે ઉપાશ્રયનું સ્ફોટન કરે (પાડી નાખે) અને કોઈપણ પ્રકારે સાધુને પામીને મારી પણ નાંખે. તેથી હાથીના દેખતાં માવતને આધીન થયેલ પિંડ પણ ન લેવો. ૩૮ળા આ પ્રમાણે અનિરૃદ્વાર કહ્યું. હવે અથવપૂરકદ્ધાર કહે છે : मू.०- अज्झोयरओ तिविहो, जावंतिय सघरमीस पासंडे ॥
मूलम्मि य पुव्वकये, ओयकई तिण्ह अट्ठाए ॥३८८॥ મૂલાર્થ : અધ્યવપૂરક ત્રણ પ્રકારે છે. યાવંતિક, સ્વગૃહમિશ્ર અને પાખંડ. તેમાં આરંભમાં પ્રથમ પોતાને માટે કરીને પછી તે ત્રણેને માટે ઉતારે ll૩૮૮
ટીકાર્થ : અધ્યવપૂરક ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે : “જ્ઞાતિય તિ' સ્વગૃહ અને મિશ્ર એ બે શબ્દનો અહીં પણ સંબંધ હોવાથી સ્વગૃહ અન યાવદર્થિક વડે મિશ્ર ૧, “સારમી તિ' અહીં સાધુ શબ્દનો અધ્યાહાર છે, તેથી સ્વગૃહ અને સાદુ વડે મિશ્ર ૨, તથા “પાડે તિ' અહીં પણ યથાયોગ્ય સ્વગૃહમિશ્ર શબ્દનો સંબંધ કરવો, એટલે કે – સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર ૩, અહીં સ્વગૃહ અને શ્રમણ વડે મિશ્ર એવો ભેદ સ્વગૃહ પાખંડીમિશ્રણમાં આવી જાય છે તેથી જુદો કહ્યો નથી.આ ત્રણે પ્રકારના અધ્યવપૂરકનું સામાન્ય લક્ષણ કહે છે. “મૂર્તમ' ઇત્યાદિ ‘મૂ' એટલે અગ્નિ સળગાવવો, તપેલીમાં જલ નાંખવું વગેરે રૂપ આરંભમાં ‘પૂર્વ’ યાવદર્થિક વગેરેના આવવા પહેલાં જ પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org