________________
૨૨૪).
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ /
ને ?” ત્યારે પરાવર્તનનો વૃત્તાંત નહિ જાણતા એવા તેણે વિચાર્યું કે - “આ ભાયએ કૃપણતાને લીધે કોદરાના ઓદન રાંધ્યા છે અને શાલિદન રાંધ્યા નથી.” એમ વિચારીને તે તેણીને મારવા લાગ્યો. ત્યારે તાડન કરાતી તે બોલી કે – “તમે મને કેમ મારો છો? તમારી જ બહેન કોદ્રવના ઓદનને અહીં મૂકી શાલિદન લઈ ગઈ છે.” હવે અહીં ધનદત્ત પણ ઘેર આવીને જમવા માટે બેઠો ત્યારે તેને જે શાલિઓદન ક્ષેમકર સાધુને આપતાં વધ્યો હતો તે લક્ષ્મીએ ગૌરવપૂર્વક પીરસ્યો. ત્યારે તેણે તેણીને પૂછ્યું કે – “હે પાપીણી, શા માટે તે શાલિનું એક માન (માણું) રાંધીને સાધુને શાલિદન ન આપ્યાં? કે જેથી બીજે ઘેરથી લાવીને તે મારૂં મલિનતાપણું કર્યું?” એમ કહીને તેણે પણ તેણીને મારી. આ બંન્ને ઘરમાં બનેલો સર્વ વૃત્તાંત સાધુએ પણ લોકપરંપરાએ સાંભળ્યો. પછી રાત્રિએ તે સર્વને સાધુએ પ્રતિબોધ કર્યો કે “અમારે આવું ભોજન કર્ભે નહિ. પરંતુ અજાણતાં મેં ગ્રહણ કર્યું હતું. આ જ કારણથી ભગવાન તીર્થંકરદેવોએ કલહાદિક દોષના સંભવને લીધે નિષેધ કર્યો છે.” એમ કહીને તેણે જિનપ્રણીત ધર્મને સવિસ્તાર કહ્યો. તેથી સર્વને સંવેગ પ્રાપ્ત થયો અને તે સર્વને દીક્ષા આપી.
આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે “નવપરબ્સિના લક્ષ્મી અને દેવદત્ત તથા બંધુમતી અને ધનદત્ત તેઓ પરસ્પર “બ્સની' ભાઈઓ છે, અને તે હે પિ' બન્ને પણ - લક્ષ્મી અને બંધુમતી ‘મગ્નમાં તિ' પરસ્પર સંબંધવાળી થઈ. એટલે કે દેવદત્તની ભગિની લક્ષ્મીને ધનદત્ત પરણ્યો, અને ધનદત્તની બહેન બંધુમતીને દેવદત્ત પરણ્યો, એ ભાવાર્થ છે. “ગતિય રિ’ પીદ્ગલિકનું એટલે શાલિદન અને કોદ્રવનું “યતાઈ’ ક્ષેમકર સાધુને નિમિત્તે પરિવર્તન કર્યું. તેથી “સંવર્ડ કજીયો થયો. ત્યાર પછી “વધ:' પ્રવજ્યા લીધી. (૩૨૪) આ જ ગાથાના વિવરણરૂપ પછીની બે ગાથા છે, તે પણ સુગમ છે. તેમાં વિશેષ એ કે “મછર ઉત્ત' અહીં વિભક્તિનો લોપ હોવાથી અત્યરેખ' મત્સર વડે “નફg રિ' પરિવર્તન નહિ કહે સતે “પંતાવે' તેણે તાડના કરી. (૩૨૫). ‘૩વમિયાન ઉત્ત' ઉપશમ પામેલાને, અહીં કોઈ શંકા કરે કે – આ પરિવર્તન પણ દીક્ષાનું કારણરૂપ થયું, તેથી સાધુઓએ આ વિશેષ કરીને આચરવું જોઈએ. તેના પર જવાબ આપે છે કે “ઝવ ઉત્ત' કેટલાક જ ક્ષએમકર સાધુની જેવા થશે કે જેઓ આ પ્રમાણે પરિવર્તનથી ઉત્પન્ન થયેલા કલહને દૂર કરી દીક્ષા ગ્રહણ કરાવશે. તેથી આ આચરવા લાયક નથી જ. ૩૨૬l
લૌકિકપરિવર્તન કર્યું. હવે જે લોકોત્તર પરિવર્તન, તેને કહેવું જોઈએ. તેમાં એક સાધુ બીજા સાધુની સાથે વસ્ત્રાદિકનું જે પરિવર્તન કરે તે લોકોત્તર પરિવર્તન કહેવાય છે. તેમાં થતા દોષોને બતાવે છે : मू.०- ऊणहिय दुब्बलं वा, खर गुरु छिन्न मइलं असीयसहं ॥
दुव्वन्नं वा नाउं, विपरिणमे अन्नभणिओ वा ॥३२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org