________________
૨૨૨)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
કોઈક પુરુષ રુચિવાળો થાય છે. એટલે કે – મોટા કષ્ટ વડે તેની રુચિ પૂર્ણ કરી શકાય છે. તેથી તેને આશ્રયીને કલહાદિક દોષો ઉત્પન્ન થાય છે. તેથી લોકોત્તરપ્રામિત્ય પણ ન કરવું. ૩૨૧॥
અહીં જ અપવાદને કહે છે :
मू. ०- उच्चत्ताए दाणं, दुल्लभ खग्गूड अलस पामिच्चे ॥
સંપિ ય ગુરુમ્સ પાસે, વેડ્ સો વેઠ મા તો રૂ૨૨૫
મૂલાર્થ : વસ્ત્રાદિક દુર્લભ સતે ઉચ્ચપણાએ આપવું. તથા કુટિલ અને આળસુને પ્રામિત્ય કરવા વડે આપવું. તે દેવાતું વસ્ત્રાદિક ગુરુની પાસે મૂકવું. પછી ગુરુ તેને આપે. એમ કરવાથી કલહ ન થાય ॥૩૨૨॥
'
ટીકાર્થ : અહીં વસ્ત્રાદિક દુર્લભ હોય સતે સીદાતા સાધુને જો બીજો સાધુ વસ્રાદિક આપવાને ઇચ્છતો હોય, તો તેને ‘તત્ત્વતા ' મફત દાન કરવું. પણ પ્રામિત્ય કરવા વડે આપવું નહિ. તથા જે સાધુ ‘વભૂલ:' કુટિલ હોય એટલે વૈયાવૃત્યાદિકમાં સમ્યક્ પ્રવર્તતો ન હોય, અને જે સાધુ આળસુ હોય, તે બન્ને પાસે દુર્લભ વસ્ત્રાદિક દાનના પ્રલોભન વડે પણ વૈયાવૃત્ય કરાવવું. તેથી તેના વિષયાવાળું પ્રામિત્ય સંભવે છે. તેમાં પણ આપનાર સાધુ તે દેવાતું વસ્ત્રાદિક ગુરુની પાસે સ્થાપન કરે, પોતે આપે નહિ. ત્યારપછી તે બન્નેને પરસ્પર કલહ ન થાય એમ કરીને તે ગુરુ તને આપે. ૫૩૨૨૦
પ્રામિત્યદ્વાર કહ્યું. હવે પરાવર્તિતદ્વાર કહેવાને ઇચ્છતા સતા કહે છે :
मू. ०- परिट्टियं पि दुविहं लोइय लोगुत्तरं समासेणं ॥
एक्कपि अ दुविहं तद्दव्वे अन्नदव्वे य ॥ ३२३ ॥
મૂલાર્થ : પરિવર્તિત પણ સંક્ષેપે કરીને લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. અને એકૈક પણ તદ્રવ્ય અને અન્ય દ્રવ્યને વિષે એમ બબ્બે પ્રકારે છે I૩૨૩
:
ટીકાર્થ : ‘પરિવર્તિતત્તિ' આનો શબ્દાર્થ પ્રથમ કહ્યો છે. એટલે પરિવર્તિત પણ ‘સમાસેન’ સંક્ષેપે કરીને બે પ્રકારે છે. તે આ પ્રમઆમે-લૌકિક અને લોકોત્તર ઃ તે એક એક પણ બબ્બે પ્રકારે છે. તે આ પ્રમાણે ‘તદ્રવ્ય’ તે દ્રવ્યના વિષયવાળું અને ‘અન્યદ્રવ્ય’ અન્ય દ્રવ્યના વિષયવાળુ. તેમાં તે દ્રવ્યના વિષયવાળુ એટલે – જેમ કે – કોહેલું ઘી આપીને સાધુને નિમિત્તે સુગંધી ઘી ગ્રહણ કરવું તે, ઇત્યાદિઃ અન્ય દ્રવ્યના વિષયવાળુ એટલે જેમ કે - કોદરાના કૂરીયાં આપીને સાધુને નિમિત્તે શાલિ ઓદન ગ્રહણ કરવા તે, ઇત્યાદિ, આ લૌકિક પરિવર્તિત કહેવાય છે. એવી રીતે લોકોત્તરપરિવર્તિત પણ જાણવું. ॥૩૨ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org