SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o) | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ થવાથી તેમને સાર્થમાંથી કાઢી મૂકે છે. તથા કાલાંતરે પણ તેમની પાસે ઉપાશ્રયની અપ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ દોષો લાગે છે. પરંતુ જો તે સાર્થિકો આગળ કહેવાશે તે પ્રકારે અનુમતિ આપે તો તે કલ્પ છે ૩૭૪. તે જ બાબત બે ગાથા વડે સ્પષ્ટ કહે છે : मू.०- संजयभद्दा तेणा, आयंती वा असंथरे जईणं ॥ जइ देंति न घेत्तव्वं, निच्छुभवोच्छेउ मा होज्जा ॥३७५॥ घयसत्तुयदिटुंतो, समणुन्नाया व घेत्तुणं पच्छा ॥ देति तयं तेसिं चिय, समणुन्नाया व भुंजंति ॥३७६॥ મૂલાર્થ સાધુઓને વિષે ભદ્રિક એવા તેનો આવતા સતા સાધુઓનો નિર્વાહ નહિ થવાથી જો આપે, તો નિષ્કાસન અને વિચ્છેદ ન થાઓ એમ ધારીને તે ગ્રહણ ન કરે ૩૭પો અથવા તો ઘી અને સાથવાના દષ્ટાંત વડે તેઓ અનુજ્ઞા આપે તો (તે વખતે) ગ્રહણ કરવું, અને પછી તેમને તે પાછું આપવું. તે વખતે તેમની પણ અનુજ્ઞા થાય તો ભોજન કરવું ૩૭૬ll ટીકાર્થ: અહીં ચૌર પણ કેટલાક સંયતભદ્ર (સાધુને વિષે ભદ્રિક પરિણામવાળા) હોય છે. હવે કદાચ સાધુઓ દરિદ્રના સાર્થની સાથે કોઈ ઠેકાણે જતા હોય. ત્યાર પછી ભિક્ષા સમયે તે સાધુઓનો ‘સંસ્તો' નિર્વાહ ન થતો હોય ત્યારે તે તેનો પોતાના ગામની સન્મુખ આવતા સતા ‘વા' શબ્દ છે તેથી અથવા તો પોતાના ગામથી બીજે ઠેકાણે જતા સતા જો તે દરિદ્રસાર્થના મનુષ્યો પાસેથી બળાત્કારે ખેંચી લઈને ભક્તાદિક આપે, તો તે ગ્રહણ કરવું નહિ. કેમકે “નિોમ:' સાર્થમાંથી નિષ્કાસન (કાઢી મૂકવું) અથવા એક કે અનેક સાધુઓનો તેમના થકી ભક્તાદિનો વ્યવચ્છેદ ન થાઓ માટે. ૩૭પી પરંતુ જો તે સાર્થિકો પણ તેનો વડે બળાત્કાર અપાવતા સતા આ પ્રમાણે બોલે કે – “અહો ! અમને આ વૃત અને સકતુનું દૃષ્ટાંત પ્રાપ્ત થયું કેમકે – સાથવામાં ઘી નાંખ્યું સતું વિશિષ્ટ સંયોગને માટે થાય છે એ જ પ્રમાણે અમારું ભક્ત ચોરો અવશ્ય ગ્રહણ કરવાના જ છે, તે જો તે ચોરો પણ તમોને અપાવે છે, તેનાથી અમને મોટી સમાધિ (પ્રીતિ) થાય છે.” આ પ્રમાણે સાર્થિકો વડે અનુજ્ઞા અપાયેલા સાધુઓ તે અપાતું ભક્ત ગ્રહણ કરે, પછીથી તે ચોરી ગયા પછી ફરીથી પણ તે ગ્રહણ કરેલું ભક્તાદિ દ્રવ્ય તે સાર્થિકોને પાછું આપે, અને કહે કે – “તે વખતે ચોરના ભયથી અમે આ ગ્રહણ કર્યું હતું. હમણાં તેઓ ગયા છે, તેથી આ વસ્તુ તમે પાછી ગ્રહણ કરો.” આ પ્રમાણે કહે સતે જો તેઓ પણ સારી રીતે અનુજ્ઞા આપે કે – “અમે આ ભક્ત તમને આપ્યું જ છે.” તો તે કલ્પનીય હોવાથી ભોજન કરે (વાપરે). આટલું કહેવા વડે ‘પૂyત્રા' એ અવયવનું વ્યાખ્યાન કર્યું. ૩૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy