________________
| અનાચીર્ણનોનિશીથાભ્યાહતનો વિસ્તાર ||
(૨૨૭
સમજવું li૩૩O|ી.
તેમાં જે જળ અને સ્થળ સંબંધી અભ્યાહતના ભેદો કહ્યા, તેને જ વિસ્તારથી ભાવતા સતા દોષોને દેખાડે છે :
मू.०- जंघा बाह तरीइ व, जले थले खंध आरखुरनिबद्धा ॥
संजम आयविराहण, तहियं पुण संजमे काया ॥३३१॥ अत्थाहगाहपंका-मगरोहारा जले अवाया उ॥
कंटाहितेणसावय, थलम्मि एए भवे दोसा ॥३३२॥ મૂલાઈ જલમાર્ગમાં જંઘા, બાહુ અને તરિકા વડે (અભ્યાહત) સંભવે છે. તથા સ્થળમાર્ગમાં સ્કંધ, આરનિબદ્ધ (ગાડી) અને ખુરનિબદ્ધ બળદ) વડે સંભવે છે. તેમ થવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેમાં સંયમના વિષયમાં અકાયાદિની વિરાધના થાય છે. (૩૩૧) જળને વિષે અસ્તાઘ (અતિ ઊંડું) હોવાથી ગ્રાહથકી, પંકથકી, મકરથકી અથવા ઓહાર (કચ્છપ) થકી અપાય (વિનાશ) થાય છે. અને સ્થળમાર્ગે કાંટા, સર્પ, સ્તન અને શિકારી પશુઓથકી અપાયરૂપ આ દોષો થાય છે. {૩૩રા
ટીકાર્થઃ તેમાં જળમાર્ગને વિષે થોડા જળનો સંભવ હોયે સતે બે જંઘા વડે અને અસ્તાઘ (ઘણા જળ)નો સંભવ સતે બે બાજુ વડે અથવા તરિકા વડે. આ ઉપલક્ષણ છે. તેથી ઉપ વડે પણ અભ્યાહત (આણેલું) સંભવે છે. અને સ્થળમાર્ગને વિષે તો સ્કંધ વડે અથવા ‘મારઘુરવિદ્ધ ત્તિ' અહીં તૃતિયાના અર્થમાં પ્રથમ વિભક્તિ લખી છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો કે - આરકનિબદ્ધ (આરાથી રચેલીબનાવેલી) એવી ગાડી, તે વડે. તથા ખુરનિબદ્ધ (ખરીવાળા) ગધેડા, બળદ વગેરે. તેઓ વડે (અભ્યાહત). અહીં સંયમવિરાધના અને આત્મવિરાધનારૂપ દોષો છે. ‘તત્ર' સંયમ અને આત્મવિરાધના મધ્યે સંયમના વિષયવાળી વિરાધના (તરીકે) જળમાર્ગે અને સ્થળમાર્ગે “યા' વિનાશ કરાતા અપકાયાદિક જાણવા (૩૩૧). જળમાર્ગને વિષે આત્મવિરાધનાને કહે છે. સ્થાદિ ઇત્યાદિ અહીં પ્રાકૃતપણાને લીધે કોઈ ઠેકાણે વિભક્તિનો લોપ થયો છે અને કોઈ ઠેકાણે વિભક્તિનો પરિણામ (ફેરફાર) કર્યો છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો : અસ્તાઘને વિષે એટલે કે – પગ આદિ વડે જેનો નીચેનો ભૂમિભાગ પામી ન શકાય એવા (ગાઢ-ઊંડા) જળમાં નીચે ડૂબી જવા રૂપ અપાય થાય છે. તથા “પ્રાપ્ય:' જળચર વિશેષ - જલહસ્તી, ઝુંડ નામા જલચર પ્રાણીથકી. અથવા ‘પંત:' કાદવથકી, અથવા મગરમચ્છથકી અથવા ‘મોરારે રિ' કચ્છપ (કાચબા) થકી. આ ઉપલક્ષણ છે, તેથી બીજા પણ પગને બાંધનારા તંતુ-જલતંતુ વગેરે થકી. “સાયા:' વિનાશ વગેરે દોષો સંભવે છે. તથા સ્થળમાર્ગને વિષે આત્મવિરાધનાને કહે છે: “ત્યાવિ' કાંટાથકી, અથવા સપંથકી, અથવા સ્તન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org