________________
૨૪૮)
| II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ માટે તમારો અહીં પ્રભુપણાનો અવકાશ નથી. આ પ્રમાણે તેણે કહે સતે કદાચ પ્રભુ અને ગોપાળ એ બન્નેનો પરસ્પર પ્રક્વેષ વધે છે. અથવા એકનો બીજા ઉપર દ્વેષ વધે છે. અને પ્રષિ સતે તે ધનનું હરણ, મારવું વગેરે જે કરશે, તે પોતે (સાધુ) જ આચ્છેદ્યને ગ્રહણ કરવામાં પોતાને દોષ પણે જાણી લેવું. તથા વળી ગોપાળને અને તેના કુટુંબને જે અંતરાય થાય, તે પણ દોષપણે જાણવો. ૩૭ORા
આ પ્રમાણે જોવાનપરું એ પદની વ્યાખ્યા કરી. અને તેને અનુસારે ભૂતક-નોકર વગેરેને વિષે પણ યથાયોગ્ય અપ્રીત્યાદિકની સંભાવના કરવી. હવે સ્વામીના વિષયવાળા આચ્છેદ્યની ભાવના કરવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- सामी चारभडा वा, संजय दळूण तेसि अट्ठाए ॥
___ कलुणाणं अच्छेज्जं, साहूण न कप्पए घेत्तुं ॥३७१॥ મૂલાર્થ સ્વામી અથવા ચારભટો સાધુને જોઈને તેમને માટે દરિદ્રોનું આચ્છેદન કરે, તે સાધુને ગ્રહણ કરવું ન કલ્પ ૩૭૧
ટીકાર્થઃ અહીં માત્ર પોતાના જ ઘરનો જે નાયક હોય, તે પ્રભુ કહેવાય છે, અને ગામ વગેરેનો જે નાયક હોય તે સ્વામી કહેવાય છે. તે સ્વામી ‘વારપરા વા' અથવા ચારભટો એટલે સ્વામીના ભટો-સુભટો, તે પણ સ્વામીના ગ્રહણ વડે ગ્રહણ કરાય છે. તેઓ સાધુઓને જોઈને તે સાધુઓને માટે “રુપIIનાં' કૃપાના સ્થાનરૂપ દરિદ્ર કૌટુંબિક વગેરે સંબંધીના ભક્તાદિકનું આચ્છેદન કરીને જે (ભક્તાદિ) આપે, તે સાધુને લેવું કહ્યું નહિ. ૩૭૧ાા આ જ બાબતને પ્રકટપણે કહે છે : म.०- आहारोवहिभाई, जइअट्ठाए उ कोइ अच्छिदे ॥
संखडि असंखडीए, तं गिण्हते इमे दोसा ॥३७२॥ મૂલાર્થ: સાધુને માટે આહાર, ઉપાધિ વગેરેને કોઈ કલહ વડે અથવા કલહ વિના આચ્છેદન કરે તો તેને ગ્રહણ કરનાર (સાધુ)ને આ દોષો લાગે છે. ૩૭રા
ટીકાર્થ જો કોઈ પણ સ્વામી કે સુભટ સાધુને માટે કોઈના આહાર, ઉપાધિ વગેરેને ‘ઉઠ્યા' કલહ કરવા વડે અથવા ‘ગાંવઠ્યા' કલહ કર્યા વિના. કેમકે કોઈક માણસ પોતાની વસ્તુ બળાત્કારે કોઈ ગ્રહણ કરે તો કલહ કરે છે અને કોઈક માણસ સ્વામીના ભયાદિ વડે કરીને કાંઈ પણ બોલતો નથી. તેથી કલહ વડે અથવા કલહ વિના એમ કહ્યું. (તેવું) બળાત્કારે ગ્રહણ કરીને સાધુને આપે તો તે સાધુને કહ્યું નહિ. કેમકે – તેને ગ્રહણ કરતા સાધુને આ દોષો લાગે છે ૩૭રી
તે દોષોને જ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org