________________
પિંડશબ્દના પર્યાયો અને તેનો નિક્ષેપ
જાણવી અને ગ્રામૈષણા તો આહાર કરવાના વિષયવાળી છે, તેથી સંયોજનાદિકના ગ્રહણ વડે તે ગ્રહણ કરાશે. તેથી અહીં શેષ રહેવા થકી એષણા શબ્દ કરીને ગ્રહણષણા ગ્રહણ કરી છે એમ જાણવું અને પ્રહરૈષણાના ગ્રહણ કરવા વડે ગ્રહણેષણામાં રહેલા દોષો જાણવા. કેમકે- તથા પ્રકારની વિવક્ષા છે માટે તેથી આનો ભાવાર્થ આ પ્રમાણે - તે ઉત્પાદના નામનો દોષ કહ્યા પછી પ્રહરૈષણામાં રહેલા શંકિત, પ્રક્ષિત વગેરે દોષો કહેવા લાયક છે. (૩) ત્યાર પછી સંયોજના કહેવા લાયક છે. તેમાં જ સંયોગ કરવો તે સંયોજના કહેવાય છે. એટલે કે – જિલ્લા ઇંદ્રિયની લોલુપતાને લીધે રસ (સ્વાદિષ્ટતા) ઉત્પન્ન કરવા માટે સુકુમારિકા (લાપશી) વગેરેને ખાંડ આદિની સાથે મેળવવા તે. તે સંયોજના, દ્રવ્ય અને ભાવ એ ભેદથી બે પ્રકારની છે. તે બાબત “બે ભાવે સંગીયા ૧૦” એમ આગળ કહેશે. (૪) ત્યાર પછી પ્રમાણ એટલે કવળની સંખ્યારૂપ માન કહેવું જોઇએ. (૫) અહીં (મૂળમાં) “ઘ' શબ્દ સમુચ્ચય (અને એવા) અર્થમાં છે, અને તે ભિન્ન ક્રમવાળો હોવાથી “રા' શબ્દની પછી જાણવો. ત્યારપછી “કુંડાન્નિધૂમ' – અંગાર દોષ અને ધૂમ્રદોષ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે કહેવા જોઇએ. (૬-૭) ત્યાર પછી “ફર’િ - જે કારણો વડે કરીને મુનિઓએ આહાર ગ્રહણ કરાય છે, અને જેણે કરીને ગ્રહણ કરાતો નથી, તે કારણો કહેવા જોઇએ. (૮) સૂત્રમાં (નિયુક્તિની આ ગાથામાં) આર્ષપ્રયોગ હોવાથી વિભક્તિનો લોપ થયો છે. આ પ્રમાણે આ પિંડનિયુક્તિ એટલે પિડેષણાનિર્યુક્તિ “અવધા' - આઠ પ્રકારવાળી એટલે આઠ અર્થાધિકારોએ કરીને રચેલી છે. એ આનો ભાવાર્થ છે. /૧/
શંકાઃ આ આઠે અર્થાધિકારો શું કોઈ પણ સંબંધ વિશેષથી આવેલા છે કે યથાકથંચિત્ (જેમ તેમ સ્વચ્છંદપણે) કહેવાના છે?
ઉત્તર : વિશેષ પ્રકારના સંબંધે કરીને જ આ આઠે પ્રકારો આવેલા છે. તે આ પ્રમાણે પિંડેષણા નામના અધ્યયનની નિયુક્તિ કહેવાને પ્રારંભી છે તેમાં પિંડેષણા અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ, ૪. નય. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપાને વિશે પિંડેષણાધ્યયન એવું નામ (આવે છે, તેથી પિંડ અને અધ્યયન એ બે શબ્દની વ્યાખ્યા કરવી જોઈએ. તેમાં અધ્યયન શબ્દની વ્યાખ્યા પ્રથમ દ્રુમપુષ્યિકાધ્યયનમાં કહી દીધી છે. અહીં તો માત્ર પિંડ શબ્દની વ્યાખ્યા કરવાની છે. ત્યાર પછી એષણા શબ્દની પણ વ્યાખ્યા કરવી જોઈએ અને એષણા તો ગવેષરૈષણા ૧, ગ્રહઔષણા ૨, અને ગ્રામૈષણા ૩, એ ત્રણ પ્રકારની છે. અને તે ગવેષણઔષણાદિક ઉદ્દગમ વગેરે વિષયવાળી છે તેથી તે કહેવા લાયક છે, માટે જ પિંડાદિક આઠ અર્થાધિકારો છે.
તેમાં પ્રથમ પિંડ શબ્દની વ્યાખ્યા કરાય છે, અને તે વ્યાખ્યા તત્ત્વ, ભેદ અને પર્યાપ એમ ત્રણ પ્રકારની છે. તેથી પ્રથમ પિંડ શબ્દના પર્યાયોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કરે છે – मू.०- पिंड निकाय समूहे, संपिंडण पिंडणा य समवाय ।
समुसरण निचय उवचय, चए य जुम्मे य रासी य ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org