________________
૨)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
અધ્યયન પિંડૈષણા નામનું છે. તથા દશવૈકાલિકની નિર્યુક્તિ ચૌદપૂર્વી શ્રીભદ્રબાહુસ્વામીએ કરી છે. તેમાં પિંડૈષણા નામના પાંચમા અધ્યયનની નિર્યુક્તિ અત્યંત મોટી હોવાથી શાસ્ત્રાંતરની જેમ જૂદી રાખી છે, અને તેનું ‘પિંડનિર્યુક્તિ' એવું નામ રાખ્યું છે. અહીં પિંડૈષણાની જે નિર્યુક્તિ તે પિંડનિર્યુક્તિ, એમ મધ્યમપદલોપી સમાસનો આશ્રય કર્યો છે. આ કારણથી જ આ ગ્રંથમાં પ્રથમ (મંગલને માટે) નમસ્કાર પણ કર્યો નથી. કેમકે - દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં આનો સમાવેશ છે. તેથી તે નિર્યુક્તિની શરૂઆતમાં જ નમસ્કાર કરેલો હોવાથી અહીં પણ વિઘ્નના ઉપશમનો સંભવ છે. આ (નિર્યુક્તિ) સિવાયની બીજી નિર્યુક્તિ ‘દશવૈકાલિકનિર્યુક્તિ' એવા નામે સ્થાપન કરી છે.
આ પિંડનિયુક્તિના આરંભમાં અધિકારનો સંગ્રહ કરનારી આ પ્રથમ ગાથા છે. - मू०- पिंडे उग्गमउप्पायणे - सणा संजोयणा पमाणं च ॥ इंगाल धूम कारण अविहा पिण्डनिज्जुती ॥१॥
મૂલાર્થ : પિંડને વિષે ઉદ્ગમ ૧, ઉત્પાદના ૨, એષણા ૩, સંયોજના ૪, પ્રમાણ ૫, અંગાર ૬, ધૂમ ૭, અને કારણ ૮, આ આઠ પ્રકારની પિંડનિર્યુક્તિ છે. (૧)
ટીકાર્થ : ‘પિણ્ડ' ધાતુ સંઘાત (સમૂહ)ને વિષે પ્રવર્તે છે. ‘પિણ્ડનં પિન્ટુ:’ - જે પિંડ કરવો તે પિંડ, એટલે સંઘાત. અર્થાત્ ઘણી વસ્તુનો એકત્ર સમુદાય કરવો તે. તથા જે સમુદાય હોય તે સમુદાયવાળા થકી કચિત્ અભિન્ન હોય છે. તેથી તે જ ઘણા પદાર્થો એકત્ર સમૂહરૂપે કરેલા હોય તે પિંડ શબ્દ વડે કહેવામાં આવે છે. તે પિંડ જો કે - નામાદિક ભેદથી અનેક પ્રકારનો કહેવાશે, તો પણ અહીં સંયમાદિક ભાવપિંડનો ઉપકાર કરનાર દ્રવ્યપિંડ ગ્રહણ કરવામાં આવશે. (કહેવાશે.) તે દ્રવ્યપિંડ પણ જો કે ૧ આહાર, ૨ શય્યા, અને ૩ ઉપધિના ભેદથી ત્રણ પ્રકારનો છે, તો પણ અહીં આહારશુદ્ધિનો પ્રક્રમ હોવાથી આહારરૂપ જ દ્રવ્યપિંડ કહેવાશે. તેથી કરીને તે આહારરૂપ પિંડનો વિષય હોવાથી પ્રથમ ઉદ્ગમ કહેવો જોઇએ. તેમાં ઉદ્ગમ એટલે ઉત્પત્તિ એવો અર્થ છે અને ઉદ્ગમ શબ્દ વડે અહીં ઉદ્ગમમાં રહેલા દોષો કહેવાય છે. કેમકે અહીં તેવી વિવક્ષા છે, માટે. તેથી કરીને તેનો (મૂળગાથાના વાક્યમાં જણાવેલ ઉદ્ગમ શબ્દનો) ભાવાર્થ આ પ્રમાણે છે. - પ્રથમ ઉદ્ગમમાં રહેલા આધાકર્મિક વગેરે દોષો કહેવા લાયક છે. (૧) ત્યાર પછી ‘૩પ્પાયન' એટલે જે ઉત્પન્ન કરવું તે ઉત્પાદના. એટલે કે - ધાત્રીત્વાદિક ભેદોએ કરીને પિંડની પ્રાપ્તિ કરવી, તે કહેવા લાયક છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. ઉદ્ગમ દોષ કહ્યા પછી ધાત્રીત્વાદિક ઉત્પાદનાના દોષો કહેવા લાયક છે. (૨) ત્યાર પછી ‘સત્તિ' - જે એષણ એટલે શોધવું એ એષણા. કહેવા લાયક છે. તે એષણા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે ૧-ગવેષણૈષણા, ૨ ગ્રહણૈષણા અને ૩ ગ્રાસૈષણા. તેમાં ગવેષણને વિષે (શોધવાને વિષે - શુદ્ધિ જોવાને વિષે) જે એષણા એટલે અભિલાષા (ઇચ્છા), તે ગવેષણૈષણા કહેવાય છે. એ જ પ્રમાણે ગ્રહણૈષણા અને ગ્રાસૈષણા પણ જાણી લેવી. તેમાં ગવેષણૈષણાનો વિષય ઉદ્ગમ અને ઉત્પાદના છે, તેથી તેના (તે બેના) ગ્રહણ કરવાથી જ તે (ગવેષણૈષણા) ગ્રહણ કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org