________________
॥ તેનાચ્છેદ્યની પ્રતિપાદના ॥
मू.०- अचियत्तमंतरायं तेनाहड एगणेगवोच्छेओ ॥ નિષ્ઠુમાફોસા, તસ્મ અહંમે ય ખં પાવે
રૂપરૂ
મૂલાર્થ : અપ્રીતિ, અંતરાય અને તેનાહત દોષ લાગે છે. એક કે અનેક સાધુને ભક્તાદિનો વિચ્છેદ થાય છે. ઉપાશ્રયમાંથી કાઢી મૂકવા વગેરેના દોષ થાય છે. અને તેની (ઉપાશ્રયની) અપ્રાપ્તિ થયે સતે જે કષ્ટ પામે છે, તે પણ દોષ લાગે છે ।।૩૭૪ા
(૨૪૯
ટીકાર્થ : જેમનું ભક્તાદિક બળાત્કારે લઈને સ્વામી (સાધુને) આપે છે, તેમને ‘અત્તિયાં’ અપ્રીતિ ઉત્પન્ન થાય છે. તથા તેમને ‘અન્તરાય’ અંતરાય એટલે દેવાતી વસ્તુના પરિભોગની હાનિ કરેલી થાય છે. તથા આ પ્રમાણે ગ્રહણ કરનાર સાધુઓને સ્ટેનાહત થાય છે. એટલે અદત્તાદાનનો દોષ લાગે છે. કેમકે-દેવાતી વસ્તુના નાયકે તેની અનુજ્ઞા આપી નથી માટે. તથા જેમના સંબંધી ભક્તાદિકને સ્વામી બળાત્કારે લઈને આપે છે, તેઓ કદાચ દ્વેષ પામ્યા સતા બીજે વખતે પણ તે એક સાધુને ભક્તપાનનો વિચ્છેદ કરે કે – “આ સાધુએ હમણાં બળાત્કારે અમારું ભક્તાદિક ગ્રહણ કર્યું, તેથી કાલાંતરે કોઈપણ સાધુને અમારે કાંઈપણ આપવું નહિ.' એ પ્રમાણે અનેક સાધુઓને ભક્તાદિકનો વિચ્છેદ કરે છે. તથા તેઓ રોષ પામ્યા સતા પહેલાં તેમને જે ઉપાશ્રય આપ્યો હતો, તેમાંથી તેમને કાઢી મૂકે. આદિ શબ્દ છે તેથી ખરપુરુષ વચનોને પણ બોલે, એમ ગ્રહણ કરવું. તથા તે ઉપાશ્રયના અલાભને વિષે જે કાંઈ કષ્ટ પામે, તેપણ આચ્છેઘના ગ્રહણને નિમિત્તને પામે છે, એ પ્રમાણેના દોષ લાગે છે. ।।૩૭।।
હવે તેનાછેદ્યની ભાવના ભાવે છે :
मू.०- तेणो व संजयट्ठा, कलुणाणं अप्पणो व अट्ठाए ॥
वोच्छेय पओसं वा, न कप्पई कप्पणुन्नायं ॥ ३७४॥
મૂલાર્થ : કોઈ સ્ટેન (ચૌર) સાધુને અર્થે અથવા પોતાને અર્થે કરુણાવાળા (દરીદ્રી) લોકો થકી ઉઠાવી લઈને જે આપે તે સ્ટેન આચ્છેદ્ય કહેવાય છે. તેમાં વિચ્છેદ અથવા પ્રદ્વેષ થાય છે. તેથી તે ન કલ્પે. પણ તેની અનુમતિ હોય તો કલ્પે ૫૩૭૪૪॥
ટીકાર્થ : અહીં કેટલાક સ્ટેનો પણ સાધુઓ પ્રત્યે ભદ્રિક હોય છે, કોઈક ઠેકાણે સાધુઓ પણ દરિદ્રસાર્થની સાથે જાય છે. (વિહાર કરે છે) તેથી ભિક્ષાને સમયે ભિક્ષા નહિ પામતા તે સાધુઓને જોઈને તે સાધુઓને માટે અથવા પોતાને માટે તે ળાનાં’ દયાના સ્થાનભૂત દરિદ્રસાર્થના મનુષ્યો પાસેથી ઝૂંટવી લઈને ચોર જે ભક્તાદિક આપે છે, તે સ્કેન આચ્છેદ્ય જાણવું. માટે તે સાધુને કલ્પે નહિ. કેમકે તે ગ્રહણ કરવાથી જેમના સંબંધી (જેમની) તે વસ્તુ હોય તે લોકો પૂર્વે કહેલા પ્રકારે એક અથવા અનેક સાધુઓના ભક્તાદિકને વિચ્છેદ કરે છે. અથવા તો ‘પ્રદ્વેષ' રોષ પામે છે. અને તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org