________________
૨૫૪)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ
(૩૮૩
ટીકાર્થઃ હવે ચુલ્લકદ્વારની વ્યાખ્યા કરવાની છે. અહીં કોઈ શંકા કરે કે - મૂળ ગાથામાં બીજા સ્થાનકમાં આ દ્વાર દેખાડ્યું છે, તેને વ્યાખ્યાના સમયમાં પાછળ કેમ રાખ્યું?તેના સમાધાનમાં કહે છે કે – આ દ્વારમાં ઘણું કહેવાનું છે. તેથી તેને વ્યાખ્યાના સમયમાં પાછળ રાખ્યું છે. તેમાં “ગુર:' તીર્થકરાદિક “વવતિ' પ્રરૂપણા કરે છે કે – તે ચુલ્લક બે પ્રકારે છે, તે આ પ્રમાણે સ્વામી સંબંધી અને હસ્તિ સંબંધી. /૩૮૩ તેમાં પ્રથમ સ્વામીએ નહિ આપેલ ચુલ્લક (ભોજન)ને કહે છે : मू.०- छिन्नमछिन्नो दुविहो, होइ अछिन्नो निसिट्ठ अणिसिट्ठो ॥
छिन्नम्मि चुल्लगम्मी, कप्पइ घेत्तुं निसिहम्मि ॥३८४॥ મૂલાર્થ : છિન્ન અને અછિન્ન એમ બે પ્રકારે ચુલ્લક છે. તેમાં અછિન્ન પણ નિસૃષ્ટ અનુજ્ઞા આપેલ અને અનિરુખ-અનુજ્ઞા નહિ આપેલ એમ બે પ્રકારે છે. તેમાં જો છિન્નચુલ્લક હોય તો તે ગ્રહણ કરવા કહ્યું છે. અને અછિન્ન હોય તો નિસૃષ્ટ હોય તો નિસૃષ્ટને આશ્રયીને કલ્પ છે ૩૮૪
ટીકાર્થ : અહીં ચલ્લક બે પ્રકારે છે. તે આ પ્રમાણે છિન્ન અને અછિન્ન. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં કોઈક કૌટુંબિક કણબી ક્ષેત્રમાં ગયેલા (રહેલા) હાલિકોનો કોઈની પાસે કરીને (કોઈની મારફત) ભજન મોકલે, તે જો દરેક હાલિકને લાયક એવું ભોજન જૂદા જૂદા ભાજનમાં કરીને તેનાંખીને) મોકલે. તો તે ચુલ્લક (ભોજન) છિન્ન કહેવાય છે. પરંતુ જો સર્વે હાલિકોને યોગ્ય એવું ભોજન એક જ પાત્રમાં કરીને નાંખીને) મોકલે, તો તે અછિન્ન કહેવાય છે. એ જ પ્રમાણે બીજે ઠેકાણે ઉદ્યાપનિકા (ઉજાણી) આદિને વિષે પણ ચુલ્લકનું છિન્નપણું અને અછિન્નપણું જાણવું. તથા અછિન્ન પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે નિકૃષ્ટ અને અનિકૃષ્ટ તેમાં નિકૃષ્ટ એટલે કૌટુંબિકે અને જે હાલિકોને યોગ્ય તે ચુલ્લક હોય તે હાલિકોએ સાધુને આપવા માટે મોકળો મૂક્યો હોય (છૂટ આપી હોય) તે, અને તેથી અન્ય એટલે મોકળો ન મૂક્યો હોય તે અનિસૃષ્ટ કહેવાય છે. તેમાં જેને નિમિત્તે (આશ્રીને) છિન્ન ચુલ્લક હોય, તે જ (માણસ) જો પોતાના તે છિન્નને આપે, તો તે છિન્નચુલ્લક પણ તેના સ્વામીએ અપાતે સતે સાધુને ગ્રહણ કરવો કલ્પ છે. કેમકે – તેમાં દોષનો અભાવ છે. તથા અછિન્ન પણ તેના સર્વ સ્વામીઓએ (માલીકોએ) “નિકૃષ્ટ’ અનુજ્ઞા કરે સતે તે (ચુલ્લક) ગ્રહણ કરવા કહ્યું છે. કેમકે-તેમાં પણ દોષ નથી. ૩૮૪. આ જ અર્થને વિશેષ પ્રકારે કહે છે : मू.०- छिन्नो दिट्ठमदिट्ठो, जो य निसिठ्ठो भवे अछिन्नो य ॥
सो कप्पइ इयरो उ ण, अदिदिट्ठो व अणुन्नाओ ॥३८५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org