________________
૨૪૨)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / હવે આ જ જઘન્યમાલાપહતને વિષે બીજા પણ દોષો કહેવાને ઇચ્છતા સતા કહે છે કે : ___ मू.०- आसंदिपीढमंचक-जंतोडूखल पडत उभयवहे ॥
वोच्छे य पओसाई, उड्डाहमनाणिवाओ य ॥३६१॥ મૂલાર્થ : આસંદી, પીઠ, માંચો, યંત્ર અને ઉખલથકી પડતાં બન્નેનો વધ થાય. સાધુને ભક્તાદિકનો વિચ્છેદ થાય, તેના પર દ્વેષાદિક થાય, તથા ઉડાહ અને અજ્ઞાનવાદ થાય ૩૬૧
ટીકાર્થ ‘માલી' માંચી, ‘જીરું ગોમયાદિમય આસન (છાણ-માટી વગેરેનો ઓટલો) “પં?' આનો અર્થ (માંચો-માંચડો) પ્રસિદ્ધ છે. “યંત્ર' વ્રીહિ-સળ વગેરેને ભરડવાનું ઉપકરણ (ઘડી, ઘંટડો)
તૂઉત્ત:' આનો અર્થ (ખાણીયો) પ્રસિદ્ધ છે. આ સર્વમાંથી કોઈના પર ચડીને, આ ઉપલક્ષણ છે, તેથી પાનીને ઉંચી કરીને ઉંચે ટાંગેલા શીંકા વગેરેમાં રહેલા મોદકાદિક ગ્રહણ કરતાં જો કોઈ પણ પ્રકારે મંચકાદિક ખસી જવાથી દાન આપનારી સ્ત્રી પડી જાય તો ‘મયવધ:' બન્નેનો વધ એટલે દેનારીનો અને પૃથિવ્યાદિકાયનો વિનાશ થાય છે. તેમાં દેનારીનો હાથ આદિ ભાંગવાથી અથવા અકસ્માત પડવાથી કોઈપણ પ્રકારે અસ્થાને અભિઘાતનો સંભવ હોવાથી પ્રાણનો વિનાશ પણ થાય, તથા તેણીના પડવાથી ભૂમિ આદિને આશ્રયીને રહેલા પૃથિવીકાયાદિકનો પણ વિનાશ થાય, તથા “આ સાધુને હું ભિક્ષા આપતી પહેલાં પણ મોટા અનર્થમાં પડી હતી, તેથી આને કોઈપણ આપશે નહિ એવી ધારણાથી તેને ઘેર તે દ્રવ્યનો અને અન્યદ્રવ્યનો વિચ્છેદ થાય. તથા “આ મુંડાએ (છોરાવવાના બહાને) પરમાર્થથી (તો) તેને પાડી હતી.” એમ જાણીને કોઈક ગૃહસ્વામીને સાધુ ઉપર પ્રષ પણ થાય. અહીં “મરિ’ શબ્દ લખ્યો છે, તેથી કોઈક તાડનાદિક પણ કરે, એમ ગ્રહણ કરવું. કેમકે – ૮ષથી બળેલો કોઈક કોપાંધપણાએ કરીને તાડન પણ કરે, કોઈક નિર્ભર્જના (તિરસ્કાર) કરે, અને કોઈક વધ પણ કરે અને તેમ થવાથી પ્રવચનની ‘ફૂદ:' ખીસા (નિંદા) થાય કે - “સાધુને માટે ભિક્ષા લાવતી આ મરણ પામી, તેથી આ સાધુઓ કલ્યાણકારક નથી' તથા લોકમાં “માનવદ્રિઃ' દેનારીને આવા પ્રકારનો અનર્થ છે. તે પણ આ સાધુઓ જાણતા નથી. એ પ્રમાણે મૂર્ખતાનો પ્રવાદ થાય છે. તેથી જઘન્ય માલાપહૃતને પણ અવશ્ય વર્જવું. ૩૬ ૧||
આ પ્રમાણે જઘન્ય માલાપહૃતનું દોષવાળું દષ્ટાંત કહ્યું અને બીજા પણ દોષો કહ્યા. હવે ઉત્કૃષ્ટ માલાપહતના દોષોને કહે છે : मू.०- एमेव य उक्कोसे, वारणनिस्सेणि गुठ्विणीपडणं ॥
गभ्मित्थिकुच्छिफोडण, पुरओ मरणं कहण बोही ॥३६२॥ મૂલાર્થ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટને વિષે દોષો કહેવા. તેમાં દેવારીને નિવારી, નિસરણી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org