________________
૨૩૨)
( શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / પરગ્રામ અભ્યાદત નિશીથ કહ્યું. હવે સ્વગ્રામ અભ્યાહત નિશીથ તે બે ગાથાવડે કહે છે : मू.०- लद्धं पहिणगं मे, अमुगत्थगयाए संखडीए वा ॥
वंदणगठ्ठपविट्ठा, देइ तयं पट्ठिय नियत्ता ॥३४१॥ नियं पहेणगं मे, नियगाणं निच्छियं व तं तेहिं ॥
सागारि सइज्झियं वा, पडिकुट्ठा संखडे रुट्ठा ॥३४२॥ મૂલાર્થઃ (કોઈક સ્ત્રી કોઈકને ઘેર ગઈ અને ત્યાંથી પાછી આવીને સાધુની પાસે આવી અને બોલી કે – અમુકને ઘેર ગયેલી મેં આ) પ્રહણક-લાહણી પ્રાપ્ત કર્યું છે, અથવા સંખડીને વિષે મને મળ્યું છે, હમણાં હું અહીં વંદનને માટે આવી છું. એમ કહીને તેણી સાધુને આપે (૩૪૧) અથવા સ્વજનને માટે હું મારે ઘેરથી નીકળીને આ પ્રહણક-લાણી લઈ ગઈ હતી પણ તેઓએ લીધું નહિ, તેથી ત્યાંથી નીકળીને હું અહીં આપી છું. એમ કહીને આપે અથવા સાગારિકાને કે પ્રથમ સંકેત કરી રાખેલી સ્ત્રીને આક્રોશ કર્યો પછી કલહ થયે સતે ક્રોધ પામી ૩૪રા
ટીકાર્થ ઃ અહીં કોઈ શ્રાવિકા (સાધુની) અભ્યાહતની શંકા દૂર કરવા માટે કોઈક ઘર પ્રત્યે ચાલી. ત્યાંથી પાછી વળીને સાધુને વહોરાવવાટે ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સાધુની સમક્ષ આ પ્રમાણે બોલી કે “હે પૂજયો, હું અમુક ઘેર ગઈ હતી ત્યાંથી મને આ પ્રહણક (લ્હાણી) મળ્યું છે, અથવા કોઈક સંખડીમાં મળ્યું છે. હમણાં હું વંદન કરવા અહીં આવી છું તો જો આપને આ (ભક્તાદિ) ઉપકાર કરે તેમ હોય-આપને ખપ હોય તો ગ્રહણ કરો.” એમ કહીને તે લાવેલું વહોરાવે અથવા આ પ્રમાણે કહે કે “
નિના ' સ્વજનોને માટે હું મારે ઘેરથી પ્રહણક-ાણી લઈ ગઈ હતી, પરંતુ તેઓએ ઇચ્છવું નહિ (રાખ્યું નહિતેથી તે સ્વજનના ઘરથી પાછી વળેલી હું વંદનને માટે અહીં આવી છું. - એમ કહીને તે આપે અથવા કોઈક શ્રાવિકા માયા વડે અભ્યાહત લાવીને ‘સારિશ' શય્યાતરીને અથવા “સક્િત” પૂર્વે સંકેત કરી રાખેલી એવી વસતિમાં રહેનારી પાડોસણને કોઈ સ્ત્રી, સાધુ સાંભળે તેમ કહે કે - “આ પ્રહણકને તું ગ્રહણ કરે ત્યારે માયાથી તેણીએ નિષેધ કર્યો કે “તેં પણ અમુક દિવસે મારું પ્રહણક ગ્રહણ કર્યું હોતું, તેથી હું પણ આ તારું ગ્રહણ નહિ કરું” એમ નિષેધ કર્યો. ત્યારે તે પણ માયાથી તે સ્ત્રીને કાંઈક કઠોર વચન બોલી, બીજીએ પણ તે જ પ્રમાણે કહ્યું ત્યાર પછી આ પ્રમાણે પરસ્પર “પંડે કલહ થયે સતે તે પ્રહણક લાવનારી “ષ્ટા' રોષ પામી સતી વંદન કરવા માટે વસતિમાં આવી. ત્યાં હમણાંનું થયેલું વૃત્તાંત કહીને તે વખતે સાધુને વહોરાવે ૩૪૧-૩૪રી
સ્વગ્રામાભ્યાહત નિશીથ પણ કહ્યું. હવે અનાચાર્ણને સમાપ્ત કરતા સતા આચના ભેદોને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org