________________
૨૩૦)
છેશ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ मू.०- अइदूर जलंतरिया, कम्मासंकाए मा न घेच्छंति ॥
आणंति संखडीओ, सड्डो सड्डी व पच्छन्नं ॥३३७॥ निग्गम देउल दाणं, दियाइ सन्नाइ निग्गए दाणं ॥ सिम्मि सेसगमणं, दितऽन्ने वारयंतऽन्ने ॥३३८॥ भुंजण अजीर पुरिम-डगाइ अच्छंति भुत्तसेसं वा ॥ आगमनिसीहिगाई, न भुंजई सावगासंका ॥३३९॥ उक्खित्तं निक्खिप्पइ, आसगयं मल्लगम्मि पासगए ॥
खामित्तु गया सड्ढा, तेऽवि य सुद्धा असढभावा ॥३४०॥ મૂલાર્થ અતિ દૂર અથવા નદીના આંતરાવાળા સાધુઓ આધાકર્મની શંકાથી નહિ ગ્રહણ કરે, એમ ધારીને શ્રાવક અને શ્રાવિકા છાની રીતે સંખડીને લાવે (૩૩૭) બહાર નીકળીને દેવકુળને વિષે બ્રાહ્મણાદિકને આપવા લાગે, તેવામાં સંજ્ઞા (ઉચ્ચાર-વ્યંડિલ) ને માટે નિકળેલા સાધુને આપે, તેના કહેવાથી બીજા સાધુઓ ગયા, તેમને પણ આપવા લાગ્યા તે આપનારને બીજા નિષેધ કરવા લાગ્યા, તેમને પણ બીજા નિષેદ કરવા લાગ્યા (૩૩૮). કેટલાકે ભોજન કર્યું કેટલાક કરવા લાગ્યા, કેટલાક અજીર્ણને લીધે પરિમઢ વગેરેની રાહ જોવા લાગ્યા. તેવામાં શ્રાવકોએ આવી નિસ્સીહિ આદિ વડે સાધુને વાંદ્યા ત્યારે શ્રાવકની શંકા થવાથી કેટલાક સાધુએ ખાધાથી શેષ રહેલાનો ત્યાગ કર્યો, કેટલાકે વાપર્યું જ નહિ (૩૩૯). કેટલાકે હાથમાં લીધેલા કવળને ભાજનમાં મૂક્યો, કેટલાકે મુખમાં મૂકેલા કવળને પાસે રહેલા મલ્લક-રાખની કુંડીમાં નાખ્યો પછી શ્રાવકો ખમાવીને ગયા. તે સાધુઓ પણ અશઠભાવવાળા હોવાથી શુદ્ધ છે. ll૩૪Cણી
ટીકાર્થ : કોઈક ગામમાં ધનાવહ વગેરે ઘણા શ્રાવકો છે, અને ધનવતી વગેરે શ્રાવિકાઓ છે. તે સર્વે એક જ કુટુંબના હતા એકદા તેમને ઘેર વિવાહોત્સવ થયો તે થઈ રહ્યા પછી ઘણા મોદકાદિક વધ્યું. ત્યારે તેમણે વિચાર કર્યો કે - “આ સાધુઓને આપો, કે જેથી આપણને ઘણું પુણ્ય થાય. વળી કેટલાક સાધુઓ તો અતિદૂર છે, અને કેટલાક નજીકમાં રહેલા છે, પણ વચ્ચે નદી છે, તેથી તેઓ અકાયની વિરાધનાના ભયથી આવશે નહિ, અને કદાચ આવે તો પણ ઘણા મોદકાદિક જોઈને આપમે શુદ્ધ કહીએ તો પણ આધાકર્મની શંકાને લીધે તેઓ ગ્રહણ કરશે નહિ. તેથી જે ગામમાં સાધુઓ રહેલા છે, ત્યાં જ આપણે ગુપ્ત રીતે ગ્રહણ કરીને જઈએ તો ઠીક.” એમ વિચારીને તેઓએ તેમજ કર્યું. (૩૩૭) ત્યારબાદ તેઓએ ફરીથી પણ વિચાર કર્યો કે જો “સાધુઓને બોલાવીને આપણે આપીશું તો અશુદ્ધની શંકા કરીને તેઓ ગ્રહણ કરશે નહિ. તેથી આમાંથી કાંઈક બ્રાહ્મણાદિકને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org