________________
૨૫૨)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. શક્તિમાન નથી? ૩૭ટા વળી બત્રીશે લાડુ આપવાથી તારો એક મોદક પણ નહિ થાય. થોડો વ્યય અને ઘણો આય થશે એમ જો તું જાણતો હોય તો મને આપ ૩૭ી ત્યારે તેણે લાભ આપ્યો. તે લઈને જતા તે સાધુને તેઓએ પૂછ્યું કે – તમે શું પામ્યા? તેણે કહ્યું - કાંઈ નહિ. તેઓએ કહ્યું - અમે જોઈએ બતાવો. બીજાએ કહ્યું - મેં કાંઈ આપ્યું નથી. પછી લોત્રક (ચોરીનો માલ) સહિત તે ચોરને જાણ્યો. ૩૮ળા તેને ગ્રહણ કર્યો, આકર્ષણ કર્યો, વ્યવહાર કર્યો, ઉડાહ કર્યો (રાજકુળમાં લઈ ગયા) તેને પૂછ્યું, નિર્વિષય કર્યો. આ પ્રમાણે નાયક વિના ઘણા દોષો થાય. તેથી પ્રભુએ આપે સતે જ તે ગ્રહણ કરવું. ૩૮ના
ટીકાર્થઃ રત્નપુર નામના નગરમાં માણિભદ્ર વગેરે બત્રિશ મિત્રો હતા. તેઓએ કોઈ વખત ઉદ્યાપના - ઉજાણીના નિમિત્તે સાધારણ મોદકો કરાવ્યા. કરાવીને સમુદાય વડે (એકઠાં થઈને) ઉદ્યાપનિકામાં ગયા. ત્યાં એકને મોદકનું રક્ષણ કરવા રાખ્યો. બાકીના એકત્રીસ નદીમાં સ્નાન કરવા ગયા. તે અવસરે કોઈક લોલુપ-લાલચુ સાધુ ભિક્ષા માટે ત્યાં આવ્યો. તેણે મોદક જોયા. ત્યારે લંપટ થવાથી ધર્મલાભ આપીને તે પુરુષ પાસે તેણે મોદક માગ્યા. ત્યારે તે બોલ્યો કે - “હે પૂજય ! આ મોદકો મને એકલાને આધીન નથી. પરંતુ બીજા પણ એકત્રીશ માણસોના આ મોદકો છે. તેથી હું કેમ આપું ?” એમ તેણે કહ્યું. ત્યારે ફકીથી સાધુએ કહ્યું કે – તેઓ ‘હિં લિં' ક્યાં ગયા છે? તે બોલ્યો - “નદીએ સ્નાન કરવા ગયા છે એમ તેણે કહ્યું ત્યારે ફરીથી સાધુએ તેને કહ્યું કે - “બીજાના મોદકસમૂહ વડે તું પુણ્ય કરવાને શું શક્તિમાન નથી?, કે જેથી આ પ્રમાણે યાચના કર્યા છતાં પણ તું આપતો નથી. હે મહાનુભાવ ! તું મૂઢ જણાય છે, કે જે મને અન્યના મોદકો આપીને પણ તું પુણ્ય ઉપાર્જન કરતો નથી.” II૩૭૮ વળી જો તું બત્રીશે મોદકો મને આપે, તો પણ તારા ભાગમાં (ભાગમાંથી) એક જ મોદક જાય છે. તેથી કરીને જ અલ્પ વ્યય (થોડો ખચ) અને ઘણી આય. આવકને જો તું સારી રીતે હૃદય વડે જાણતો હોય, તો મને સર્વે મોદકો આપ.” ૩૭ી આ પ્રમાણે સાધુએ કહે સતે તેણે સર્વ મોદકો આપ્યા. સાધુનું પાત્ર ભરાઈ ગયું. ત્યારે ઉત્પન્ન થયો છે હર્ષ જેને એવો તે સાધુ તે સ્થાનથી નીકળવા લાગ્યો. તેવામાં તે માણિભદ્રાદિક તેની સન્મુખ આવ્યા. તેઓએ સાધુને પૂછયું કે - “હે પૂજય ! આ પાત્રમાં તમે શું પ્રાપ્ત કર્યું (લીધું) ?' ત્યારે સાધુએ વિચાર્યું કે –
આ તે મોદકના સ્વામીઓ લાગે છે, તેથી જો મને મોદક મળ્યા છે એમ હું કહીશ, તો તેઓ પાછા ગ્રહણ કરી લેશે.” તેથી ‘મને કાંઈ મળ્યું નથી.” એમ હું કહું. એમ વિચારીને તે સાધુ તે જ પ્રમાણે બોલ્યો - ત્યારે તે માણિભદ્ર વગેરેએ ભારથી નમેલા સાધુને જોઈને શંકા થવાથી કહ્યું કે - “હે સાધુ ! તમારું પાત્ર અમને દેખાડો, કે-જેથી અમે જોઈએ.” તે વખતે સાધુએ તે દેખાડ્યું નહિ. ત્યારે તેઓએ બળાત્કારે જોયું. તેમાં મોદકો જોયા. તે વખતે કોપ વડે રાતા નેત્રવાળા તેઓએ તિરસ્કારસહિત (હાકોટાપૂર્વક) રક્ષકપુરુષને પૂછ્યું કે – “અરે ! શું તે આને સર્વે મોદકો આપી દીધાં?' ત્યારે તે ભયથી કાંપતો બોલ્યો કે – “અરે, શું તે આને સર્વે મોદકો આપી દીધા?' ત્યારે તે ભયથી કંપતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org