________________
૨૩૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ જે પ્રકારે ‘સ્માતો ઘટાદિકને વિષે, આદિ શબ્દથી કુતુપાદિકનું ગ્રહણ કરવું. પૂર્વે લીંપેલા ઘટાદિને ઉઘાડે સતે “શયા:' પૃથ્વીકાયાદિકની વિરાધના થાય છે. આ ઉપલક્ષણ છે, તેથી દાન તથા ક્રયવિક્રમરૂપ અધિકરણની પ્રવૃત્તિ પણ થાય છે. તે જ પ્રમાણે પ્રથમ દીધેલા (બંધ કરેલા) કપાટને વિષે પણ સાધુને માટે ઉઘાડે તે જાણવા. તે આ પ્રમાણે - જ્યારે કપાટને વિષે પ્રથમ કોઈ પણ પ્રકારે પૃથ્વીકાય અથવા જળથી ભરેલો કરક-કુંભ, અથવા બીજોરું વગેરે મૂક્યું હોય, ત્યારે તે કપાટને ઉઘાડતાં તેની વિરાધના થાય છે. (એટલે કે બારણાની પાછળ ઘડો ભરેલો પડ્યો હોય અથવા તો બીજો રૂ આદિ પડ્યું હોય અને બારણું ઉઘાડે તે વખતે તે ફુટે યા તો ચગદાય એટલે વિરાધના થાય :) તેમજ જળથી કરકાદિક પૃથ્વી પર લોટે અથવા ભાંગે સતે તેનું જળ પસરતું (ફેલાતું) સતું પાસે રહેલા ચૂલા વગેરેમાં પણ પ્રવેશ કરે, અને તેમ થવાથી અગ્નિકાયની વિરાધના થાય, તથા જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય તેથી વાયુકાયની પણ વિરાધના થાય. તથા મૂકકીડી વગેરેના વિવર(દર)માં પેઠેલા (પાણીથી) કીડી-ઘરોળી વગેરે જંતુનો વિનાશ થયે સતે ત્રસકાયની વિરાધના પણ થાય છે. અહીં દાન, ક્રય અને વિક્રમ રૂપ અધિકરણની પ્રવૃત્તિની ભાવના (ઘટના) પૂર્વની જેમ કરવી ૩૫૪. હવે ‘સવિતા' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- घरकोइल संचारा, आवत्तण पीढगाइ हेढुवरि ॥
निते वि एयअंतो, डिभाई पेल्लणे दोसा ॥३५५॥ મૂલાર્થઃ કપાટ-કમાડનો સંચાર કરવાથી ઘરોળીની વિરાધના થાય છે, પીઠિકાની નીચે તથા ઉપર આવર્તન કરવાથી વિરાધના થાય છે, તથા લઈ જવાથી તેની અંદર રહેલા ડિમાદિકને પ્રેરવાથી દોષ થાય છે. ૩૫પા
ટીકાર્થઃ કપાટ-બારણાંના ‘રંવાર સંચાર કરવાથી ઘરોળી, આ ઉપલક્ષણ હોવાથી કીડી અને ઉંદર વગેરેની વિરાધના થાય છે. તથા પ્રાસાદની નીચેની ભૂમિરૂપ પીઠિકાની જેવી પીઠિકા તે પીઠિકાની નીચેના કે ઉપરના કપાટનાં (બારણાંના) એક ભાગનું આવર્તન કરવાથી કપાટના એક ભાગને ફેરવવાથી તેને આશ્રીને રહેલા કુંથુઆ, કીડી વગેરે વિનાશ પામે છે. તથા ઉઘાડવા લાયક કમાડને પશ્ચા—ખે લઈ જવામાં અંદર રહેલા ડિભાદિક-બાળક વગેરેને પ્રેરણા કરે સતે (એટલે કે - ઘરનું બારણું બહાર ઊભેલી વ્યક્તિ ખોલતી હોય અથવા તો ઘરમાં રહેલા બાળકોને દ્વાર ખોલવા માટે પ્રેરણા કરવાથી તેઓ બારણું ઊઘાડે તે વખતે બારણું અથડાવાથી) માથું ફૂટવું એ આદિ દોષો થાય છે. (લાગે છે). li૩૫પા
હવે અપવાદ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org