________________
૨૪૪)
II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
મૂલાર્થ : અથવા ઊર્ધ્વ, અધો અને તિર્યક્, એમ ત્રણ પ્રકારનું માલાપહૃત હોય છે. તેમાં ઊર્ધ્વ આ કહ્યું તે, અધઃ એટલે નીચે ઉતરવું તે, અને ઊભય તે કુંભાદિકને વિષે, એમ તીર્થંકરાદિકે કહ્યું છે ।।૩૬૩
ટીકાર્થ : અથવા માલાપહત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે. ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્. તેમાં ઊર્ધ્વ આ હમણાં કહ્યું તે, એટલે કે ઉંચે લટકાવેલા શીંકા વગેરેમાં રહેલું, અધઃ એટલે ભૂમિગૃહ (ભોંયરા) વગેરેમાં ઉતરવું-પ્રવેશ કરવો તે, તેમાં નીચે ઉતરીને જે વસ્તુ અપાય તે ઉપચારથી અધોઅવતરણ કહેવાય છે. તથા ‘જુંમાવિવુ' કુંભ અને ઉષ્ટ્રિકા વિગેરેને વિષે જે દેવાલાયક વસ્તુ હોય છે. તે ‘સમય’ ઊર્ધ્વ અને અધઃ એમ બન્ને પ્રકારે માલાપહૃતના સ્વભાવવાળું તીર્થંકરાદિકે કહ્યું છે. તે આ પ્રમાણે - ઘણા મોટા અને ઘણા ઊંચા કુંભાદિકમાં રહેલી વસ્તુ ગ્રહણ કરવા માટે દાત્રી જે પાની ઉપાડવી એ વગેરે વડે કરે છે તેથી તે ઊર્ધ્વમાલાપહૃત કહેવાય છે, અને જેથી નીચા મુખવાળા બાહુને અતિઘણો વ્યાપાર કરાવે છે તેથી તે અધોમાલાપહૃત કહેવાય છે. અહીં પણ પૂર્વની જેમ દોષો કહેવા. ॥૩૬॥
અહીં જ અપવાદને કહે છે :
मू.० - दद्दर सिल सोवाणे, पुव्वारूढे अणुच्चमुक्खिते ॥ मालोहडं न होई, सेसं मालोहडं होई ॥३६४ ॥
મૂલાર્થ : દાદર ઉ૫૨, શિલ ઉપર કે પગથિયા ઉપર ચડીને આપે, તથા પ્રથમ ચડેલ દાતાર ઉંચા નહિ ઉપાડેલા સાધુના પાત્રમાં આપે, તો તે માલાપહૃત નથી, શેષ માલાપહૃત છે. ।।૩૬૪
ટીકાર્થ : ‘ć:’ નિરંતર (સળંગ) લાકડાના પાટીયામય વિશેષ પ્રકારની નીસરણી (દાદરો) ‘શિલા’ શિલાનો અર્થ પ્રસિદ્ધ છે, અને ‘સોપાન' ઇંટોમય (ઇંટોના બનાવેલા) અવતર (પગથીયાં) આટલા ઉપર ચડીને દાતા જે આપે તે માલાપહૃત ન કહેવાય. કેવળ સાધુ પણ એષણાની શુદ્ધિ માટે દાદરા વગેરે દ્વારા પ્રાસાદની ઉપર ચડે છે, અને અપવાદ વડે પૃથ્વી પર રહેલ સાધુ પણ લાવેલી વસ્તુને ગ્રહણ કરે છે. તથા ‘પૂર્વાદ:' સાધુના આવ્યા પહેલાં પોતાના કામે નીસરણી વગેરે વડે પ્રાસાદ ઉપર ચડેલ દાતા સાધુના પાત્રમાં જે વસ્તુ આપે. સાધુનું પાત્ર કેવું હોય ? તે કહે છે ‘અનુોક્ષિપ્તે’ આનો અર્થ આ પ્રમાણે - ભૂમિ પર રહેલ સાધુ પોતાની દૃષ્ટિની નીચે પાત્રને ધારીને રહ્યા હોય અને જેટલા પ્રમાણવાળા ઊંચા સ્થાને રહેલ દાતા તે પાત્રમાં પોતાનો હાથ નાખીને (અડાડીને) આપે તેટલા પ્રમાણવાળા ઊંચા સ્થાન પર પૂર્વે ચડેલ દાતા જે વસ્તુ આપે, તે માલાપહત કહેવાય નહિ. શેષ (બાકીનું) સર્વ હમણાં કહેલ ભક્તાદિક માલાપહત જાણવું. ૩૬૪॥
અહીં અનુચ્ચોત્ક્ષિપ્ત અને ઉચ્ચોત્ક્ષિપ્તનું સ્વરૂપ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org