________________
| જઘન્યમાલાપહતના દોષો તથા તે ઉપર ભિક્ષુનું દષ્ટાંત | (૨૪૧ હમણાં અહીં આવેલા સંયતે શીકાથી લાવીને આપતી ભિક્ષા કેમ ગ્રહણ ન કરી?” ત્યારે તે ભિક્ષ) પ્રવચન ઉપરના દ્વેષથી આ પ્રમાણે બોલ્યો કે – “(પૂર્વભવે) નથી દીધું દાન જેણે એવા આ રાંકડાં છે. તેથી તેઓ પૂર્વકર્મના વિનિયોગથી તમારી જેવા શેઠીયાઓના ઘરમાં સ્નિગ્ધ અને મધુરાદિક ભોજન ખાવાને પામતા હતા પરંતુ તેઓને તો ગરીબના ઘરમાંથી અંતપ્રાંતાદિક ભોજન લઈને ખાવાનું છે. ત્યારપછી (તે સાંભળીને) તે યદિ તે ભિક્ષુને પણ તે જ મોદક વસુમતી પાસે અપાવ્યા આપવા માટે વસુમતીને કહ્યું, ત્યારે તેણી તે જ શીંકામાં રહેલા ઘડામાંથી મોદક લેવા ચાલી. હવે તે વખતે તે ઘડામાં મોટા ઉત્તમ દ્રવ્યથી બનાવેલા મોદકના ગંધને સુંઘવાથી કોઈપણ પ્રકારે એક સર્ષ આવીને રહેલો હતો. હવે તે વસુમતી પગની પાનીને ઉપાડીને (ઉંચી કરીને) પગના અગ્રતળીયાના ભાર વડે (ફણા ઉપર ભાર દઈને) જેવામાં મોદકના ઘડામાં કંકેલિ-અશોકવૃક્ષના પલ્લવ જેવા કોમળ હાથને નાંખતી હતી. તેવામાં કામુકની જેમ તે સર્ષે આદર સહિત તે હાથ પકડ્યો. ત્યારે તે હા હા, હું ડસાણી, ડસાણી, એમ પોકાર કરતી પૃથ્વી પર પડી. તે વખતે ક્ષત્રેિ કુંફાડા મારતા સર્પને જોયો. ત્યારે તે જ વખતે તેણે ઉત્તમ મંત્રવાદીઓને બોલાવ્યા અને વિવિધ પ્રકારનાં ઔષધો મંગાવ્યા. હજુ તેણીનું આયુષ્ય તુટ્યું નહોતું તેથી તે મંત્ર અને ઔષધીના પ્રભાવથી નીરોગ (સાજી) થઈ. પછી ફરીથી બીજે દિવસે તે જ ધર્મચિ સંયત ભિક્ષા માટે ત્યાં આવ્યા. તેને યદિન્ને ઉપાલંભ (ઠપકો) આપ્યો કે – “દયાપ્રધાન ધર્મ છે, તો તે સાધુ, હે સુવિહિત, તમે તે વખતે (કાલે) સર્પને જોયા છતાં પણ કેમ ઉપેક્ષા કરી?” ત્યારે તે સંયત બોલ્યા કે – “તે વખતે મેં સર્પને જોયો ન હતો. કેવળ સર્વજ્ઞભગવાનનો અમને આ જ ઉપદેશ છે કે – હે સાધુઓ - માલાપહૃત ભિક્ષાને ગ્રહણ કરશો નહિ. તેથી હું પાછો ફર્યો હતો.” આ પ્રમાણે સંયતે કહ્યું ત્યારે યક્ષદિન્ન પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે - “અહો, ભગવાને સાધુનો ધર્મ નિરપાય (કષ્ટરહિત-સારો) કહ્યો છે. જે આ પ્રમાણે નિરપાય ધર્મનો ઉપદેશ આપે છે, તે જ સર્વજ્ઞ હોય છે. કેમકે – અમૃતનો આસ્વાદ કર્યા વિના અમૃતના ઓડકાર આવે જ નહિ. એ જ પ્રમાણે પવ્યાપિ જ્ઞાન વિના (જાણવા લાયક વસ્તુને વ્યાપીને રહેલા કેવલજ્ઞાન વિના) આ પ્રમાણે સમગ્ર કાળ સુધી અનપાય એવા ધર્મના ઉપદેશથી પ્રવૃત્તિ હોય નહિ. કેમકે-બુદ્ધિનું પ્રગર્ભપણું (મોટાપણું) હોય તે જ વચનને વિષે પ્રગર્ભપણું પ્રાપ્ત થાય છે, તેથી તે જ સર્વજ્ઞ છે.” આ પ્રમાણે વિચારીને ક્ષદિ આદર સહિત ધર્મરુચિ અણગારને વંદના કરી. વાંદીને તેણે જિનેશ્વરકથિત ધર્મ પૂક્યો, તેણે પણ સંક્ષેપથી કહ્યો. ત્યારે જિનેશ્વરપ્રણીત વાક્યરૂપી અમૃતરસના આસ્વાદથી તેનું માયાસૂનવીય-બૌદ્ધ વગેરેએ ઉત્પન્ન કરેલ સમગ્ર કુવાસનામય (રૂપ) વિષ દૂર થયું-નાશ પામ્યું, અને તે યથાસ્થિત હેય-ઉપાદેયવસ્તુને જોવા લાગ્યો. ચક્ષુનો લાભ થવાથી જન્માંધપુરુષની જેમ તે અત્યંત હર્ષ પામ્યો. ત્યાર પછી મધ્યાહ્ન સમયે ગુરુની પાસે આવીને વિશેષ પ્રકારે ધર્મ સાંભળી તે બન્ને દંપતીએ સંવેગ પામી દીક્ષા ગ્રહણ કરી. સૂત્ર સુગમ છે [૩૬૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org