________________
| લૌકિકપરાવર્તિત ઉપર લક્ષ્મી તથા બંધુમતીની કથા /
(૨૨૩ હવે લૌકિકપરિવર્તિતનું ઉદાહરણ ત્રણ ગાથા વડે કહે છે : मू.०- अवरोप्परसज्झिलगा, संजुत्ता दो वि अन्नमन्नेणं ॥
पोग्गलियसंजयट्ठा परियट्टण संखडे बोही ॥३२४॥ अणुकंप भगिणिगेहे दरिद्द परियट्टणा य कूरस्स ॥ पुच्छा कोद्दवकूरे, मच्छर णाइक्ख पंतावे ॥३२५॥ इयरो वि य पंतावे, निसि ओसवियाण तेसि दिक्खा य॥
तम्हा उ न धेत्तव्वं, कइवा जे ओसमेहिति ॥३२६॥ મૂલાર્થ: પરસ્પર બે ભાઈઓ અને તે બે કન્યાઓ અન્યની સાથે પરણી સાધુને માટે પૌદગલિકનું પરિવર્તન કર્યું. તેથી કલહ થયો. પછી બોધિ થઈ (૩૨૪) અનુકંપા વડે (સાધુએ) ભગિનીને ઘેર પ્રવેશ કર્યો. તે દરિદ્રી હતી. તેથી તેણીએ ક્રૂર (કોદરા)નું પરિવર્તન કર્યું. પતિ જમવા આવે તે તેણે કોદ્રવકૂરીયાં રાંધવાનું કારણ પૂછ્યું. તેણીએ મત્સર વડે નહિ કહે સતે તેણે તાડના કરી. (૩૨૫) બીજાએ પણ તાડના કરી. પછી રાત્રિએ ઉપશમને પામેલા તેઓએ દીક્ષા લીધી. આ પ્રમાણે જે ઉપશમ પામે તે કોઈક જ હોય છે. તેથી આ પરિવર્તિત ગ્રહણ કરવું નહિ li૩૨૬ll
ટીકાર્થઃ વસંતપુર નગરમાં નિલય નામે શેઠ છે. તેને સુદર્શના નામની ભાર્યા છે. તેમને બે પુત્ર છે. તે આ પ્રમાણે – ક્ષેમશંકર અને દેવદત્ત તથા લક્ષ્મી નામની પુત્રી છે. તે જ વસંતપુરમાં તિલક નામે શેઠ છે. તેને સુંદરી નામની ભાર્યા છે. તેમને ધનદત્ત નામે પુત્ર અને બંધુમતી નામે પુત્રી છે. તેમાં માંકરે સમિતસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તથા દેવદત્ત બંધુમતીને પરણ્યો અને ધનદત્ત લક્ષ્મીને પરણ્યો. અન્યદા કર્મના વશથી ધનદત્તને દારિદ્રય પ્રાપ્ત થયું. તેથી તે પ્રાયઃ કોદ્રવના કુરીયા ખાતો હતો. અને દેવદત્ત તો ઈશ્વર (ધનવાનો હતો. તેથી તે હંમેશાં શાલિ ઓદન ખાતો હતો. હવે એકદા તે ક્ષેમકર સાધુ વિહારના અનુક્રમે તે નગરમાં આવ્યા. તેણે વિચાર કર્યો કે – જો હું મારા ભાઈ દેવદત્તને ઘેર જઈશ, તો મારી ભગિની હું દારિદ્રય વડે પરાભવ પામી છું, તેથી આ સાધુ મારા ભાઈ છતાં પણ મારે ઘેર ઊતર્યા નહિ. એમ જાણીને પરાભવ માનશે. (ખેદ પામશે) એમ વિચારીને અનુકંપા વડે તેણીને જ ઘેર તેણે પ્રવેશ કર્યો. પછી ભિક્ષાની વેળાએ તે લક્ષ્મીએ વિચાર્યું કે - “એક તો આ મારો ભાઈ છે, બીજું એ કે – તે સાધુ છે, અને ત્રીજું એ કે - તે પરોણો છે અને મારા ઘરમાં તો કોદરાના કુરિયા છે. તેથી તે તેને કેમ અપાય? વળી શાલિઓદન તો મારા ઘરમાં છે જ નહિ. તેથી કરીને મારા ભાઈની ભાર્યા બધુમતી પાસેથી કોદરાના ઓદનનું પરાવર્તન કરવા વડે શાલિદન લાવીને આપું.” એમ વિચારીને તેણીએ તે જ પ્રમાણે કર્યું. એટલામાં દેવદત્ત ભોજન કરવા માટે પોતાને ઘેર આવ્યો. તે વખતે બંધુમતીએ તેને પૂછ્યું કે - “આજે કોદરાના ઓદન ખાવાના છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org