________________
॥ અનિસૃષ્ટદ્વાર અને તેનો વિષય ॥
આ પ્રમાણે આચ્છેદ્યદ્વાર કહ્યું, હવે અનિસૃદ્વારને કહે છે ઃ
मू.०- अणिसिहं पडिकुडं, अणुनायं कप्पए सुविहियाणं ॥ लड्डुग चोल्लग जंते, संखडि खीरावणाईसु ॥ ३७७॥
મૂલાર્થ : અનિસૃષ્ટિનો નિષેધ કર્યો છે, પણ સાધુઓને અનુજ્ઞાત કલ્પે છે. તે (અનિસૃષ્ટ) લાડુ, ચોલ્લક, યંત્ર, સંખડી, દૂધ અને આપણ વગેરેના વિષયવાળું છે. ।।૩૭૭ના
ટીકાર્થ : નિસૃષ્ટ એટલે અનુજ્ઞા આપેલું. તેનાથી જે વિપરીત તે અનિસૃષ્ટ એટલે અનુજ્ઞા નહિ આપેલું તે ‘પ્રતિષ્ટ’ તીર્થંકરો અને ગણધરોએ નિવાર્યું છે. પરંતુ અનુજ્ઞા આપેલું હોય તે સુવિહિતો (સાધુઓ)ને કલ્પે છે. વળી તે અનિસૃષ્ટ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે ‘તડુવિષય’ મોદકના વિષયવાળું, તથા ‘વેછવિષય' ભોજનના વિષયવાળું, યંત્રે કૃતિ' કોળુ, સેલડી પીલવાનું યંત્ર આદિ, ઘાણીના વિષયવાળું, તથા ‘સંઘડિવિષયં” વિવાહાદિકના વિષયવાળું, તથા ‘ક્ષીરવિષયં' દુધના વિષયવાળું, તથા આપણ-દુકાન વગેરેના વિષયવાળું, આદિ શબ્દ છે તેથી ગૃહાદિકના વિષયવાળું જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : અહીં સામાન્યથી અનિસષ્ટ બે પ્રકારે છે. તે આ પ્રમાણે -સાધારણ અનિસૃષ્ટ અને ભોજન અનિસૃષ્ટ. તેમાં ભોજન અનિસૃષ્ટ ચોલ્લક શબ્દ વડે કહ્યું, અને સાધારણ અનિસૃષ્ટ બાકીના ભેદો વડે કહ્યું. ૫૩૭ના
તેમાં મોદકના વિષયવાળું સાધારણ અનિસૃષ્ટનું ઉદાહરણ ચાર ગાથા વડે કહે છે :
मू. ०- बत्तीसा सामने, ते कहिं ण्हाउं गय त्ति इए वुत्ते ॥ परसतिएण पुन्नं, न तरसि काउं ति पच्चाह ॥ ३७८ ॥
(૨૫૧
अवि य हु बत्तीसाए, दिनेहिँ तवेगमोयगो न भवे ॥ अप्पवयं बहु आयं, जइ जाणसि देहि तो मज्झं ॥ ३७९ ॥ लाभिय तो पुट्ठो, किं लद्धं नत्थि पेच्छिमो दाए ॥ इयरो वि आह नाहं, देमि त्ति सहोढ चोर ति ॥ ३८० ॥ गिहण कढण ववहार, पच्छकडुड्डाह पुच्छ निव्विसए || अपहुम्म भवे दोसा, पहुम्मि दिने तओ गहणं ॥ ३८१ ॥
Jain Education International
મૂલાર્થ : સામાન્ય બત્રીસ લાડુ સાધુએ માગ્યા.(ત્યારે રક્ષકે કહ્યું કે - મારા એકના જ નથી બીજા એકત્રીશના પણ છે). સાધુએ પૂછ્યું - તેઓ ક્યાં ગયા છે ? (તેણે કહ્યું કે -) સ્નાન કરવા ગયા છે. એમ તેણે કહે સતે સાધુએ તેના પ્રત્યે કહ્યું કે - શું બીજાના મોદક વડે તું પુણ્ય કરવાને
For Private & Personal Use Only
www.jainelibrary.org