SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ઉત્કૃષ્ટમાલાપહતને વિષે ગેરૂકનું દૃષ્ટાંત ॥ (૨૪૩ ગર્ભિણી ચડી અને પડી, ગર્ભિણીની કુક્ષિ ફૂટી, તરત જ મરણ થયું. સાધુએ કહ્યું, બોધિ પ્રાપ્તિ થઈ. ।।૩૬૨॥ ટીકાર્થ : જયંતી નામની નગરી છે, તેમાં સુરદત્ત નામનો ગૃહપતિ છે. તેને વસુંધરા નામની ભાર્યા છે. એકદા તેને ઘેર ભિક્ષાને માટે ગુણચન્દ્ર નામના સાધુએ પ્રવેશ કર્યો. પ્રશાંત મુખવાળા, આ લોક અને પરલોકમાં નિઃસ્પૃહી તથા મૂર્તિમાન ધર્મની જેવા તેને આવતા જોઈને સુરદત્તે વસુંધરાને કહ્યું કે – “માળ ઉપરથી મોદક લાવીને સાધુને આપ.” તે વખતે તે સ્ત્રી ગર્ભવતી હતી. પરંતુ (તો પણ) પતિની આજ્ઞાને દેવની શેષા જેવી માનતી તે મોદક લાવવા માટે માળની સન્મુખ નીસરણી ઉપર ચઢવા પ્રયત્ન કરવા લાગી. તે વખતે ‘માલાપહૃત ભિક્ષા સંયતોને કલ્પે નહિ' એ પ્રમાણે તેને નિવારીને તે સાધુ તેના ઘરમાંથી નીકળી ગયા. ત્યારપછી તરત જ કોઈક કાપિલમતનો ભિક્ષુ ભિક્ષા માટે તે જ ઘ૨માં પેઠો. ત્યારે સુરદત્તે તેને પૂછ્યું કે - ‘હે ભિક્ષુ ! સંયતિએ માળ ઉપરથી આણેલી ભિક્ષા કેમ ગ્રહણ કરી નહિ ?' ત્યારે તે ઇર્ષ્યાના વાથી સંબંધ વિનાનું (જેમ તેમ) કાંઈક બોલ્યો. ત્યારે તેને પણ સુરદત્તે મોદક આપવા માટે વસુંધરાને કહ્યું, ત્યારે વસુંધરા મોદક લાવવા માટે નીસરણી ઉપર ચડતી સતી કોઈપણ પ્રકારે પગ લપસી જવાથી ભારે અંગ (શરીર) વાળી હોવાથી પડી ગઈ અને તેની નીચે વ્રીહિ દળવાનું યંત્ર હતું. (ઘંટડો હતો) તેથી તેના ખીલાએ પડતી એવી તેણીની કુક્ષિને બે પ્રકારે ફાડી નાંખી. તેમાંથી તરફડતો ગર્ભ નીકળી પડ્યો. ખીલા વડે વિદારણ થવાથી મહાપીડાના અતિશયપણાને લીધે સમગ્ર લોકો દેખતે સતે દુઃખથી ફડફડતો તે ગર્ભ મરણ પામ્યો, તથા વસુંધરા પણ મરણ પામી. તેથી મહાપાપી કાપિલનો અવર્ણનાદ ઉછળ્યો. હવે એક દિવસ ફરીથી તે જ ઘરે તે જ સાધુ ભિક્ષા માટે આવ્યા. તેને સુરદત્તે પૂછ્યું કે - ‘હે પૂજ્ય, જેમ તમે જ્ઞાનચક્ષુ વડે આપનારીના વિનાશને જાણીને ભિક્ષાનો ત્યાગ કર્યો. તેમ અમને પણ તે વાત કેમ ન કરી ? કે - જેથી (તે વાત કરવાથી) તે વખતે તે માળ ઉપર ન ચડત.' ત્યારે સાધુ બોલ્યા કે - ‘હું કાંઈપણ જાણતો નથી. કેવળ અમને સર્વજ્ઞનો એવો ઉપદેશ છે કે - ‘સાધુને માલાપહત ભિક્ષા કલ્પે નહિ.’ તે સાંભળીને તેણે પૂર્વની (જઘન્ય માલાપહૃતમાં શીકેથી સાપ કરડ્યો અને પતિ બોધ પામ્યો તેની) જેમ વિચાર કર્યો. ધર્મ સાંભળ્યો અને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. મૂળ સૂત્ર સુગમ છે. તેમાં વિશેષ એ કે ‘વમેવ’ એ જ પ્રમાણે એટલે જધન્યમાલાપહૃતની જેમ જ ઉત્કૃષ્ટ માલાપહૃતને વિષે ‘પદન્ત સમયવો' પડવાથી બન્નેનો વધ થાય, ઇત્યાદિ દોષો કહેવા. તેમાં દાત્રી-આપનારી સ્ક્રીન. વધમાં ઉદાહરણ ‘વારનિહ્સ' ઇત્યાદિક જાણવું. II૩૬૨ા હવે બીજે પ્રકારે માલાપહતને જ કહે છે : मू.०- उड्ढमहे तिरियं पि य, अहवा मालोहडं भवे तिविहं ॥ સદ્ગુ ય મહોયરાં, મળિયું મામૂ સમયે રૂદ્રૂા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy