________________
૨૪૯)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે, તે અપ્રીતિ અને કલહ કરાવનાર છે. કોઈ વૈષ પામે છે. જેમ ગોવાળ. ૩૬
ટીકાર્થઃ પ્રભુના વિષયવાળું આચ્છેદ્ય “ોપાત ગોવાળના વિષયવાળું છે. તથા “મૃત' કર્મકર (ચાકર) તેના વિષયવાળું ‘અક્ષર-ક્ષર બે અક્ષરના નામવાળો દાસ, તેના વિષયવાળું, પુત્રીના વિષયવાળું, ખુષા-પુત્રવધૂના વિષયવાળું, આ ઉપલક્ષણ છે. તેથી ભાર્યા વગેરેના વિષયવાળું છે. અહીં જ દોષોને કહે છે: “વિયત્ત' ઈત્યાદિવિયત્ત” અપ્રીતિ, ‘સંવ' કલહ, આદિશબ્દથી આત્મઘાત વગેરે ગ્રહણ કરવા. વળી કેટલાક લોકો સાધુ ઉપર દ્વેષ પણ પામે છે. જેમ જેવ:' ગોવાળ (સાધુ ઉપર દ્વેષ પામ્યો તેમ) IN૩૬૭ી. આ જ દૃષ્ટાંતને બે ગાથા વડે કહે છે : मू.०- गोवपओ अच्छेत्तुं, दिन्नं तु जइस्स भइदिणे पहुणा ॥
पयभाणूणं दर्छ, खिसइ भोई रुवे चेडा ॥३६८॥ पडियरणपओसेणं, भावं नाउं जस्स आलावो ॥
तन्निब्बंधा गहियं, हंदि स मुक्को सि मा बीयं ॥३६९॥ મૂલાર્થ : ગોવાળનું દૂધ, તેના ભાગને દિવસે બળાત્કારે લઈને પ્રભુએ - માલિકે, યતિને આપ્યું. દૂધનું ભાજન ઊણું જોઈને તેની ભાર્યા ખીસા કરવા લાગી, છોકરાઓ રોવા લાગ્યા (૩૬૮). પછી પે કરીને સાધુને મારવા દોડ્યો. સાધુએ તેનો ભાવ જાણીને કહ્યું કે - તેના આગ્રહથી મેં દૂધ ગ્રહણ કર્યું છે. ગોવાળ બોલ્યો – મેં તમને છોડી દીધા, બીજી વખત કરતા નહિ //૩૬
ટીકાર્થ: વસંતપુર નામનું નગર છે. તેમાં જિનદાસ નામે શ્રાવક છે. તેને રૂકિમણી નામની ભાર્યા છે. જિનદાસને ઘેર વત્સરાજ નામે ગોવાળ છે. તે આઠમે આઠમે દિવસે સર્વ ગાયો અને ભેંશોના દૂધને ગ્રહણ કરે છે. તે જ રીતે તેને પ્રથમથી રાખ્યો છે. એકદા ત્યાં સાધુનો સંઘાટન ભિક્ષા માટે આવ્યો. તે જ દિવસે સર્વ દૂધ લેવાનો ગોવાળનો વારો હતો. તેથી તેણે સર્વ ગાયો અને ભેંશો દોહી. તે દૂધથી મોટી પારી (ગોળી) ભરાઈ ગઈ. જિનદાસ શ્રાવકે જિનેશ્વરના વચનથી ભાવિત અંતઃકરણવાળા હોવાથી તે સાધુના સંઘાટકને ઉત્તમ પાત્ર આવેલ જોઈને ભક્તિથી ઇચ્છા પ્રમાણે ભક્ત-પાનાદિક આપ્યું. પછી “દુધાત્તાન બોગનાન' (છેવટ દૂધ હોય એને ભોજન કહેવાય છે) એમ વિચારીને ભક્તિથી વ્યાપ્ત મન વડે તે ગોવાળનું દૂધ બળાત્કારથી લઈને કેટલુંક આપ્યું. તે વખતે તે ગોવાળ પોતાના મનમાં સાધુ ઉપર કાંઈક દ્વેષ પામ્યો. પરંતુ પ્રભુના માલિકના ભયને લીધે કાંઈ પણ બોલી શક્યો નહિ. ત્યાર પછી તે દૂધનું પાત્ર કાંઈક ઊણું પોતાને ઘેર લઈ ગયો. તે પાત્ર તેવા પ્રકારે ઊણું જોઈને તેની ભાર્યાએ રોષ સહિત પૂછ્યું કે – કેમ આજ આ દૂધનું પાત્ર ઊણું છે? ત્યારે ગોવાળે સત્ય વાત કહે સતે તેણી પણ સાધુને આક્રોશ કરવા લાગી. તથા નાના બાળકો થોડું દૂધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org