________________
| ભોજનાનિસૃષ્ટ ચુલ્લકદ્વાર અને તેના ભેદો |
(૨૫૩ બોલ્યો કે - “મેં આપ્યા નથી' એમ તેણે કહે સતે માણિભદ્રાદિકે સાધુને કહ્યું કે – “હે પાપી ! તું ચોર છે. સાધુવેશની વિડંબના કરનાર છે.” “સોઢ:' રૂતિ હમણાં તું સલોઝક (ચોરીના માલ સહિત) પકડાયો છે. ક્યાંથી તારો છૂટકારો થશે? I૩૮ના એમ કહી તેના વસ્ત્રનો છેડો પકડ્યો, ઘણાઓ વડે ખેંચાયો, પછી પશ્ચાદ્ભૂતક (ભ્રષ્ટ) છે એમ જાણી તેનું સમગ્ર પાત્ર, રજોહરણ વગેરે ઉપગરણ લઈને તેને ગૃહસ્થ કરી દીધો. ત્યાર પછી ‘ફુદિ તિ' ઉડાહ એટલે રાજકુળમાં તેને લઈ ગયા. ત્યાં ધર્માધિકારીઓની પાસે તે વૃત્તાંત કહ્યો. ત્યારે તેઓએ તેને પૂછ્યું, ત્યારે લજ્જાને લીધે સાધુ કાંઈપણ બોલી શક્યો નહિ. ત્યારે તેઓએ વિચાર કર્યો કે - “અવશ્ય આ ચોર જ છે. પરંતુ સાધુવેષધારી છે એમ જાણીને તેણે પ્રાણોથી છોડી દીધો (જીવતો મૂક્યો) અને દેશનિકાલની આજ્ઞા આપી. આનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ દાતા નાયક (વસ્તુનો માલિક) ન હોય તો આ હમણાં કહેલા ગ્રહણ, આકર્ષણ વગેરે દોષો લાગે છે. “પહુષ્મિ રિ' અહીં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે. જેમકે “તિલું તેનું મનંકિયા પદવી' (તે ત્રણ વડે પૃથ્વી શોભો છે) તેથી આવો અર્થ કરવો - તે કારણ માટે 'પ્રમુખ' નાયકે આપે સતે સાધુએ ભક્તાદિક ગ્રહણ કરવું. તેમાં પણ આચ્છેદ્ય વગેરેનો સમ્યફ પ્રકારે ત્યાગ કરવો ૩૮૧ ઉદાહરણ સહિત મોદકાર કહ્યું. હવે બાકીના દ્વારા ભલામણ વડે કહે છે : म.०- एमेव य जंतम्मि वि, संखडि खीरे य आवणाईसं ॥
सामन्नं पडिकुटुं, कप्पइ घेत्तुं अणुन्नायं ॥३८२॥ મૂલાર્થ એ જ પ્રમાણે યંત્રને વિષે, સંખડિને વિષે, દૂધને વિષે અને આપણાદિકને વિષે સામાન્યનો નિષેધ છે, અને અનુજ્ઞા આપેલું ગ્રહણ કરવું કહ્યું છે ૩૮રા
ટીકાર્થ : “વમેવ' એ જ પ્રમાણે એટલે મોદકના ઉદાહરણ પ્રમાણે યંત્રને વિષે પણ, સંખડિ (લગ્નાદિક ઉત્સવ)ને વિષે પણ, દૂધને વિષે અને આપણાદિને વિષે પણ જે ‘સામાન્ય સાધારણ હોય તે સર્વે સ્વામીઓએ અનિવૃષ્ટ (ન આપેલું ન છોડેલું) હોય તો તે તીર્થકરો અને ગણધરોએ નિષિદ્ધ કર્યું છે. પરંતુ જો સર્વ સ્વામીઓએ અનુજ્ઞા આપી હોય તો ગ્રહણ કરવું કલ્પ છે. કેમકે – તેમાં દોષ નથી ૩૮રા હવે ચુલ્લકદ્ધારની પ્રસ્તાવના તથા ચુલ્લકના ભેદને કહે છે : મૂ. - વૃત્તિ ત્તિ વારમg, વહુવત્તિત્રં તિ તં યં પછી
वनेइ गुरु सो पुण, सामिय हत्थीण विनेओ ॥३८३॥ મૂલાર્થઃ હવે ચુલ્લક એ દ્વાર કહે છે, તેમાં ઘણું કહેવાનું છે તેથી તેને પાછળ કર્યું (રાખ્યું) છે. તે ચુલ્લકને ગુરુએ બે પ્રકારે કહ્યો છે. સ્વામીસંબંધી અને હાથી સંબંધી એમ બે પ્રકારે જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org