________________
૨૪૦)
| શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ / ‘તપિરીત’ તેનાથી એટલે જઘન્યથી જે વિપરીત એટલે મોટી નીસરણી વગેરે ઉપર ચડીને પ્રાસાદના ઉપલા ભાગથી લાવીને અપાય તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય છે IIઉપશા હવે આ બન્નેના દોષવાળા દષ્ટાંતો કહેવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- भिक्खू जहन्नगंमी, गेरुय उक्कोसगम्मि दिद्रुतो ॥
अहिडसणमालपडणे य एवमाई भवे दोसा ॥३५८॥ મૂલાર્થ જઘન્યમાં ભિક્ષુ અને ઉત્કૃષ્ટમાં ગેરૂક દૃષ્ટાંત છે. તેમાં સર્પનો દંશ અને માળ ઉપરથી પડવું એ વગેરે દોષો હોય છે. [૩૫૮
ટીકાર્થ જઘન્ય માલાપહતને વિષે ભિક્ષુ એટલે વંદક (સાધુ) દષ્ટાંત છે, અને ઉત્કૃષ્ટને વિષે ગેરૂક એટલે કાપિલ-કપિલમતના બાવાનું દષ્ટાંત છે. તેમાં જઘન્યમાલાપહૃતમાં “દિશા' સર્પનો દંશ તથા ઉત્કૃષ્ટમાં માળથી પડવું એ આદિક દોષો થયા. ૩૫૮ તેમાં પ્રથમ ભિક્ષુનું દષ્ટાંત બે ગાથા વડે કહે છે : मू.०- मालाभिमुहं दह्ण, अगारिं निग्गओ तओ साहू ॥
तच्चन्नि य आगमणं, पुच्छा य अदिन्नदाणन्ति ॥३५९॥ मालम्मि कडे मोयग, सुगंध अहिपविसणं करे डक्का ॥
अन्नदिण साहु आगम, निद्दय कहणा य संबोही ॥३६०॥ મૂલાર્થ : અગારી (સ્ત્રી)ને માળની સન્મુખ જોઈને ત્યાંથી સાધુ નીકળી ગયા તરત જ બીજા સાધુનું આગમન થયું. તેને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે - તેણે પૂર્વે દાન આપ્યું નથી (૩૫૯). (બીજા સાધુને આપવા માટે) માળ ઉપર ઘડામાં મોદક હતા તેની સુગંધથી સર્પ આવ્યો હતો, તેણે તેણીને હાથમાં ડંખી, પછી બીજે જ દિવસે પ્રથમ સાધુ આવ્યા શ્રાવકે તેને નિર્દય કહ્યો. ત્યારે તેણે તત્ત્વ કહ્યું. પછી તે બોધિ પામ્યો. (૩૬૦)
ટીકાર્ય : જયંતપુર નામનું નગર છે. તેમાં લક્ષદિન્ન નામે ગૃહપતિ છે, તેને વસુમતી નામની ભાર્યા છે. એક દિવસે તેને ઘેર ધર્મરુચિ નામના સંયતે (સાધુએ) ભિક્ષા માટે પ્રવેશ કર્યો. વશઇંદ્રિયવાળા, રાગદ્વેષરહિત અને એષણા સમિતિવાળા તે સાધુને જોઈને વિશિષ્ટદાન આપવાનો પરિણામ ઉત્પન્ન થયો છે જેને એવા લક્ષદિને વસુમતીને આદરસહિત કહ્યું કે – “આ સાધુને અમુક મોદકો આપ.” હવે તે મોદકો ઉપર ટાંગેલા ઉંચા શીકામાં રહેલા ઘડાને વિષે હતા. તેથી તેણી તે લેવા માટે ઊભી થઈ. તે વખતે તે માલાપહત ભિક્ષાને જાણીને સાધુ તેના ઘરમાંથી નીકળી ગયા. ત્યારપછી તરત જ તે જ ઘરે ભિક્ષા માટે ભિક્ષુક આવ્યો. તેને યકૃદિશે પૂછયું કે - “હે ભિક્ષુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org