________________
॥ ૐ નમો વીતરાય ||
શ્રી ભદ્રબાહુસ્વામિવિરચિત
શ્રી પિંડનિયુક્તિ ગ્રંથનો અનુવાદ
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત ભાષ્યયુક્ત પૂ. આ. શ્રી મલયગિરિસૂરિજી વિરચિત ટીકાર્થસહિત
जयति जिनवर्धमानः, परहितनिरतो विधूतकर्मरजाः ॥ मुक्तिपथचरणपोषक - निरवद्याहारविधिदेशी ॥१॥ नत्वा गुरुपदकमलं, गुरूपदेशेन पिण्डनिर्युक्तिम् ॥ विवृणोमि समासेन, स्पष्टं शिष्यावबोधाय ॥२॥
અર્થ : જે પરોપકાર કરવામાં તત્પર છે, જેણે કર્મરૂપી રજનો નાશ કર્યો છે તથા જે મોક્ષના માર્ગરૂપ ચારિત્રને પોષણ કરનાર નિર્દોષ આહારના વિધિને દેખાડનારા છે તે શ્રી વર્ધમાન જિનેશ્વર જય પામે છે. (૧)
ગુરૂનાં ચરણકમલને નમસ્કાર કરીને હું (મલયગિરિસૂરિ) ગુરૂના ઉપદેશ પ્રમાણે શિષ્યોના સ્પષ્ટ બોધને માટે આ પિંડનિયુક્તિની સંક્ષેપ ટીકા કરૂં છું. (૨)
Jain Education International
અહીં પ્રથમ શિષ્ય શંકા કરે છે - નિર્યુક્તિઓ સ્વતંત્ર શાસ્ત્રરૂપ નથી, પરંતુ તે તે સૂત્ર (શાસ્ત્રઆગમ)ને પરાધીન છે. કેમકે-નિર્યુક્તિ શબ્દની વ્યુત્પત્તિ તેવી જ થાય છે. તે આ પ્રમાણે- સૂત્રમાં કહેલા અર્થો (પદાર્થો) પોતાનાં સ્વરૂપની સાથે સંબંધવાળા છે, તો પણ શિષ્યોની પાસે ‘યામિઃ નિર્યુષ્યને” - જેણે કરીને નિશ્ચયપણે સંબંધનો ઉપદેશ કરીને (દેખાડીને) વ્યાખ્યાન કરાય છે તે નિર્યુક્તિ કહેવાય છે. આપે પણ કહ્યું છે કે - ‘હું પિંડનિયુક્તિની ટીકા કરૂં છું.’ તો આ પિંડનિયુક્તિ કયા સૂત્રના સંબંધવાળી છે ? આ શંકાનો ઉત્તર ગુરૂમહારાજ આપે છે - અહીં દશ અધ્યયનના પરિમાણવાળો, બે ચૂલિકાવડે શોભતો (સહિત) દશવૈકાલિક નામનો શ્રુતસ્કંધ છે, તેમાં પાંચમું
For Private & Personal Use Only
www.jainelibrary.org