________________
॥ લોકોત્તરપરાવર્તિત, તેના દોષો અને અપવાદ ।।
(૨૨૫
મૂલાર્થ : આ વસ્ત્ર ન્યૂન છે, અધિક છે, દુર્બળ છે, ખર છે, ગુરુ છે, છેદાયેલું છે, મલિન છે, શીતને સહન ન કરે તેવું છે. અથવા ખરાબ વર્ણવાળું છે, એમ જાણીને ખોટા પરિણામને પામે અથવા બીજાને કહ્યો સતો વિપરિણામ પામે. II૩૨ના
ટીકાર્થ : વસ્ત્રનું પરિવર્તન કરે સતે આ વસ્ત્ર ન્યૂન છે, અને જે મારૂં વજ્ર હતું તે તો માનયુક્ત એટલે પ્રમાણોપેત હતું. અથવા તો આ વરૂ અધિક છે, અને મારું વસ્ત્ર તો માનોપેત હતું. એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી. વિશેષ એ કે ‘દુર્વŕ' જીર્ણપ્રાયઃ એટલે ઘણે ભાગે જીર્ણ થયેલું છે, ‘વર’ કઠણ સ્પર્શવાળું છે ‘ગુરુ' જાડા સુતરનું બનેલું હોવાથી ભારવાળું (જાડું–ભારે) છે, ‘fi’ નિષ્કુપક (કોર-છોડા વિનાનું) છે, ‘મત્તિનું' મેલ વડે વ્યાપ્ત છે, ‘અશીતસö” શીત (ટાઢ)ને સહન કરવાને અસમર્થ છે. અથવા ‘દુર્વ’ ખરાબ કાંતિ-શોભા (રંગ)વાળું છે, આ પ્રમાણે પોતે જ જાણીને ‘વિપરિત્નક્ષેત્’ વિપરીત પરિણામ પામે એટલે કે - હું ઘસાયો (ઠગાયો) એમ વિચારે, અથવા તો બીજા કુટિલ સાધુએ (તેણે તારી) મશ્કરી કરી, એમ કહ્યો સતો વિપરિણામને પામે. II૩૨૭ના
આ લોકોત્તરને વિષે જ અપવાદને કહે છે :
मू. ०- एगस्स माणुजुत्तं, न उ बिइए एवमाइ कज्जेसु ॥
गुरुपामूले ठवणं, सो दलयइ अन्नहा कलहो ॥३२८॥
મૂલાર્થ : એકનું વસ્ત્ર માનયુક્ત હોય, બીજાનું ન હોય, આવા કાર્યો ઉત્પન્ન થયે સતે તે વસ્ત્ર ગુરુની પાસે સ્થાપવું. તે આપે. અન્યથા કલહ થાય. II૩૨૮॥
ટીકાર્થ : એક સાધુ સંબંધીનું જે ‘માનવુ ં” પ્રમાણોપેત વસ્ત્રાદિક તે વસ્ત્રાદિક ‘ન દ્વિતીયે’ બીજા સાધુને માનોપેત ન હોય, પરંતુ ન્યૂન કે અધિક હોય. તેથી કરીને આવા પ્રકારના કાર્યો ઉત્ત્પન્ન થાય ત્યારે (વસ્ત્રાદિ) પરિવર્તનનો સંભવ થાય છે. તે પરિવર્તનનો સંભવ થાય ત્યારે જેના સંબંધી તે વસ્ત્રાદિ હોય તેણે તે વસ્ત્ર વગેરે ગુરુના પાદમૂળમાં સ્થાપન કરવું, એટલે કે - ગુરુના ચરણે મૂકવું. ત્યારપછી (ગુરુ મહારાજને સઘળો) વૃત્તાંત કહેવો. અને વૃત્તાંત કહે સતે તે ગુરુ (તે વસ્ત્ર જેને આપવું હોય તેને) આપે. ‘અન્યથા’ જો ગુરુપાદના મૂળે ન મૂકે તો ‘દિ' પરસ્પર કજીયાનો સંભવ થાય. ||૩૨૮॥
પરિવર્તિતદ્વાર કહ્યું. હવે અભ્યાહત (ભક્ત-પાનાદિક સામું લાવીને આપવું તે) દ્વાર કહે છે : मू. ० - आउन्नमणाइन्नं, निसीहऽमिहडं च नोनिसीहं च ॥
निसीहाभिहडं ठप्पं, वोच्छामि नोनिसीहं तु ॥ ३२९॥
મૂલાર્થ : અચીર્ણ અને અનાચીર્ણ (એ બે ભેદે અભ્યાહત) છે, તે પણ (અનાચીર્ણ) નિશીથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org