________________
૨૩૪)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | તૂરપ્રવેશ' લાંબા ગમનના માર્ગમાં છીંડી વગેરે હોય ત્યાંથી વહોરવાને વિષે, અથવા ઘંઘશાલના ઘરને વિષે – ધર્મશાલા વિષે સો હાથથી આણેલા ભક્તાદિકનું ગ્રહણ આચર્ણ છે. એટલે કે – કલ્પ છે. તેથી આગળ ઉપરથી આણેલનું ગ્રહણ પ્રતિષ્ઠ' તીર્થકરોએ નિષિદ્ધ કર્યું છે. ૩૪પી. હવે આ આચાર્યના જ ભેદોને બતાવે છે : मू.०- उक्कोस मज्झिम जह-नगं तु तिविहं तु होई आइन्नं ॥
करपरियत्त जहन्न, सयमुक्कोसं मज्झिमं सेसं ॥३४६॥ મૂલાર્થઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે આશીર્ણ છે. તેમાં કરપરિવર્તન કરવું તે જઘન્ય છે. સો હાથથી લાવવું તે ઉત્કૃષ્ટ છે અને બાકીનું માધ્યમ છે ll૩૪ll
ટીકાર્થ : ત્રણ પ્રકારનું આચાર્ણ અભ્યાહત છે. તે આ પ્રમાણે : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. તેમાં જયારે ઊભેલી અથવા બેઠેલી સ્ત્રી કોઈપણ પ્રકારે પોતાના કાર્યો મુઠીમાં ગ્રહણ કરેલા મંડકાદિકે - ખાદ્ય વિશેષાદિકે કરીને, અથવા તો પોતાના પુત્રાદિકને પીરસવા માટે ઓદનની ભરેલી કરોટિકા (હાંડલી-તપેલી-કથરોટ) ઉપાડીને ઊભી રહેલી હોય, તેવા અવસરે કોઈ પણ પ્રકારે સાધુ ભિક્ષા માટે આવે, તેને જો તે સ્ત્રી પોતાના હાથમાં રહેલ ભક્ત આપે તો માત્ર કરપરિવર્તન (હાથનું પરાવર્તન) જ થાય. તે અભ્યાહૂત જાન્ય, આચીર્ણ છે, સો હાથથી (આણેલું) અભ્યાહત ઉત્કૃષ્ટ, આચાર્ણ કહેવાય છે. અને બાકીનું સો હાથથી અંદર વર્તતું મધ્યમ અભ્યાહત કહેવાય છે. ૩૪૬ll આ પ્રમાણે અભ્યાહતદ્વાર કહ્યું. હવે ઉભિન્ન (ઉઘાટન) દ્વાર કહે છે : मू.०- पिहिउब्भिन्नकवाडे, फासुय अप्फासुए य बोद्धव्वे ॥
__ अप्फासु पुढविमाई, फासुय छगणाइदद्दरए ॥३४७॥ મૂલાર્થઃ ઉર્ભિન્ન બે પ્રકારે છે : પિહિત ઉભિન્ન અને કપાટ ઉભિન્ન- તથા પિહિત બે પ્રકારે છે : પ્રાસુક અને અપ્રાસુક. તેમ પૃથ્વી આદિ અમાસુક, અને છાણ વગેરે તથા દર્દક પ્રાસુક જાણવા. ૩૪.
ટીકાર્થ : ઉભિન્ન બે પ્રકારે છે. તે આ પ્રમાણે : પિહિતોભિન્ન અને કપાટોભિન્ન તેમાં જે કુતુપ (કુડલુ) વગેરેનું ઢાંકેલું મુખ હોય તેને તેલ, ઘી વગેરે આપવા માટે ઉદ્ભેદીને (ઉઘાડીને) સાધુઓને જે તૈલાદિક અપાય તે પિરિતોભિત્ર કહેવાય છે. કેમકે – પિહિતને (ઢાંકેલને) ઉભિન્ન કર્યું (ઉઘાડ્યું) છે, જેને વિષે તે પિહિતો ભિન્ન એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. તથા જે ઢાંકેલા કપાટ (બારણાં) ને ઉદ્દભેદ કરીને એટલે કે ઉઘાડીને સાધુઓને અપાય તે કપાટોભિન્ન કહેવાય છે. તેની વ્યુત્પત્તિ પૂર્વની જેમ કરવી. તેમાં પિહિતો ભિન્નને વિષે જે પિધાન-ઢાંકણ છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org