________________
| અનાચીર્ણનોનિશીથાભ્યાહત અને તેનો સંભવ છે
(૨૨૯ હવે આ જ સ્વગ્રામના વિષયવાળા નોનિશીથ અભ્યાહતના સંભવને કહે છે : મૂ. - સુન્ન , પયં વ પ વ પાકુત્તા .
इय एइ काइ घेत्तुं, दीवेइ य कारणं तं तु ॥३३५॥ મૂલાર્થ: શૂન્ય ઘર, કાળ થયો નથી, પ્રકૃત કાંઈક છે, અથવા પ્રહણક આવ્યું અથવા શ્રાવિકા સૂતી હતી, આવા કારણોને લઈને કોઈ સ્ત્રી ભક્તાદિક લઈને આવે અને લાવવાનું કારણ પ્રગટ કરે (આ રીતે અભ્યાહતનો સંભવ છે.) |૩૩પી
ટીકાર્થ : અહીં કોઈ સાધુએ ભિક્ષાટન કરતાં કોઈ ઘરમાં પ્રવેશ કર્યો પરંતુ તે ઘર તે વખતે શૂન્ય’ ખાલી હતું એટલે કે – તે ઘરના મનુષ્યો બહાર ગયા હોય અથવા હજુ ત્યાં રંધાતું હોવાથી ‘મન' ભિક્ષાકાળ થયો નથી અથવા તે ઘેર “પ્રવક્ત' ગૌરવને લાયક એવા સ્વજનાદિકનું ભોજનાદિ વર્તતું હોય સ્વજનાદિકને જમાડાતા હોય તેથી તે વખતે સાધુને ભિક્ષા આપી શકાય તેમ ન હોય અથવા સાધુ વહોરીને ગયા પછી ‘પ્રદુંગ લાહણી (લાણી) આવી તે ઉત્તમ પદાર્થ હોવાથી સાધુને આપવા લાયક છે, એમ વિચાર્યું અથવા તે વખતે શ્રાવિક “પ્રસુતા' સુતેલી હોય તેથી સાધુને ભિક્ષા આપી નહિ. આટલા કારણોએ કરીને કોઈક શ્રાવિકા પોતાના ઘેરથી ભક્તાદિક ગ્રહણ કરીને સાધુના ઉપાશ્રયે લાવે અને તે લાવવાનું કારણ તે વખતે “ઘર શૂન્ય હતું' ઇત્યાદિ રૂપ “રી યતિ' પ્રકાશ કરે (કહે). આ પ્રમાણે નોનિશીથ સ્વગ્રામાભ્યાહતનો સંભવ છે. l૩૩પી.
આ પ્રમાણે સ્વગ્રામ અને પરગ્રામના પ્રકારવાળું નોનિશીથ અભ્યાહત કહ્યું. હવે સ્વગ્રામ અને પરગ્રામના ભેદવાળા નિશીથ અભ્યાહતને અતિદેશથી – ભલામણ વડે કહે છે : मू.०- एमेव कमो नियमा, निसीहऽभिहडे वि होइ नायव्वो ॥
अविइअदायगभावं, निसीहिअं तं तु नायव्वं ॥३३६॥ મૂલાર્થઃ એ જ ક્રમ નિશ્ચયથી નિશીથ અભ્યાહતને વિષે પણ હોય છે, એમ જાણવું. જેમાં દાતાનો ભાવ જાણવામાં ન આવે તે નિશીથ અભ્યાહત જાણવું. ૩૩૬lી.
ટીકાર્થ : જે ક્રમ સ્વગ્રામ, પરગ્રામ વગેરે વાળા નોનિશીથ અભ્યાહતને વિષે કહ્યો છે, તે જ ક્રમ નિશીથ અભ્યાહતને વિષે પણ નિશ્ચયથી જાણવો. હવે નિશીથ અભ્યાહતનું સ્વરૂપ કહે છે.
વફા' ઇત્યાદિ ‘વિતિઃ' સાધુએ નથી જાણ્યો (‘રાયપાવ:') દાયક દાતાનો અભ્યાહતદાનનો પરિણામ જેને વિષે તે અવિદિતદાયકભાવવાળું નિશીથ અભ્યાહત જાણવું. આનો ભાવાર્થ એ છે કે - સર્વથા સાધુએ જે અભ્યાહતપણે જાણ્યું ન હોય તે નિશીથાભ્યાહત છે. ll૩૩૬ll
પરગ્રામ અભ્યાહત નિશીથનો સંભવ હોય છે, તે ચાર ગાથા વડે કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org