________________
૨૧૮)
| શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ શૌદ્ધોદનીય શું આ પ્રમાણે વાદ કરી શકે? અર્થાત્ તેઓ વાદ કરી શકે જ નહિ; પરંતુ યતિઓ જ વાદ કરી શકે.” આ પ્રમાણે કહે સતે તે ગૃહસ્થો એમ જાણે (વિચારે) કે – “સાંભળેલ તે વાદી આ જ છે.” એ ધારણાથી તેઓ તેને શ્રેષ્ઠ આહારાદિક આપે; અને તથા પ્રકારે ઘણું પ્રાપ્ત થયેલ તે ભક્તાદિક, આત્મભાવક્રીત જાણવું. તથા શ્રુતસ્થાન એટલે ગણી વગેરે. તેમાં ગણીપણું એટલે આચાર્યપણું – “આદિ શબ્દથી ઉપાધ્યાયપણું વગેરે ગ્રહણ કરવા. અથવા (શ્રુતસ્થાન એટલે) વાચનાચાર્યપણું, “આદિ' શબ્દથી પ્રવર્તકપણું વગેરે ગ્રહણ કરવા. તેમાં ભક્તાદિકને માટે “આચાર્ય અમે છીએ, ઉપાધ્યાય અમે છીએ.” ઇત્યાદિ લોકોની પાસે પ્રકાશ કરે, કે – જેથી લોકો તેને આચાર્યાદિક જાણીને ઘણું ભક્તાદિક આપે. અથવા “જે આચાર્ય મહા વિદ્વાન સંભળાય છે, તે શું તમે છો?” ઇત્યાદિ (શ્રાવકો) તે જ પ્રમાણે (પૂછે અને તે ઉત્તરો આપે એ વગેરે) પૂર્વની જેમ ભાવવું. તથા વળી જાતિ વગેરે તો આને માટે કહે (પ્રકાશ કરે) કે – જેથી સમાન જાતિ વગેરેને અને ઉત્કૃષ્ટ શિલ્પાદિકને જાણીને ઘણું ભક્તાદિ આપે. અને તે તે પ્રકારે પ્રાપ્ત થયેલ ઘણું ભક્તાદિ, આત્મભાવક્રત જાણવું. ૩૧પો આ પ્રમાણે ક્રતધાર કહ્યું. હવે પામિત્યદ્વાર કહે છે - मू.०- पामिच्चं पि य दुविहं, लोइय लोगुत्तरं समासेण ॥
लोइय सज्झिलगाई, लोगुत्तर वत्थमाईसु ॥३१६॥ મૂલાર્થઃ પ્રામિત્વ પણ સંક્ષેપ વડે લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં ભગિની વગેરે લૌકિક અને વસ્ત્રાદિ વિષયવાળું લોકોત્તર છે. ll૩૧el
ટીકાર્થ : પ્રામિત્વ પણ સંક્ષેપ કરીને વિવિધ – બે પ્રકાર છે. તે આ પ્રમાણે : લૌકિક અને લોકોત્તર. તેમાં લોકને વિષે જે થયું તે લૌકિક કહેવાય છે. તે સાધુના વિષયવાળું ‘નિરા' સઝિલગા એટલે ભગિની (બહેન, “આદિ શબ્દથી ભ્રાતા વગેરે ગ્રહણ કરવા. તેને વિષે છે. આનો ભાવાર્થ એ છે કે – ભગિની વગેરેથી કરાતું દ્રવ્ય. અહીં “ભગિની' શબ્દ વડે કથાનક સૂચવ્યું છે, તે આગળ ઉપર ગ્રંથકાર પોતે જ કહેશે. તથા લોકોત્તર પ્રામિત્ય “વસ્ત્રાવિપુ' વસ્ત્રાદિકના વિષયવાળું, (અને તે) સાધુઓને જ પરસ્પર જાણવું. [૩૧૬ll
અહીં ભગિની વગેરેને વિષે લૌકિક કહ્યું, તેથી ભગિનીના ઉદાહરણને જ ત્રણ ગાથા વડે પ્રકટ
કરે છે :
मू.०- सुयअभिगमनायविही, बहि पुच्छा एग जीवइ ससा ते ॥
पविसण पाग निवारण, उच्छिदण तेल्ल जइ दाणं ॥३१७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org