________________
|| ધનાવહાદિ શ્રાદ્ધકુટુંબનું દૃષ્ટાંત /
(૨૩૧ આપીએ અને તે પણ તથા પ્રકારે દેવાતું જો સાધુઓ જુએ નહિ તો તેઓની અશુદ્ધની શંકા તેવા પ્રકારની જ રહેશે. તેથી જે સ્થળે ઉચ્ચારાદિક-ચંડિલાદિક કાર્યને માટે નીકળ્યા સતા તે સાધુઓ જોઈ શકે તેવા સ્થળે રહીને આપણે આપીએ.” આ પ્રમાણે વિચારીને કોઈ વિવલિત (અમુક, પ્રદેશમાં કોઈક દેવકુલની શંકર આદિના મંદિરની બહારના ભાગમાં દ્વિજાદિકને થોડું થોડું આપવા લાગ્યા. તે સમયે ઉચ્ચારાદિક કાર્યને માટે બહાર નિકળેલા એવા કેટલાક સાધુઓને તેઓએ જોયા, તેથી તેમને નિમંત્રણ કહ્યું કે - “હે સાધુઓ, અમારા વધેલા મોદકાદિક ઘણા છે, તેથી જો તે આપને કાંઈ પણ ઉપકાર કરે તેમ હોય-આપને ખપ હોય તો તે તમે ગ્રહણ કરો.” ત્યારે સાધુઓએ પણ તેને શુદ્ધ જાણી ગ્રહણ કર્યું. પછી તે સાધુઓએ બીજા સાધુઓને પણ કહ્યું કે – “અમુક પ્રદેશમાં ઘણું અશનાદિક એષણીય પ્રાપ્ત થાય છે.” તે સાંભળી તેઓ પણ તેને ગ્રહણ કરવા માટે ગયા. તેમાં કેટલાક શ્રાવકો ઘણા મોદકાદિક આપવા લાગ્યા, અને કેટલાક માયા કપટથી તેમને નિવારવા લાગ્યા કે - “આટલું જ આપો, વધારે ન આપો. બાકીનું આપણા ભોજનને માટે થશે.” વળી બીજા કેટલાક તે નિવારણ કરનારાને જ નિષેધ કરવા લાગ્યા કે – “આપણામાંથી કોઈ પણ ખાય તેમ નથી, પ્રાયઃ બધાએ ભોજન કર્યું છે - જમી લીધું છે, તેથી થોડું જ ભોજન બાકી રહે એટલું જ પ્રયોજન છે. માટે સાધુઓને ઇચ્છા મુજબ આપો.” (૩૩૮). હવે જે સાધુઓ નવકારશીના પ્રત્યાખ્યાનવાળા હતા, તેઓએ તો તે વાપરી લીધા. જેઓ પોરસીના પ્રત્યાખ્યાનવાળા હતા તેઓ ભોજન કરવા લાગ્યા. જેઓ અજીર્ણને લીધે પુરિમની રાહ જોતા હતા, તેઓએ ભોજન શરૂ કર્યું નથી, તેવા સમયે શ્રાવકોએ વિચાર્યું કે - “હવે સાધુઓ જમી રહ્યા હશે તેથી તેમને વાંદીને આપણે આપણા સ્થાને જઈએ.” એમ વિચારીને કાંઈક અધિક પ્રહરને સમયે સાધુઓની વસતિમાં આવીને નૈષેલિકી વગેરે સમગ્ર શ્રાવકની ક્રિયા કરવા લાગ્યા. ત્યારે સાધુઓએ જાણ્યું કે – “આ શ્રાવકો અતિ વિવેકી છે, તેઓને પરંપરા વડે અમુક ગામમાં વસનારા જાણ્યા. તેથી બરાબર વિચાર કરવાથી નિશ્ચય કર્યો કે - “ખરેખર અમારે નિમિત્તે જ આ ભક્તાદિક પોતાના ગામથી અહીં આપ્યું છે.” એમ જાણ્યા પછી જેઓએ ભોજન કર્યું તેઓએ તો કર્યું જ, પણ જેઓએ હજુ સુધી પૂર્વાર્ધાદિકની પરિમઢ આદિની રાહ જોતા ખાધું નથી તેઓએ ન જ ખાધું (૩૩૯) જેઓ જમતા હતા તેઓએ પણ જે કવળ ઊંચો કર્યો હતો તે પાછો ભાજનમાં જ મૂક્યો અને જે મુખમાં મૂક્યો હતો પણ ગળા નીચે હજુ ઉતાર્યો નથી તેમણે મુખમાંથી બહાર કાઢીને પાસે રહેલા મલકમાં રાખની કુંડીમાં નાંખો. બાકીનું ભાજનમાં રહેલું સર્વ પરઠવી નાખ્યું. પછી શ્રાવક અને શ્રાવિકાનો વર્ગ સર્વ ખમાવીને પોતાને સ્થાને ગયો. તેમાં જે સાધુઓએ ભોજન કર્યું અથવા જેઓએ અર્ધ ભોજન કર્યું, તે સર્વે અશઠભાવવાળા હોવાથી શુદ્ધ જ છે. ૩૪
સૂત્રનો અર્થ સુગમ છે કેવળ ‘મફતૂરનતંતરિય' કેટલાક અતિદૂર છે, અને કેટલાક નદીના આંતરાવાળા છે. (એમ જાણવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org